દેશના ભાવિ અધિકારીઓ સાથે વાત કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ખાસ આગ્રહ કર્યો છે. સિવિલ સર્વિસ પ્રોબેશનર્સ (Civil Service Probationers) સાથે તેમણે કહ્યું કે આજે રાત્રે સૂતા પહેલાં તેઓ પોતાના કર્તવ્ય અંગે લખીને રાખી મૂકે.પીએમ મોદીએ કહ્યું કે ‘આ કાગળનો ટુકડો જીવનભર’ તેમની સાથે ‘હૃદયના ધબકારા’ બનીને રહેશે. પ્રધાનમંત્રી મોદીએ અપીલ કરતાં કહ્યું કે ‘સિવિલ સર્વન્ટ જે પણ નિર્ણય લે,તેઓ રાષ્ટ્રીય સંદર્ભમાં હોય,દેશની એકતા અખંડતાને મજબૂત કરવાના હોય.’ તેઓ ગુજરાતના કેવડિયામાં સિવિલ સર્વિસ પ્રોબેશનર્સ સાથે વાત કરી રહ્યા હતા. દેશના પહેલાં ગૃહમંત્રી સરદાર વલ્લભભાઇ પટેલ (Sardar Vallabhbhai Patel)ની જયંતી પર તેમની સલાહ પણ પીએમ એ બનનારા અધિકારીઓ સાથે શેર કરી.તેમણે કહ્યું કે દેશના નાગરિકોની સેવા હવે તમારું સર્વોચ્ચ કર્તવ્ય છે.
જ્યારે તમે બેચ કામ કરવાનું શરૂ કરશો તો તે એ સમય હશે જ્યારે ભારત પોતાની સ્વતંત્રતાના 75મા વર્ષમાં હશે. તમે જ તે ઓફિસર છો જે એ સમયે પણ દેશ સેવામાં હશો, જ્યારે ભારત પોતાની સ્વતંત્રતાના 100 વર્ષ મનાવશે. મારો આગ્રહ છે કે આજની રાત સૂતા પહેલાં પોતાનાને અડધો કલાક આપો. તમારા કર્તવ્ય, જવાબદારી, પ્રણ અંગે જે તમે વિચારી રહ્યા છો તેને લખીને રાખી લેજો. આ કાગળનો ટુકડો જીવનભર તમારા સંકલ્પોને સાકાર કરવા માટે તમારા હૃદયના ધબકારા બનીને તમારી સાથે રહેશે. – વડાપ્રધાન, નરેન્દ્ર મોદી
સમજાવ્યો સરદાર પટેલના ‘સ્ટીલ ફ્રેમ’નો મતલબ
પટેલે બ્યુરોક્રેસને ‘દેશની સ્ટીલ ફ્રેમ’ કહ્યું હતું. પીએમ મોદીએ અધિકારીઓને તેનો મતલબ પણ સમજાવ્યો. તેમણે કહ્યું કે સ્ટીલ ફ્રેમનું કામ માત્ર આધાર આપવાનું, માત્ર ચાલતી આવતી વ્યવસ્થાઓને સંભાળવાનું જ નથી હોતું. સ્ટીલ ફ્રેમનું કામ દેશને એ અહેસાસ અપાવાનો પણ હોય છે કે મોટાથી મોટા સંકટ હોય કે પછી મોટાથી મોટા બદલાવ, તમે એક તાકાત બનીને દેશને આગળ વધારવામાં સહયોગ કરીશું.
હું તમારો મિત્ર, સાથી છું: મોદી
મોદીએ ભાવિ અધિકારીઓને કહ્યું કે તેઓ દરેક સમયે તેમની સાથે ઉભા છે. તેમણે કહ્યું કે હું તમને વિશ્વાસ અપાવું છું કે પળેપળે તમારી સાથે છું. જ્યારે પણ જરૂર પડે તમે મારો દરવાજો ખખડાવી શકો છો. જ્યાં સુધી હું છું હુંતમારો મિત્ર છું તમારો સાથી છું.