મુંબઈ,
ટોચનું રેટિંગ ધરાવતી સાત નોન-બેન્કિંગ ફાઇનાન્સ કંપની (NBFCs) ચાલુ સપ્તાહે સંયુક્ત રીતે ~૧૦,૪૦૦ કરોડનું ભંડોળ એકત્ર કરવાની યોજના ધરાવે છે. આ કંપનીઓમાં HDB ઇનાન્શિયલ,બજાજ ફાઇનાન્સ, મહિન્દ્રા ફાઇનાન્સ, L&T ફાઇનાન્સ અને ટાટા કેપિટલનો સમાવેશ થાય છે.ન્કલિન ટેમ્પલ્ટનની ડેટ સ્કીમ્સના ધબડકા પછી રોકાણકારો ઊંચા વળતરની માંગણી કરી રહ્યા છે.સોમવાર અને મંગળવારે BSE અને NSEના ઇલેક્ટ્રોનિક બિડિંગ પ્લેટફોર્મ્સ પર આ બોન્ડ્સનું વેચાણ કરવામાં આવશે અને સૂત્રોના જણાવ્યા અનુસાર તેમની મહત્તમ મેચ્યોરિટી ત્રણ વર્ષ હશે.ટાટા કેપિટલે મંગળવારે બોન્ડના વેચાણની વાતને પુષ્ટિ આપી હતી.કંપનીના એમડી અને સીઇઓ રાજીવ સભરવાલે જણાવ્યું હતું કે,“બોન્ડ દ્વારા ભંડોળ એકત્ર કરવાની આ યોજના અમારા સિસ્ટમેટિક ઋણ મેળવવાના કાર્યક્રમ સાથે બંધ બેસતી છે.” જે એમ ફાઇનાન્શિયલના ફિક્સ્ડ ઇન્કમ હેડ અને એમડી અજય મંગલુણિયાએ જણાવ્યું હતું કે,“ચાલુ નાણાકીય વર્ષમાં પહેલી વખત NBFCs એક સાથે મોટી સંખ્યામાં ભંડોળ એકત્ર કરી રહી છે.બોન્ડ્સ ઇશ્યૂ સફળ થશે તો ડેટ માર્કેટમાં થોડી સ્થિરતા આવશે.”


