નવી દિલ્હી, તા. 03 મે 2022 મંગળવાર : IPLમાં સોમવારે થયેલી મેચમાં કલકત્તા નાઈટ રાઈડર્સએ રાજસ્થાન રોયલ્સને માત આપી.કલકત્તાને સતત મળી રહેલી હાર બાદ આ જીત નસીબ થઈ છે.મેચ જ્યારે ખતમ થવાની નજીક હતી, તે દરમિયાન એક વિવાદ પણ થયો.રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસન અમ્પાયરના નિર્ણયોથી નારાજ દેખાયા અને વારંવાર ફરિયાદ કરવા પહોંચ્યા.કલકત્તા નાઈટ રાઈડર્સની ઈનિંગ દરમિયાન લગભગ ત્રણ-ચાર વખત આવુ થયુ, જ્યારે અમ્પાયરે વાઈડ બોલ કરાર આપ્યો અને સંજુ સેમસન નારાજ થઈ ગયા. સંજુએ વારંવાર અમ્પાયરના નિર્ણય પર નારાજગી વ્યક્ત કરી અને છેલ્લે અમ્પાયર પાસે જ પ્રશ્ન કરવા પહોંચ્યા.સૌથી વધારે એવુ પ્રસિદ્ધ કૃષ્ણાની ઓવરમાં થયુ.19મી ઓવરમાં જ્યારે રિંકુ સિંહ બેટિંગ કરી રહ્યા હતા, તે સમયે ઓવરનો ત્રીજો બોલ વાઈડ કરાર આપ્યો.રિંકુ સિંહ સામાન્યથી હટીને રમી રહ્યા હતા તો પ્રસિદ્ધ કૃષ્ણાએ બોલ તેમના દૂર ફેંક્યો જે વાઈડ થયો.જે બાદ ઓવરનો ચોથો બોલ પણ વાઈડ આપવામાં આવ્યો.આ શોર્ટ બોલ હતો અને રિંકુ સિંહએ આને રમવાનુ વિચાર્યુ પરંતુ અમ્પાયરે વાઈડ આપ્યો.બોલ બેટની નજીકથી નીકળ્યો હતો.એવામાં સંજુ સેમસને અમ્પાયરના નિર્ણય પર નારાજગી વ્યક્ત કરી અને રિવ્યૂ પણ લઈ લીધો. જોકે તે બાદમાં નોટઆઉટ નીકળ્યો.