અમદાવાદ : એસેટ એન્ડ લોન ફાઇનાન્સિંગ NBFCની બોડી ફાઇનાન્સ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ કાઉન્સિલે નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ માટે બનાવવામાં આવેલ ડિવિડન્ડ પેઆઉટ નિયમોને નાણાંકીય વર્ષ 2022થી લાગુ કરવાની અપીલ કરી છે.કાઉન્સિલે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાને પત્ર લખીને પ્રસ્તાવિત દિશાનિર્દેશોને 1 એપ્રિલ 2021થી લાગુ કરવાનું સૂચન કર્યું છે.
આરબીઆઈ દ્વારા જારી કરાયેલા ડ્રાફ્ટ પરિપત્ર મુજબ ડિવિડન્ડની ઘોષણા અંગેની માર્ગદર્શિકા ચાલુ નાણાકીય વર્ષ એટલે કે 1 એપ્રિલ, 2020 થી લાગુ કરવામાં આવનારું હતું.ઉદ્યોગ સંસ્થાએ આરબીઆઈને લખેલા એક પત્રમાં કહ્યું છે કે ડ્રાફ્ટ પરિપત્રમાં 1 એપ્રિલ 2020 થી નવી દિશાનિર્દેશો લાગુ કરવાની દરખાસ્ત છે.એફઆઈડીસીના મતે આનાથી વર્તમાન નાણાકીય વર્ષમાં ડિવિડન્ડની ઘોષણા પર અસર થશે. ઉપરાંત કંપનીઓએ ડિવિડન્ડ જાહેર કર્યા છે તેઓને પણ અસર થશે.
FIDCએ આરબીઆઈને કહ્યું છે કે સૂચિત માર્ગદર્શિકા સ્પષ્ટપણે ઇક્વિટી શેર પર ચૂકવવામાં આવતા ડિવિડન્ડ પર લાગુ થવી જોઈએ. એફઆઈડીસીનું કહેવું છે કે કંપનીઓ ઘણીવાર ડિવિડન્ડના ફિક્સ્ડ-રેટ રિડેમેબલ પ્રિફરન્સ શેર્સ જારી કરે છે.તેમની સાથે અલગ વ્યવહાર થવો જોઈએ.અત્રે નોંધનીય છે કે નોન- બેન્કિંગ ફાઈનાન્સિઅલ કંપનીઝ (એનબીએફસી) માટે ડિવિડન્ડની ચૂકવણી સંદર્ભમાં રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા જારી કરાયેલા પરિપત્રની અસર બહુ ઓછી એનબીએફસી પર જોવા મળશે.


