તા.12 માર્ચના રોજ દાંડીયાત્રા દિવસ નિમિતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ આવ્યા છે.દાંડી આશ્રમ ખાતે દાંડી યાત્રાના કાર્યક્રમમાં ભાગ લેવાના છે.જેને લઈને તમામ તૈયારીઓ પૂરી થઈ ચૂકી છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી આશ્રમના મંચ સુધી પહોંચી ગયા છે.ત્યારે દાંડી બ્રીજ પાસે આવેલી ઝૂંપડપટ્ટી આગળ સફેદ રંગના પદડા લગાવી દેવામાં આવ્યા છે.જેને લઈને સ્થાનિકોમાં રોષની લાગણી વ્યક્ત થઈ છે.
સ્થાનિકોએ જણાવ્યું હતું કે, અમારી ઝૂંપડપટ્ટી ન ગમતી હોય તો પડદા લગાવવાને બદલે પાકા મકાન આપી દો.વડાપ્રધાન મોદી અમદાવાદના ગાંધી આશ્રમ,અભય ઘાટ અને પછી દાંડી બ્રીજની મુલાકાત લેવાના છે.વાડજ વિસ્તાર પાસે આવેલા દાંડી બ્રીજથી દાંડી યાત્રાને તેઓ પ્રસ્થાન કરાવશે.દાંડી બ્રીજની સામે આવેલી પરીક્ષિતનગર તથા ચંદ્રભાગાના ખાડામાં આવેલી ઝૂંપડપટ્ટી પાસે સફેદ રંગના પદડા લગાવી દેવાયા છે.જેના કારણે અહીં રહેતા સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો છે.સ્થાનિકોએ કહ્યું કે,અમે અહીંયા 40 વર્ષથી રહીએ છીએ.અહીં વડાપ્રધાન આવવાના છે. એમને ઝૂપડપટ્ટી જોવી ન ગમતી હોય તો અમને પાકા મકાન બંધાવી આપો.
આ વિસ્તારમાં રહેતી સ્થાનિક મહિલાઓએ જણાવ્યું હતું કે,જ્યારે પણ વડાપ્રધાન અહીંથી પસાર થવાના હોય ત્યારે આ જ રીતે ઝૂપડપટ્ટી ઢાંકી દેવામાં આવે છે.જ્યારે તંત્ર એવું કહે છે કે,સુરક્ષાના કારણોસર આ પદડા લગાવી દેવામાં આવ્યા છે.જોકે, આવું પહેલી વખત બન્યું નથી.આ પહેલા જ્યારે સાબરમતી રીવરફ્રન્ટના કેટલાક પ્રોજેક્ટનું લોકાર્પણ થયું,અમેરિકી પૂર્વ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ અમદાવાદ આવ્યા હતા ત્યારે તેમજ આવા મોટા તથા જાહેર કાર્યક્રમ વખતે આ વિસ્તારને પદડાથી ઢાંકી દેવામાં આવે છે.
અમદાવાદના ઘણા સ્લમ વિસ્તાર પૈકી વાડજ વિસ્તાર પાસે આવેલો આ વિસ્તાર પણ સ્લમ ગણાય છે.અમદાવાદના સાબરમતી આશ્રમને 35 એકરમાં વિકસાવીને વિશાળ કરવાનું વડાપ્રધાન મોદીનું આયોજન છે.જ્યાં એક સંગ્રહાલય,ઓડિયો-વિઝ્યુઅલ તથા નવી લાયબ્રેરી તૈયાર કરવાનું પણ પ્લાનિંગ છે.જોકે,આ અંગે તંત્ર પણ આ પ્રોજેક્ટમાં ભાગ લઈને સમગ્ર યોજનાને સફળ બનાવવા માટે પાયાથી પ્રયત્નો શરૂ કરી દેશે.દર વખતે આ પ્રકારના મોટા કાર્યક્રમ વખતે ઝૂપડપટ્ટીને કારણે મામલો વિવાદમાં પડે છે.


