ભારત જેવી લોકશાહીમાં પ્રધાનમંત્રી પદ સૌથી મહત્વનું હોય છે. પ્રધાનમંત્રીને સહયોગ આપવામાં પ્રધાનમંત્રી કાર્યાલયમાં કામ કરનારા કર્મચારી ખાસ ભૂમિકા નીભાવે છે. આ જ કારણ છે કે પ્રધાનમંત્રી કાર્યાલય (PMO)ને દેશમાં સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે,પરંતુ પ્રધાનમંત્રી કાર્યાલય કામ કઈ રીતે કરે છે અને અહીં કેટલા અધિકારી કાર્યરત છે? આ પ્રશ્નનો જવાબ જાણવા માટે એક સમાચાર પત્ર દ્વારા RTI કરવામાં આવી હતી.
આ RTIમાં પ્રશ્ન પૂછવામાં આવ્યો કે કેટલા સેક્શન અથવા ડિપાર્ટમેન્ટ છે? કેટલા લોકો પીએમઓમાં કામ કરી રહ્યા છે? સેક્શન માટે કેટલું બજેટ છે? આ પ્રશ્ન પર ભારત સરકાર દ્વારા જવાબ આપવામાં આવ્યો છે કે પ્રધાનમંત્રી કાર્યાલય ભારત સરકારના ડિપાર્ટમેન્ટ અંતર્ગત કામ કરે છે, આવામાં પીએમઓ અંતર્ગત કોઈ અલગ ડિપાર્ટમેન્ટ નથી,જ્યારે PMOમાં કુલ 301 લોકો કામ કરે છે.
PMOના બજેટને લઈને પૂછવામાં આવેલા પ્રશ્નમાં જણાવવામાં આવ્યું છે કે, પ્રધાનમંત્રી કાર્યાલયને કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા બજેટ ઉપલબ્ધ કરાવવામાં આવે છે.મોટાભાગના લોકોને એ જાણકારી નહીં હોય, પરંતુ PMOનું બજેટ પણ ગૃહ મંત્રાલય જ આપે છે.આ નાણાકીય વર્ષ માટે પીએમઓને કુલ 58 કરોડ રૂપિયાનું બજેટ પૂરું પાડવામાં આવ્યું છે.

