નવી દિલ્હી : નેશનલ હાઇવેઝ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના દેવામાં પાછલા પાંચ વર્ષમાં ૪૭.૬ ટકાના ઝ્રછય્ઇ સાથે વધારો નોંધાયો છે.નાણાકીય વર્ષ ૨૦૨૧ના અંતે NHAIનું દેવું ઊછળીને રૂ. ૩.૧૭ લાખ કરોડના વિક્રમી સ્તરે પહોંચ્યું હતું કે જે માર્ચ ૨૦૨૦ના અંતે નોંધાયેલાં રૂ. ૨.૪૯ લાખ કરોડના દેવાની સરખામણીએ ૨૭ ટકા ઊછળ્યું હતું.તેની સરખામણીએ NHAIની આવકમાં ઘટાડો નોંધાયો હતો ઇક્રા રેટિંગ એજન્સીના વિશ્લેષણ અનુસાર આગલા નાણાકીય વર્ષની સરખામણીએ NHAIની ટોલ રેવન્યૂ ચાર ટકા ઘટીને આશરે રૂ. ૨૬,૦૦૦ કરોડ નોંધાઇ હતી.માર્ચ ૨૦૧૬ના અંતે NHAIનું કુલ દેવંુ રૂ.૪૫,૩૦૦ કરોડ હતું તે ૩.૧૭ લાખ કરોડ પર પહોંચ્યું છે. અર્થાત પાંચ વર્ષમાં દેવામાં સાત ગણો વધારો થયો છે.
આવક અને દેવા વચ્ચે વિક્રમી ૧૨.૩ ગણો વધારો
કોરોના રોગચાળો અને લોકડાઉન જેવા પરિબળો વચ્ચે વાહનોની અવરજવરમાં મોટો ઘટાડો થતા હાઇવે ઓથોરિટીની ટોલની આવકમાં ચાર ટકાનો ઘટાડો થયો છે. આના કારણે NHAIની આવક અને દેવા વચ્ચેની ખાઇ સતત વધી રહી છે અને નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં વધીને વિક્રમી ૧૨.૩ ગણા સુધી પહોંચી ગઇ છે.
મોદી સરકાર ઇન્ફ્રા પર રૂ. ૧૦૦ લાખ કરોડ ખર્ચવા માગે છે
નોંધનીય છે કે NHAI વડા પ્રધાન મોદી અને હાઇવે મિનિસ્ટર નીતિન ગડકરીના સપનાને પૂર્ણ કરી રહ્યું છે.બન્ને નેતાઓ દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ પર ભાર આપી રહ્યા છે અને આગામી કેટલાક વર્ષોમાં મોદી સરકાર ઇન્ફ્રા પર રૂ. ૧૦૦ લાખ કરોડ ખર્ચવા માગે છે.