મુંબઈ : વર્ષ 2022ના મધ્યાહન સુધી બોક્સ ઓફિસ પર બોલિવૂડ ફિલ્મોથી વધારે સાઉથ ઈન્ડિયન ફિલ્મો છવાયેલી રહી છે અને ઓડિયન્સના દિલો-દિમાગ પર સાઉથ ઈન્ડિયન ફિલ્મોની પોઝિટિવ અસર પ્રવર્તી રહી છે.પબ્લિક ઓપિનિયનને રજુ કરતાં અને સૌથી વધુ ઓથેન્ટિક ગણતા IMDb પ્લેટફોર્મ દ્વારા છેલ્લા 6 મહિનામાં રિલીઝ થયેલી ફિલ્મોમાંથી ટોપ 10 રેન્કિંગ મેળવનારી ફિલ્મોનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે અને તેમાં પીઢ અભિનેતા કમલ હાસનની ફિલ્મ ‘વિક્રમ-હિટલિસ્ટ’એ બાઝી મારી છે.
જયારે સુપરસ્ટાર યશની ફિલ્મ ‘કેજીએફ ચેપ્ટર 2’અને બહુચર્ચિત ફિલ્મ‘ધ કાશ્મીર ફાઈલ્સ’અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને છે.આ રેન્કિંગ જાન્યુઆરી 2022થી જુલાઈ 2022 વચ્ચે રિલીઝ થયેલી ફિલ્મો પર બેઝડ છે.બોક્સ ઓફિસના લગભગ તમામ રેકોર્ડ તોડીને રૂપિયા 1200 કરોડથી વધુની કમાણી કરનાર રાજામૌલિ દિગ્દર્શિત ફિલ્મ‘RRR’આ લિસ્ટમાં પાંચમા ક્રમે છે.ઓડિયન્સને ટિકિટ બારી સુધી ખેંચી જવામાં નિષ્ફ્ળ ગયેલી અક્ષય કુમારની‘સમ્રાટ પૃથ્વીરાજ’ને પણ ઓડિયન્સે પોઝિટિવ રિવ્યૂથી વધાવી છે અને ટોપ 10 રેન્કિંગમાં આ ફિલ્મને દસમું સ્થાન મળ્યું છે.


