સંયુક્ત રાષ્ટ્ર : કેન્દ્ર સરકારે તમામ વિભાગોને કર્મચારીઓના પ્રમોશન અંગેની અનામત પોલિસીનો અમલ કરતા પહેલાં અનુસૂચિત જાતિ (SCs) અને અનુસૂચિત જનજાતિ (STs)ના અપૂરતા પ્રતિનિધિત્વ અંગેનો ડેટા એકત્ર કરવા જણાવ્યું છે.વિવિધ વિભાગોને પ્રમોશન માટેના અધિકારીઓની યોગ્યતાનું સાવચેતીપૂર્વક મૂલ્યાંકન કરવાનો નિર્દેશ પણ અપાયો છે.ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનેલ એન્ડ ટ્રેનિંગ (DoPT)એ એક આદેશમાં સુપ્રીમ કોર્ટે જાન્યુઆરીમાં આપેલા ચુકાદાને ટાંકીને પ્રમોશનમાં અનામતની પોલિસીનો અમલ કરવા જણાવ્યું હતું. જેમાં અનુસૂચિત જાતિ (SCs) અને અનુસૂચિત જનજાતિ (STs)ના અપૂરતા પ્રતિનિધિત્વ અંગેનો ડેટા એકત્ર કરવા સહિતની બાબતોનો સમાવેશ થાય છે.DoPTના જણાવ્યા અનુસાર અત્યારે આ ચુકાદો તર્કસંગત છે.વિભાગના જણાવ્યા અનુસાર “તમામ મંત્રાલયો કે વિભાગોએ પ્રમોશન અંગે અનામતની પોલિસીના અમલ અને તેના આધારે કોઇ પણ પ્રમોશન આપતા પહેલાં ઉપરોક્ત શરતોનું પાલન કરવું જરૂરી છે.”
કેન્દ્રએ મંગળવારે જારી કરેલા આદેશમાં જણાવ્યું હતું કે, વહીવટમાં કાર્યક્ષમતા નિશ્ચિત કરવા ડીપીસી (ડિપાર્ટમેન્ટલ પ્રમોશન કમિટી)એ પ્રમોશન માટે વિચારણા હેઠળના અધિકારીઓની યોગ્યતાનું સાવચેતીપૂર્વક મૂલ્યાંકન કરવાનું રહેશે.ધ સેન્ટ્રલ સેક્રેટેરિયેટ સર્વિસ (CSS) ફોરમે જાન્યુઆરીમાં DoPTને તેના સભ્યોના લાંબા સમયથી અટકેલા પ્રમોશન્સની તાત્કાલિક ફાળવણી માટે વિનંતી કરી હતી.


