નવી દિલ્હી, તા. 28 માર્ચ 2022 સોમવાર : એલિયન્સને લઈને માણસ ઘણુ બધુ જાણવા અને સમજવા ઈચ્છે છે.ક્યારેક એ ખ્યાલ પણ આપના મનમાં આવ્યો હશે કે આખરે એલિયન્સની કેટલી દુનિયા હોઈ શકે છે ? આ કયા-કયા ગ્રહો પર હશે? તો આનો જવાબ અમેરિકન અંતરિક્ષ એજન્સી નાસાએ શોધી કાઢ્યો છે.કેટલાક વર્ષથી આ શોધમાં લાગેલી નાસાએ હવે પુષ્ટિ કરી છે કે સૌર મંડળ સિવાય પણ અંતરિક્ષમાં 5000 એવી દુનિયા છે,જે વિશે અમને અંદાજો પણ નથી.
નાસાએ ટ્રાંસિટિંગ એક્સોપ્લેનેટ સર્વે સેટેલાઈટની મદદથી આની જાણકારી મેળવી છે.આ તમામ ગ્રહ કે દુનિયા આપણા સૌર મંડળ કે આકાશગંગાથી બહાર હાજર છે,તેથી તેમને એક્સોપ્લેનેટ્સ કહેવામાં આવે છે.આ તમામને TESSની મદદથી શોધવામાં આવ્યા છે જેથી આને Tess Objects of Interest કહેવાય છે.
હવે વૈજ્ઞાનિક કરશે વિસ્તૃત અધ્યયન
સૌર મંડળ વિશે કુલ 65 ગ્રહોને જોવામાં આવ્યા છે.જેમને નાસા એક્સોપ્લેનેટ આર્કાઈવમાં રાખવામાં આવ્યા છે.આને કોસ્મિક માઈલસ્ટોન માનવામાં આવી રહ્યો છે.જેમાં દરેક એક્સોપ્લેટનેટ પોતાનામાં એક દુનિયા છે.Exoplanet Archive scienceના પ્રમુખ જેસી ક્રિશ્ચિયન સેને જણાવ્યુ કે આ ઘણુ ઉત્સાહિત કરનારુ છે અને અમે આ સૌ વિશે જાણીએ છીએ.નાસા અગાઉ પણ 90 ના દાયકામાં એક્સોપ્લેનેટ શોધી ચૂક્યા છે.
5000 દુનિયામાં રહે છે એલિયન્સ
નાસાએ જણાવ્યુ કે વર્ષ 2019માં 4000 એક્સોપ્લેનેટ શોધી લીધા હતા અને હવે આ સંખ્યા 5000 સુધી પહોંચી ચૂકી છે.સમગ્ર દુનિયાના વૈજ્ઞાનિક આવી દુનિયામાં જાણવા ઈચ્છે છે કે આ વસવા લાયક છે કે નહીં.તાજેતરમાં જ જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ દ્વારા આ ગ્રહો વિશે વધુ જાણકારી પ્રાપ્ત કરવામાં આવી રહી છે.અગાઉ સ્પિટ્જર સ્પેસ ટેલિસ્કોપ,કેપલર સ્પેસ ટેલિસ્કોપ અને ટ્રાંજિટિગ એક્સોપ્લેનેટ સર્વે સેટેલાઈટ દ્વારા હજારો નવી દુનિયા શોધવામાં આવી રહી છે.

