નવી દિલ્હી : તા.21 મે 2022 શનિવાર : 1991નુ વર્ષ ભારત માટે ખૂબ ઉથલ પાથલ ભર્યુ રહ્યુ હતુ.મે મહિનામાં દેશમાં સામાન્ય ચૂંટણી થઈ રહી હતી.લગભગ અડધી બેઠક પર મતદાન થઈ ચૂક્યુ હતુ.પછી 21 મે ના દિવસે થયેલી એ ઘટનાએ ઘણુ બધુ બદલી દીધુ.આ દિવસે તમિલનાડુમાં રાજીવ ગાંધીની એક આત્મઘાતી બોમ્બ બ્લાસ્ટમાં મોત નીપજ્યુ હતુ.29 વર્ષ બાદ પણ આ ઘટના ચર્ચાનો વિષય છે પરંતુ ઓછા લોકો જાણે છે કે 1986માં અમેરિકી ગુપ્ત એજન્સી CIAએ ઈન્ડિયા આફ્ટર રાજીવ…નામની એક રિપોર્ટ તૈયાર કરી હતી જેમાં એ પૂર્વાનુમાન લગાવાયુ હતુ કે રાજીવ ગાંધીની હત્યા થઈ જશે.
23 પાનાનો રિપોર્ટ ચાર વર્ષ પહેલા જ સીઆઈએ એ આ રિપોર્ટને ડિક્લાસિફાઈડ એટલે કે સાર્વજનિક રીતે ઉપલબ્ધ કરાવ્યુ છે.23 પાનાના આ રિપોર્ટના તમામ ભાગને જાહેર કરાયા નથી.આ રિપોર્ટને જાન્યુઆરી 1986 સુધી પ્રાપ્ત કરવામાં આવેલી જાણકારીઓના આધારે બનાવાયુ હતુ.રિપોર્ટની શરૂઆતમાં જ સ્પષ્ટ રીતે એ લખવામાં આવ્યુ હતુ કે વડાપ્રધાન રાજીવ ગાંધી 1989માં પોતાના કાર્યકાળ ખતમ થવા પહેલા હત્યાના પ્રયાસનો સામનો કરશે.