અમદાવાદ : આરટીઈની ઓનલાઈન કેન્દ્રિય પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત પ્રથમ રાઉન્ડ બાદ ખાલી પડેલી બેઠકો માટે ૧૨મી મેથી બીજો રાઉન્ડ શરૃ કરાશે.આ રાઉન્ડમાં વાલીઓ નવી ચોઈસ આપી શકશે અને અગાઉની ચોઈસ બદલી પણ શકશે.૧૪મી સુધીમાં વાલીએ સ્કૂલ પસંદગી કરવાની રહેશે.
ખાનગી સ્કૂલોમાં ધો.૧માં ૨૫ ટકા બેઠકો મુજબ આ વર્ષે ૯૫૦૦ જેટલી સ્કૂલોની ૭૧૪૧૫ બેઠકો છે.જેની સામે આ વર્ષે ૧૭૬૪૧૪ અરજીઓ માન્ય થઈ હતી.પ્રથમ રાઉન્ડમાં ૬૪૪૫૬ બેઠકો પર પ્રવેશ ફાળવાયો હતો જ્યારે બાકીની બેઠકો પસંદગીના અભાવે ખાલી રહી હતી.પ્રથમ રાઉન્ડમાં ફાળવાયેલી આ બેઠકોમાંથી ૫૩૩૮૭ બેઠકો પર પ્રવેશ કન્ફર્મ થયો હતો.આમ ફાળવાયેલી બેઠકોમાંથી ૧૧ હજારથી વધુ બેઠકો ખાલી રહી હતી અને અગાઉની ખાલી બેઠકો સહિત હાલ ૧૮૦૨૮ બેઠકો ખાલી છે.
જેમાં સૌથી વધુ અંગ્રેજી માધ્યમની બેઠકો છે.આ બેઠકો માટે સરકારના પ્રાથમિક શિક્ષણ વિભાગે બીજો ઓનલાઈન રાઉન્ડ જાહેર કર્યો છે.જેમાં ૧૨થી૧૪ મે સુધી વાલીએ સ્કૂલ પસંદગી કરવાની રહેશે.વાલી અગાઉ આપેલી ચોઈસ બદલી શકશે અને નવી સ્કૂલ પસંદગી કરી પણ શકશે. બીજા રાઉન્ડના પ્રવેશ ફાળવણીની તારીખ હજુ સુધી જાહેર કરાઈ નથી.