By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: PSI અને LRD ભરતી માટે આજે મહત્વનો દિવસ, જાણો કેવી રીતે ડાઉનલોડ કરવો કોલ લેટર
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > PSI અને LRD ભરતી માટે આજે મહત્વનો દિવસ, જાણો કેવી રીતે ડાઉનલોડ કરવો કોલ લેટર
AhmedabadGeneral

PSI અને LRD ભરતી માટે આજે મહત્વનો દિવસ, જાણો કેવી રીતે ડાઉનલોડ કરવો કોલ લેટર

HM News
Last updated: 26/11/2021 7:20 AM
HM News
4 years ago
Share
SHARE

અમદાવાદ : LRD અને PSI ની ભરતી પર હાલ ગુજરાતભરના યુવાનોની નજર અટકેલી છે.ત્યારે આ ભરતીને લઈને આજે મહત્વનો દિવસ છે.આજે 26 નવેમ્બરથી કોલ લેટર ડાઉનલોડ કરવાની પ્રક્રિયા શરૂ થશે.શારીરિક પરિક્ષા માટે કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે.તો બીજી તરફ, LRDની તૈયારી કરતા ઉમેદવારો સાથે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મુલાકાત કરી હતી.તેઓ સુરતના જહાંગીરપુરા ગ્રાઉન્ડમાં તૈયારી કરતા ઉમેદવારોને મળવા પહોંચ્યા હતા.હાલ ગ્રાઉન્ડ પર ભરતીની તૈયારી કરતા ઉમેદવારો મોટી સંખ્યામાં હાજર છે.ત્યારે હર્ષ સંઘવીએ ભરતીના ઉમેદવારો સાથે વાતચીત કરી હતી.

કેવી રીતે કોલ લેટર ડાઉનલોડ કરશો

https://ojas.gujarat.gov.in વેબસાઇટ પર જવુ
સાઇટ પરથી call letter સેક્શનમાં જઈ અને Select Job નો ઓપ્શન સિલેક્ટ કરવો
અરજીનો નંબર તેમજ જન્મ તારીખ નાંખવો
તેના બાદ તમારા કોલ લેટરની પ્રિન્ટ કાઢવી

રાજ્યભરમાંથી 9 લાખ 32 હજાર ઉમેદવારો શારીરિક પરીક્ષા આપવાના છે.જેના માટે રાજ્યમાં 15 સ્થળોએ 3 ડિસેમ્બરથી શારીરિક પરીક્ષા શરૂ થશે.એક ગ્રાઉન્ડ પર એક દિવસમાં 1200 થી 1500 ઉમેદવારોની શારીરિક પરીક્ષા લેવાશે. 3 ડિસેમ્બરથી શરૂ થનાર શારીરિક પરીક્ષા જાન્યુઆરી સુધી ચાલશે.જોકે, સાથે જ સૂચના અપાઈ છે કે, રવિવારના દિવસે શારીરિક પરીક્ષા નહીં લેવામાં આવે.જોકે, PSI અને LRD બંને ભરતી માટે એક જ દોડ હોવાથી બંને ફોર્મ ભરનાર ઉમેદવારની પહેલા શારીરિક દોડની પરીક્ષા લેવાશે.

શારીરિક પરીક્ષા માટેની કેટલીક મહત્વની માહિતી

PSI અને LRD બંનેમાં માર્કસ અલગ મળશે
દોડના સમયના આધારે ઉમેદવારને માર્કસ મળશે
PSIમાં 50માંથી અને LRDમાં 25માંથી ગુણ અપાશે
પુરુષ અને મહિલા ઉમેદવારના શારીરિક પરીક્ષાના માપદંડ અલગ હશે
શારીરિક માપની પરીક્ષામાં પાસ થનારા ઉમેદવારો જ લેખિત પરીક્ષા આપી શકશે

આગામી ડિસેમ્બર-જાન્યુઆરીમાં પોલીસ કોન્સ્ટેબલ અને PSIની પરીક્ષા યોજાનાર છે.જેના માટે ધોરાજીમાં ભરતી કેમ્પ યોજી ફ્રીમાં યુવક-યુવતીઓને તાલીમ આપવામાં આવી રહી છે.છેલ્લા 20 દિવસથી ધોરાજીમાં નોલેજ સોસાયટી દ્વારા ફ્રીમા ફિઝીકલ ટ્રેનિંગ તેમજ થિયરી માટેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.પરીક્ષા માટેના ફોર્મ ભરનાર ઉમેદવારોને ધોરાજી-પોરબંદર હાઇવે પર આવેલ ગ્રાઉન્ડમાં તૈયારી કરાવાય છે.સમાજના આગેવાનોની મદદથી હાલ 150 જેલટા યુવક-યુવતીઓ તાલીમ લઈ રહ્યા છે.જેમાં થિયરીની તૈયાર માટે હોસ્ટેલમાં વ્યવસ્થા કરવામાં આવી છે.

ગાંધીનગરમાં કોનું રાજ ? આવતીકાલે ફેંસલો
અમેરિકા:રાષ્ટ્રપતિ જો બાઈડનની સુરક્ષામાં રહેલા 150થી વધુ સુરક્ષા કર્મચારીઓ કોરોના પોઝિટિવ
સુરત હજીરા સ્થિત નફ્ફટ AMNS કંપનીને સરકારી જમીનમાં દબાણ કરવા મુદ્દે 18 કરોડનો દંડ ફટકારાયો !
વીર નર્મદ સાઉથ ગુજ. યુનિ.ના ૫૧માં પદવીદાન સમારોહમાં કપિલ દેવ હાજર રહ્યા
કોંગ્રેસમાં કકળાટ! NSUIના કાર્યકરોએ ભરતસિંહ સોલંકીનો કર્યો ઉગ્ર વિરોધ,પક્ષના કાર્યાલયમાં કરી તોડફોડ
Share This Article
Facebook Email Print
Previous Article ગોધરાકાંડમાં ટ્રેનનો ડબ્બો સળગાવનાર આરોપી હાજી બિલાલનું સજા દરમિયાન થયુ મોત
Next Article ગુજરાતના શિક્ષણ નગરીની કલંકિત ઘટના, પ્રોફેસર વીડિયો કોલ પર નગ્ન થઈ ગયો..
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up