– પરમબીર સિંહની અરજી પર સુનાવણીનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કર્યો છે.કોર્ટે કહ્યું કે આરોપ ગંભીર છે પરંતુ પહેલા હાઈકોર્ટમાં જાઓ
– મુંબઈ પોલીસ કમિશનર પરમબીરની અરજી પર સુપ્રીમ કોર્ટે સુનાવણીમાં કહ્યું છે કે આ આરોપ ગંભીર છે પરંતુ આ મામલે સુનાવણી સુપ્રીમ કોર્ટ કેમ કરે? હાઇકોર્ટ કેમ નહીં?
સુપ્રીમકોર્ટે પરમબીર સિંહને પૂછ્યું હાઈકોર્ટના બદલે સુપ્રીમકોર્ટમાં કેમ અરજી કરી?
જે બાદ પાટિલના વકીલે પણ કહ્યું કે આ મામલે સુનાવણી હાઇકોર્ટમાં કરવી જોઈએ.જે બાદ સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે આ મામલામાં તમે આરોપ લગાવી રહ્યા છો, મંત્રી જુદા આરોપ લગાવી રહ્યા છે.આ મામલે હાઇકોર્ટ સુનાવણી કેમ ન કરી શકે? અમે માનીએ છીએ કે મામલો ખૂબ ગંભીર છે અને આ મામલે સુનાવણી હાઇકોર્ટ કરી શકે છે.તમારી જે માંગ છે તે હાઇકોર્ટની સામે જઈને મૂકો.આ મુદ્દે મુકુલ રોહતગીએ કહ્યું છે કે અમે હાઇકોર્ટમાં આજે જ અરજી કરીશું
ફડણવીસ સરકાર પર આક્રામક
બીજી તરફ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસ છેલ્લા કેટલાક દિવસથી ઠાકરે સરકાર પર આ મુદ્દા પર આક્રમક છે અને હુમલાઑ કરી રહ્યા છે ત્યારે આજે તેમણે રાજ્યના રાજ્યપાલ સાથે મુલાકાત કરી હતી.મુલાકાત બાદ તેમણે કહ્યું કે સચિવ વાઝે અને વસૂલી કેસમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે ચૂપ છે,એક શબ્દ પણ બોલી નથી રહ્યા.શરદ પવારે બે બે વાર વાતને છૂપવવાના પ્રયત્નો કર્યા પણ આ સરકાર મહાવિકાસ આઘાડી નહીં મહાવસૂલી આઘાડી સરકાર છે.

