– પૂર્વ પ્રધાનમંત્રી સ્વ.શ્રી અટલ બિહારી વાજપાઈના જન્મદિને ઉજવાતા ‘સુશાસન દિન’નિમિત્તે કિસાન કલ્યાણ નિધિમાં ૯ કરોડ ખેડૂતના ખાતામાં ૧૮ હજાર કરોડ રૂપિયા
ઓલપાડ : ગતરોજ સ્વ.શ્રી અટલ બિહારી વાજપાઈના જન્મદિને ઉજવાતા ‘સુશાસન દિન’ નિમિત્તે કિસાન કલ્યાણ નિધિમાં ૯ કરોડ ખેડૂતના ખાતામાં ૧૮ હજાર કરોડ રૂપિયા જમા કરાયા હતા.પીએમ મોદીના હસ્તક ખેડૂતના ખાતામાં રૂપિયા જમા કરાતા ઓલપાડ વિસ્તારના ખેડૂતોમાં ખુશીની લાગણી પ્રસરી જવા પામી હતી.આ સમગ્ર કાર્યકમ ઓલપાડ તાલુકાના ૯૫ ગામના 9000 થી વધુ ખેડુતોએ નિહાર્યો હતો.કાર્યક્મ વેળા વિડીયો કોન્ફરન્સના માધ્યમથી પીએમ -કિસાન યોજના હેઠળ 9 કરોડ ખેડૂત પરિવારોના બેંક ખાતામાં રૂ.18 હજાર કરોડની સન્માન રાશી હસ્તાંતરિત કરી ખેડૂતો સાથે સંવાદ સાધ્યો હતો.આ પ્રસંગે ઓલપાડના ધારાસભ્ય મુકેશ ઝીણાભાઈ પટેલ,ઓલપાડ ભાજપ પ્રમુખ બ્રિજેશ પટેલ,મહામંત્રી કુલદીપસિંહ ઠાકોર,મનહર પટેલ તથા સુરત જિલ્લાના મહામંત્રી યોગેશ પટેલની ઉપસ્થતિમાં યોજાયો હતો.સમગ્ર કાર્યક્રમ પ્રદેશ પ્રમુખ સી.આર પાટિલ અને સુરત જિલ્લા પ્રભારી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ યોજ્યો હતો.જિલ્લા પ્રમુખ સંદીપ દેસાઈએ પણ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.