રશિયાના વિપક્ષી નેતા અને રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતીનના વિરોધી એલેક્સી નવલનીની હાલત ગંભીર છે અને તેમને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે.તેમના એક પ્રવક્તાએ જણાવ્યુ હતું કે,વિમાન યાત્રા દરમિયાન તેમની ચામાં કોઈએ ઝેર ભેળવી દીધુ હતું.નવલની કોઈ કામથી સાઈબેરિયા ગયા હતા.જ્યાંથી તેઓ મોસ્કો પાછા આવી રહ્યા હતા.મીડિયા રિપોર્ટ મુજબ જોઈએ તો,અચાનક તેમની તબિયત ખરાબ થઈ હતી.જેના કારણે ફ્લાઈટને ઈમરજન્સી લેન્ડીંગ કરાવ્યુ પડ્યુ હતું.
કોમામાં છે નવલની
નવલનીના પ્રવક્તા કીરા યારમ્યશે જાણકારી આપતા ટ્વીટ કર્યુ હતું.તેમણે લખ્યુ છે કે,નવલનીનો જીવ ખતરામાં છે.તેમણે એવી પણ જાણકારી આપી હતી કે,તેઓ કોમામાં જતા રહ્યા છે.ડોક્ટર્સના જણાવ્યા પ્રમાણે ચામાં ઝેર ભેળવી દેતા તે શરીરમાં ખૂબ ઝડપી ફેલાયુ છે.આ તમામની વચ્ચે પોલીસની એક ટીમ પણ હોસ્પિટલમાં પહોંચી છે.નવલનીને અતિ ઘાતક ઝેર આપવામાં આવ્યુ છે. જેઓ હાલ આઈસીયુમાં ભરતી છે.
વિમાનમાં કરવા લાગ્યા ઉલ્ટી
નવલનીના પ્રવક્તાએ કહ્યુ હતું કે,તેઓ સવારે ચા પીવે છે.ત્યારે તેમની ચામાં ઝેર ભેળવી દેવામાં આવ્યું.તેમણે જણાવ્યુ હતું કે,વિમાનમાં તેઓ ઉલ્ટીઓ કરવા લાગ્યા હતા.જે બાદ વિમાનને ઈમરજન્સીમાં લેન્ડીંગ કરાવવુ પડ્યુ હતું.