– ચીખલી તાલુકાના સાદકપોર ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં જગ્યા ભાડે રાખવાનો મામલો
– ગ્રામપંચાયતમાંથી એન.ઓ.સી મેળવવા માટે 20 હજારની લાંચ માંગી હતી
માત્ર શહેરોમાં જ નહીં પરંતુ નાના ગામડાઓમાં પણ નાનુ કામ કરવા માટે પણ પદાધિકારીઓલાંચ લેવાનો એક મોકો છોડતા નથી.નાનો ધંધો કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા વેપારી પાસેથી લાંચ લેતા માજી સરંપચ સાથે અન્ય એક પ્રજાજન એસ.સી.બીના હાથે પકડાય ગયેલ છે.
આ બનાવની વિગત મુજબ ફરિયાદીએ ફરિયાદમાં જણાવ્યુ છે કે ફરિયાદીને કેરીનો વેપાર કરવા માટે નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના સાદકપોર ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં જગ્યા ભાડે રાખવાની હતી. ત્યારે આરોપી સાદકપોર ગામના પ્રજાજન છોટુભાઇ મગનલાલ પટેલનો સંપર્ક કરતા તેઓએ ફરીયાદીને કેરીનો વેપાર કરવા માટે ગામ વિસ્તારમાં જગ્યા આપી હતી.પરંતુ સાદકપોર ગામમાં ધંધો કરવા માટે ફરિયાદીને સાદકપોર ગ્રામપંચાયતમાંથી એન.ઓ.સી મેળવવા માટે આરોપી છોટુભાઇ પટેલે ફરિયાદીને ચીખલીના સાદકપોર ગામના માજી સરપંચ સંજયકુમાર મગનભાઇ પટેલ સાથે પોતાની દુકાન ઉપર રૂબરૂમાં વાતચીત કરાવી હતી.તે દરમ્યાન આરોપી સંજયકુમાર મગનભાઇ પટેલે ફરિયાદીને એન.ઓ.સી મેળવવા વ્યવહારની વાતચીત આરોપી છોટુભાઇ પટેલ સાથે કરવા માટે જણાવ્યુ હતુ.ત્યારે ફરિયાદીને એન.ઓ.સી મેળવવા માટે 10,000 પોતાના તથા 10,000 માજી સરપંચ સંજયકુમાર પટેલને વ્યવહાર પેટે માંગણી કરી હતી.જે પૈકી ફરિયાદી આરોપી છોટુભાઇને 5000 રૂપિયા આપી દીધા હતા.અને બાકીના નાણા એન.ઓ.સી મળે ત્યારે આપવાનું નક્કી કર્યુ હતુ.જે લાંચની રકમ ફરિયાદી બન્ને આરોપીઓને નહી આપે તો એન.ઓ.સી આપવા માટે વાંધા વચકા કાઢી ફરિયાદીને હેરાન-પરેશાન કરી શકે તેમ હોય.બીજી બાજુ ફરિયાદીએ બન્ને આરોપીઓની માંગણી મુજબ આપવાનાં બાકી લાંચનાં 15,000 આપવા ઇચ્છતા ન હતા.તેથી ફરિયાદીએ એ.સી.બીનો સંપર્ક કર્યો હતો અને ફરિયાદ દાખલ કરી હતી.
આ ફરિયાદના આધારે લાંચના છટકાનું આયોજન કરતા આરોપીઓએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી હતી અને આરોપી સંજયકુમાર મગનભાઇ પટેલનાં કહેવાથી આરોપી છોટુભાઇ મગનલાલ પટેલ લાંચના નાણા રૂ.15,000 સ્વિકારતા પકડાય ગયા હતા.આમ રંગે હાથે લાંચ લેતા પકડાય જતા હાલ બન્ને આરોપીઓને ડિટીઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.