– ભારતીય મજૂર સંઘ લેબર લૉમાં થયેલા ફેરફાર સામે સરકાર વિરુદ્ધ આંદોલન કરશે
નવી દિલ્હી : રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ (આરએસએસ) સાથે જોડાયેલા મજૂર સંગઠન ‘ભારતીય મજૂર સંઘ’એ 20 મેના રોજ દેશભરમાં પ્રદર્શન કરવાની ચેતવણી આપી છે.મજૂર સંઘે જણાવ્યું છે કે,તેઓ ગુજરાત, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશની સાથે રાજસ્થાન,ગોવા,ઓડિશા અને મહારાષ્ટ્રમાં બદલવામાં આવેલા લેબર લૉની જોગવાઈઓની વિરુદ્ધ આંદોલન કરશે.
ગુજરાત,મધ્ય પ્રદેશ,ગોવા અને ઉત્તર પ્રદેશમાં ભાજપની સરકાર છે જ્યારે રાજસ્થાન,મહારાષ્ટ્રમાં કોંગ્રેસની સરકાર છે.ભારતીય મજૂર સંઘ (બીએેમએસ)એ જણાવ્યું છે કે,આ રાજ્ય સરકારોએ મજૂર કાયદાનું ઉલ્લંઘન કર્યું છે અને આ મજૂરોના લોકતાંત્રિક અધિકારોનું પણ ઉલ્લંઘનનો મામલો છે.આ ફેરફારથી મજૂરો પર કામનું દબાણ વધશે.મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશની સરકારોએ પહેલા જ મજૂર કાયદાની જોગવાઈઓને ત્રણ વર્ષ માટે બદલવા માટે પગલા લીધા છે.જે અંતર્ગત હવે મજૂરોના કામના કલાક 8થી વધારીને 12 કલાક કરવામાં આવ્યા છે.મજૂર સંઘના પ્રમુખ વિરજેશ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, આવી રીતે મજૂરોના અધિકારોના કાયદામાં ફેરફાર અંગે પહેલા કયારેય સાંભળ્યું નથી અને આવું તો બિન-લોકશાહી દેશમાં પણ જોવા મળતું નથી.લેબર યુનિયનોની ફરિયાદ છે કે આવી રીતે જૂના કાયદામાં ફેરફાર કરવાથી મજૂરોને મળનારી સુરક્ષામાં ઘટાડો થશે.

