સુરત,તા.29 ડિસેમ્બર 2022,ગુરૂવાર : PM મોદીની માતા હીરા બાની તબિયત લથડતા તેઓને અમદાવાદની યુએન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.બીજી તરફ સુરતમાં હીરાબાના દીઘાર્યુ માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ઉર્દુ શાળામાં બાળકોએ દુઆ કરી ઈશ્વર-અલ્લાહને પ્રાર્થના કરી હતી.
ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરા બાની અચાનક તબિયત લથડતા તેઓને સારવાર અર્થે અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.માતાની તબિયત લથડતા પીએમ મોદી પણ તેઓને ખબર અંતર પહોચવા હોસ્પિટલ પહોચ્યા હતા.બીજી તરફ દેશભરમાં હીરાબાના સ્વાસ્થ્યને લઈને પ્રથાનાઓ થઇ રહી છે ત્યારે સુરતમાં પણ હીરા બાના દીઘાર્યુ માટે દુઆ કરવામાં આવી હતી.
સુરતના આંજણા વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત જનાબ બહાદુરશાહ ઝફર કુમાર પ્રાથમિક શાળા ક્રમાંક ૧૯૪માં બાળકોએ હીરાબાના સુખમય સ્વાસ્થ્ય માટે ઉર્દુ માધ્યમના બાળકો એ દુઆ કરી હતી.અને હીરા બા જલ્દી સ્વસ્થ થાય અને દીર્ઘાયુ માટે બાળકોએ એક સાથે દુઆ કરી હતી.
આચાર્ય શૈખ મુબીન અહેમદએ જાણાવ્યું હતું કે શાળામાં બાળકો દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માતા હીરાબા લાંબુ સ્વાસ્થ્ય જીવે,તેઓ જલ્દી સ્વસ્થ થાય અને તેઓના દીર્ઘાયુ માટે બાળકોએ એક સાથે દુઆ અને પ્રાર્થના કરવામાં આવી હતી.નોંધનીય છેકે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાની તબિયત આજે ઘણી જ સારી છે અને ઝડપથી તેમનું સ્વાસ્થ્ય સુધરી રહ્યું છે અને તેમને એકાદ દિવસમાં રજા આપવામાં આવશે.

