નવી દિલ્હી,તા.11 ઓગસ્ટ 2022,ગુરૂવાર : દેશભરમાં રક્ષાબંધનના તહેવારની ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ રક્ષાબંધન ઉજવી હતી પણ તેમણે અનોખા અંદાજમાં ભાઈ બહેનના તહેવારનુ સેલિબ્રેશન કર્યુ હતુ.
પીએમ મોદીએ આ વખતે નાનકડી બાળકીઓ પાસે રાખડી બંધાવી હતી.આ બાળકીઓ પીએમ ઓફિસમાં કામ કરતા સફાઈ કર્મીઓ,માળી અને ડ્રાઈવરની પુત્રીઓ છે.પીએમ મોદીએ તેમની પાસે રાખડી બંધાવીને તેમને આશીર્વાદ આપ્યા હતા અને તેમની સાથે ઘણી વાતો પણ કરી હતી.પીએમને રાખડી બાંધવાની ખુશી બાળકીઓના ચહેરા પર દેખાતી હતી.

