દેશભરમાં લૉકડાઉન વચ્ચે લોકો પોતપોતાની જિંદગી નોર્મલ કરવાની કોશિશ કરી રહ્યા છે.લૉકડાઉનની આ અવધીમાં રમજાનનો પાક મહિનો પણ આવી ગોય છે.ગત વર્ષના મુકાબલે આ વર્ષે રમજાન મહિનાની ચમક બહુ ઓછીછે, પરંતુ અલ્લાહની ઈબાદત કરવામાં કોઈપણ પ્રકારની કમી આવી નથી. રમજાનના મહિનામાં જમાત ઉલ વિદાનું ખાસ મહત્વ છે. વર્ષ 2020માં જમાત ઉલ વિદા 22 મેના રોજ પડી રહ્યું છે.તો આવી જાણીએ તેનું મહત્વ શું છે.
જુમેની નમાજ ખાસ હોય
ઈસ્લામ ધર્મ માનનારા લોકો માટે જુમેની નમાજ બહુ મહત્વની હોય ચે.માનવામાં આવે છે કે આ દિવસ ખુદાના ફરિશ્તા શ્રદ્ધાળુની ફરિયાદ સાંભળે છે. આ કારણે રમજાન મહિનામાં પડતા અંતિમ શુક્રવારની ખાસ મહત્વ વધી જાય છે.લોકો માને છે કે આ દિવસે બધા જ ગુના માફ થઈ જાય છે અને અલ્લાહના આશિર્વાદ મળે છે.
જમાત-ઉલ વિદાનો મતલબ શું?
જમાત-ઉલ-વિદા અરબી શબ્દ છે.જેનો મલબ છે જુમે (શુક્રવાર)ની વિદાય. રમજાન મહિનાના આખરી શુક્રવારે અરબીમાં અલ-જુમૂહ-અલ-યદીમ અને ઉર્દૂમાં અલવિદા જુમા પણ કહેવાય છે.
જમાત ઉલ વિદાનું મહત્વ
જુમેના દિવેસ થનાર આવા પ્રકારની ધાર્મિક સભાનો ઉલ્લેખ કુરાનમાં પણ મળે છે.આ દિવસે નાની મોટી દરેક મસ્જિદમાં મુસલમાનોની ભારે ભીડ જોવા મળે છે.રમજાન દરમિયાન લોકો પાંચ સમયની નમાજ પઢે છે,પરંતુ આખરી જુમેની નમાજ માટે તેઓ ઘણા ઉત્સાહિત રહે છે.
જુમા કેમ ખાસ છે
ઈસ્લામ ધર્મમાં શુક્રવારના દિવસને પવિત્ર માનવામાં આવ્યો છે.એવી આસ્થા છે કે આ દિવસે માંગવામાં આવેલી દરેક મુરાદ પૂરી થાય છે.શુક્રવારના દિવસે કરાયેલ દાન-ધર્મનું પુણ્ય પણ બીજા દિવસના મુકાબલે વધુ હોય છે.લોકો આ દિવસે જરૂરતમંજોની ખાસ રીતે મદદ કરે છે.માન્યતા છે કે આ દિવસે તેમને ખુદા સાથે જોડાવવાનો મોકો મળે છે માટે તેઓ વધુમાં વધુ સમય અકીદતમાં વિતાવે છે અને અલ્લાહને યાદ કરી પ્રગતિની દુવા માંગે છે.