નવી દિલ્હી: દેશમાં ગધેડાને વિલુપ્ત થનારા જાનવરોની યાદીમાં રાખવામાં આવ્યા છે.જો જલદી ગધેડાની સંખ્યામાં વધારો ન થયો તો અનેક રાજ્યમાંથી આ જાનવર સંપૂર્ણ રીતે લુપ્ત થઈ શકે છે.ગધેડાની સંખ્યા ઓછી થવા પાછળ એક કારણ તેમના માંસ માટે થતી હત્યા છે. Food Safety and Standards Authority of India (FSSAI) ના જણાવ્યાં મુજબ ગધેડા ફૂડ એનીમલ તરીકે રજિસ્ટર્ડ નથી.તેમના મારવું ગેરકાયદેસર છે.
આંધ્ર પ્રદેશમાં ગધેડા વિલુપ્ત થવાની કગારે પહોંચી ગયા છે.અહીં ગધેડાઓને મારીને તેમના અવશેષો નહેરમાં ફેંકવામાં આવી રહ્યા છે.તેનાથી લોકોના સ્વાસ્થ્ય માટે જોખમ પેદા થયું છે.બજારમાં ગધેડાનું માંસ લગભગ 600 રૂપિયે કિલો વેચાય છે. મીટ વેચનારા એક ગધેડાને ખરીદવા માટે 15થી 20 હજાર રૂપિયા પણ આપે છે.આવામાં માંસ માટે ગધેડાની આડેધડ હત્યા થાય છે.જેના પર રોક લગાવવી રાજ્ય સરકાર માટે એક મોટો પડકાર બની ગયો છે.
ભારતમાં ગધેડાના માંસનો ઉપયોગ અનેક લોકો ભોજનમાં કર છે.આંધ્ર પ્રદેશમાં ગધેડાના માંસને લઈને અનેક માન્યતા છે.લોકોને લાગે છે કે ગધેડાનું માંસ અનેક સમસ્યાઓને દૂર કરે છે.તેઓ માને છે કે ગધેડાનું માંસ ખાવાથી શ્વાસની બીમારી દૂર થાય છે.તેમને એવો પણ વિશ્વાસ છે કે ગધેડાનું માંસ ખાવાથી સેક્સ પાવર વધે છે.આ ધારણાઓને કારણે લોકો ગધેડાનું માંસ ભોજનમાં ઉપયોગમાં લે છે.આંધ્ર પ્રદેશના પશ્ચિમ ગોદાવરી સહિત અનેક જિલ્લાઓમાં ગધેડાની હત્યા થઈ રહી છે.જેમાં કૃષ્ણા, પ્રકાશમ,અને ગૂંટુર સહિત અનેક વિસ્તારો સામેલ છે.અહીં તેના માંસનો વપરાશ ઝડપથી વધી રહ્યો છે.
એક્સપર્ટનું માનવું છે કે ગધેડાના અસ્તિત્વ પર જોખમ છે.રાજ્યમાંથી ગધેડા લગભગ ગાયબ થઈ ગયા છે.તેમને પશુ ક્રૂરતા નિવારણ એક્ટ 1960ના નિયમો મુજબ ગેરકાયદેસર રીતે મારવામાં આવી રહ્યા છે. 2019માં આંધ્ર પ્રદેશમાં ગધેડાની વસ્તી લગભગ 5000 રહી ગઈ હતી.

