મધ્યપ્રદેશ સરકારમાં મંત્રી અને અનૂપપૂર સીટથી ભાજપના ઉમેદવાર બિસાહુલાલ સિંહનો એક વીડિયો વાઈરલ થયો છે.જેમાં એક કાર્યકર્તાએ રિવોલ્વર દેખાડીને અપશબ્દો બોલતા નજરે આવી રહ્યાં છે.આ વીડિયોમાં કોંગ્રેસે પોતાના ટ્વિટર એકાઉન્ટમાં શેર કર્યો છે.કોંગ્રેસનું કહેવું છે કે,અમે તેની ફરિયાદ ચુંટણી આયોગમાં કરવાના છીએ.
પૈસા માગતા કાર્યકર્તાને રિવોલ્વર દેખાડી ધમકાવી રહ્યા છે
જો કે,મધ્યપ્રદેશ કોંગ્રેસે બિસાહુલાલ સિંહનો વીડિયો શેર કર્યો છે.જેમાં તે પૈસા માગવા ઉપર એક કાર્યકર્તાને અપશબ્દો બોલી રહ્યાં છે.આ વીડિયોમાં તે કાર્યકર્તાને રિવોલ્વર દેખાડતા નજરે આવી રહ્યાં છે અને 18 હજાર રૂપિયા લાવવાની વાત કરી રહ્યાં છે.બિસાહુલાલ કહી રહ્યાં છે.જો વધારે બોલીશ તો ગોળી મારી દઈશ.આ વીડિયો શેર કરતા એમપી કોંગ્રેસે લખ્યું છે કે,ભાજપના ઉમેદવાર બિસાહુ લાલનો વધુ એક વીડિયો વાઈરલ પૈસા માંગવા ઉપર કાર્યકર્તાને રિવોલ્વર દેખાડી બોલી રહ્યાં છે અપશબ્દો.શિવરાજજી આ માણસ તમારી પાર્ટી માટે ફિટ છે.આવનારા પ્રદેશ અધ્યક્ષ આને જ બનાવો.
ચૂંટણી પંચને પૂછશે આ પ્રશ્નો
આ કેસમાં પૂર્વ મુખ્યમંત્રી કમલનાથના મીડિયા કો-ઓર્ડિનેટર નરેન્દ્ર સલુજાએ કહ્યું કે અમે ચૂંટણી આયોગ જશે અને તે પણ પુછવા માંગશે કે,શું ભાજપ બંદુકથી ચૂંટણી લડનારી પાર્ટી છે,શુ કાર્યકર્તાઓ અને મતદાતાઓને આવી રીતે ધમકાવવામાં આવી રહ્યાં છે.અમે આ મુદ્દાને સરકારની સામે પણ ઉઠાવીશું.આ પહેલા ભાજપના ઉમેદવાર બિસાહુ લાલે કોંગ્રેસના ઉમેદવાર વિશ્વનાથ સિંહ કુંજામની પત્નીને અમર્યાદિત શબ્દો કહ્યાં હતાં.વિશ્વનાથ સિંહ કુંજામની પત્ની રાજવતી સિંહ કુંજામની ફરિયાદ ઉપર કેસ દાખલ કરવામાં આવ્યો હતો.બિહાસુલાલ સાહુ સામેકોતવાલીના અનુપપુરમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે.