નવી દિલ્હી,તા.02 ફેબ્રુઆરી 2023,ગુરૂવાર : ભારતીય રિઝર્વ બેંકે દેશની બેંકો પાસેથી અદાણી ગ્રુપમાં તેમના સંપર્ક વિશે માહિતી માંગી છે.સરકાર અને બેન્કિંગ સેક્ટરના સૂત્રોને ટાંકીને કેન્દ્રીય બેંકે વિવિધ સ્થાનિક બેંકોને અદાણી ગ્રૂપમાં તેમના રોકાણ અને લોન અંગે માહિતી આપવા જણાવ્યું છે.હાલમાં ચલણમાં રહેલા અદાણી ગ્રુપના શેરમાં વોલેટાલિટી બાદ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ આ પગલું ભર્યું છે.અદાણી ગ્રુપે આગલા દિવસે પોતાનો એફપીઓ પાછો ખેંચી લીધો હતો.ગુરુવારે સવારે શેરબજાર ખુલ્યા બાદ અદાણી ગ્રુપના શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે.
એવું માનવામાં આવે છે કે અદાણીના શેરમાં નવી વોલેટાલિટીના માહોલ વચ્ચે બેન્કોની આર્થિક સ્થિતિ સારી રહે તે માટે સેન્ટ્રલ બેન્ક વિવિધ બેન્કો પાસેથી અદાણી ગ્રૂપમાં તેમણે આપેલી લોન અને રોકાણ અંગેની માહિતી લેવા માગે છે.અદાણી ગ્રુપ પર હિંડનબર્ગનો રિપોર્ટ સાર્વજનિક થયા બાદ કંપનીના શેરમાં ભારે ઘટાડો નોંધાયો છે.આ દરમિયાન અદાણી ગ્રુપે પણ પોતાનો એફપીઓ પરત લેવાનો નિર્ણય કર્યો છે.