NCBની મોટી કાર્યવાહી : મુંબઈ એરપોર્ટ પરથી 24 કરોડનું હેરોઈન ઝડપાયું

HM News
1 Min Read

મુંબઈ, તા. 14 એપ્રિલ 2022, ગુરૂવાર: નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)એ મુંબઈના છત્રપતિ શિવાજી ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતેથી દક્ષિણ આફ્રિકાના નાગરિકની ધરપકડ કરી છે અને તેના પાસે રહેલું 3.98 કિલો હેરોઈન જપ્ત કર્યું છે.જપ્ત કરાયેલા હેરોઈનની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 24 કરોડ રૂપિયા હોવાનું સામે આવ્યું છે. NCB અધિકારીઓએ ગુરૂવારે જણાવ્યું હતું કે, NCB મુંબઈ ઝોનની ટીમે બાતમી આધારીત સૂચના પર મંગળવારે આ કાર્યવાહી કરી હતી. પકડાયેલો વ્યક્તિ જોહાનિસબર્ગથી આવ્યો હતો અને તે લાલ રંગની ટ્રોલી બેગમાં હેરોઈન લાવ્યો હતો.ટ્રોલી બેગની તપાસ દરમિયાન બેગમાંથી હેરોઈનના 4 પેકેટ મળી આવ્યા હતા.આ પેકેટ્સને બેગમાં બનાવેલા ખાસ કવરમાં છુપાવીને રાખવામાં આવ્યા હતા.અધિકારીઓએ જણાવ્યું હતું કે, 2021માં પણ NCBએ દક્ષિણ આફ્રિકાથી આવેલી એક મહિલા પાસેથી 3.9 કિલો હેરોઈન જપ્ત કર્યું હતું. તે મહિલાની પણ મુંબઈ એરપોર્ટ પરથી જ ધરપકડ કરવામાં આવી હતી.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *