– મોઢેરાને ભારતનું પ્રથમ (24 x 7) રાઉન્ડ ધ ક્લોક BESS સોલર પાવર્ડ વિલેજ જાહેર કર્યુ
– મોઢેરા સૂર્યમંદિરનો ઈતિહાસ હવે પ્રવાસીઓને 3D પ્રોજેક્શનમાં જોવા મળશે
ગુજરાતની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી બહુચરાજીનાં દેલવાડામાં સભાનું સંબોધન કર્યા બાદ મોઢેરા ગામમાં રોડ શો યોજ્યો હતો.મોદીના આગમનને લઇ મોઢેરા ગામમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે.જ્યાં મોઢેરાના વિશ્વ વિખ્યાત સૂર્ય મંદિરનું પરિસર 3D પ્રોજેક્શન મેપિંગ તથા હેરિટેજ લાઇટિંગ્સથી ઝળહળી ઉઠ્યુ હતુ.વડાપ્રધાન આ સૌર ઊર્જા સંચાલિત લાઇટ એન્ડ સાઉન્ડ શૉનું ઉદઘાટન અને સાથે જ મોઢેરાનો ગૌરવવંતો ઇતિહાસ નિહાળ્યો હતો.મોઢેરા સૂર્યમંદિરનો ઈતિહાસ હવે પ્રવાસીઓને 3D પ્રોજેક્શનમાં જોવા મળશે.સૂર્યમંદિર માટે પ્રખ્યાત મોઢેરા હવે સોલાર પાવર્ડ વિલેજ એટલે કે સૌર ઊર્જા સંચાલિત ગામ તરીકે ઓળખાશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોઢેરાને ભારતનું પ્રથમ (24 x 7) રાઉન્ડ ધ ક્લોક BESS સોલર પાવર્ડ વિલેજ જાહેર કર્યુ હતુ.ત્યારે વડાપ્રધાનના આગમનને લઈ ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
મહેસાણામાં લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમ બાદ PM મોદીએ મોઢેશ્વરી માતાજીના દર્શન કર્યા હતા.ત્યાંથી મોઢેરા સૂર્ય મંદિર પહોંચી લાઈટ એન્ડ સાઉન્ડ સોનું લોકાર્પણ કર્યું હતું. PM મોદીએ જણાવ્યું હતું કે, પહેલા લોકો મોઢેરા સૂર્ય મંદિરના કારણે જાણીતું હતું આજે મોઢેરાના સુર્ય મંદિરથી પ્રેરણા લઇ મોઢેરા સુર્યગ્રામ પણ બની શકે છે તે એક સાથે દુનિયામાં ઓળખાશે.મોઢેરાના સૂર્ય મંદિરને ધ્વસ્ત કરવા જે આંક્રાંતાઓએ ખૂબ પ્રયાસો કર્યા આજે પૌરાણિક તેમજ આધુનિકતા સાથે દુનિયા માટે એક મિશાલ બનશે.જયારે પણ દુનિયામાં સૌર ઉર્જાની વાત થશે એટલે મોઢેરા પહેલુ નામ દેખાશે.અંહી બધુ હવે સોલર ઉર્જાથી ચાલશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત પ્રવાસના બીજા દિવસે ભરૂચના આમોદમાં 8000 કરોડ રૂપિયાથી વધારેની પરિયોજનાનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે.