– સુરતમાં અલગ અલગ જગ્યાએ કરવામાં આવેલ રેડ સંદર્ભે એડીશનલ પોલીસ કમિશ્નરે આપી માહિતી
– DCB દ્વારા 25 સ્થળો એ રેડ કરાઇ હતી, 600 કરોડ ના ઇનપુટ ક્રેડિટ ધ્યાને આવ્યા હતા
– કર્ણાટક મહારાષ્ટ્ર એ પણ ફેલ બિલિંગ નેટવર્ક છે એનો પ્રદફાસ્ત કરાશે, બે આરોપીની ધરપકડ
સુરત : સુરત પોલીસ દ્વારા ગુજરાત રાજ્ય પોલીસ સાથે મળી 3 નવેમ્બરના રોજ અમદાવાદ,રાજકોટ,સુરત સહિત છ શહેરોમાં રેડ જીએસટી કોભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો.જેમાં 33 ખોટી પેઢી ઊભી કરી 1200 કરોડનું ટર્ન ઓવર બતાવી કરોડો રૂપિયાનું ઇનપુટ ટેકસ ક્રેડિટ મેળવ્યું હોવાનું સામે આવ્યું હતું.આ કૌભાંડની તપાસ દરમ્યાન સુરત પોલીસ ઇકોનોમિક ઓફેન્સ વિંગ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગતરોજ વધુ 25 જગ્યાએ રેડ કરતા આ મામલામાં વધુ 3000 કરોડનું ટર્નઓવર સામે આવ્યું છે જેમાં 600 કરોડથી વધારે ઇનપુટ ટેકસ ક્રેડિટ મેળવી કૌભાંડ આચર્યું હોવાનું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે.સાથે જ પોલીસે વધુ બે આરોપીની ધરપકડ કરી છે.
ગત મહિના સુરત શહેર ઇકો સેલ, ક્રાઈમ બ્રાન્ચ ,સાયબર સેલ, અને એસઓજીની ટીમ દ્વારા ઓપરેશન જીએસટી અંતર્ગત ગુજરાતના છ શહેરોમાં રેડ કરી કરોડો રૂપિયાના જીએસટી ટ્રાન્જેક્શન કૌભાંડને ઝડપી પાડવામાં આવ્યું હતું.જ્યાં પોલીસ તપાસમા 33 નકલી કંપનીઓ ઉભી કરી ખોટા બિલ નનાવી 1200 કરોડ જેટલું ટર્ન ઓવર બતાવી કરોડોનું જીએસટી ઇનપુટ ટેકસ ક્રેડિટ મેળવ્યું હોવાનું સામે આવ્યું હતું.જ્યાં આ મામલે 19 ઓક્ટોમ્બર ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.
સુરત શહેર ઈકોનોમિક ઓફેન્સ સેલ અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા GST કૌભાંડ બાબતે તપાસ હાથ ધરતા સુરત શહેરમાં ગઈકાલે વધુ 25 જગ્યાએ રેડ કરવામાં આવી હતી. જેમાંથી 23 જગ્યાએ ખોટા પુરાવાઓ આપી નકલી પેઢી ઉભી કરાઈ હોવાનું સામે આવ્યું હતું.મળી આવેલા પુરાવાને આધારે તપાસ કરતા સાત જગ્યાએ રેસીડેન્સી તો પાંચ જેટલી જગ્યાએ ટેલર અને નાઈની દુકાનના વ્યવસાય હોવાનું સામે આવ્યો હતો.તો બીજી તરફ પોલીસ તપાસમાં આ નકલી કંપનીઓ દ્વારા અત્યાર સુધીમાં 3000 કરોડનું ટર્નઓવર કરાયાનું સામે આવ્યો હતું અને જેમાં 600 કરોડથી વધારે ઇનપુટ ટેકસ ક્રેડિટ મેળવ્યો હોવાનું પોલસે જણાવ્યું હતું.હાલ પોલીસે આ તપાસમાં વધુ બે આરોપીની ધરપકડ કરી છે.પોલીસના જણાવ્યા મુજબ આ કૌભાંડ ફક્ત સુરત અને ગુજરાત નહીં પરંતુ કર્ણાટક,મહારાષ્ટ્ર,સહિતના અન્ય છ રાજ્યમાં પણ ફેલાયો હોવાનું સામે આવ્યું છે.
અગાઉ 14 લોકોની ઘરપકડ કરવામાં આવી હતી
સુરત શહેર ઇકો સેલ, ક્રાઈમ બ્રાન્ચ ,સાયબર સેલ, અને એસઓજીની ટીમ દ્વારા ગુજરાતના છ શહેરોમાં રેડ કરી કરોડો રૂપિયાના જીએસટી ટ્રાન્જેક્શન કૌભાંડને ઝડપી લઇ 21 નકલી કંપનીઓ ઉભી કરી ખોટા બિલના આધારે રૂપિયાની ઉચાપત કરવાની ઘટનામાં 12 વ્યક્તિઓની ધરપકડ કરી હતી.અને ત્યાર બાદ કરોડના આ GST કૌભાંડમાં વધુ બેની ધરપકડ કરાઈ હતી આ અગાઉ ગુન્હામાં સામેલ 12 વ્યક્તિઓની પોલીસે ઘરપકડ કરી જેમની તપાસ દરમ્યાન તપાસ કરતા વધુ બે લોકોની સંડોવણી સામે આવી હતી.જેથી પોલીસે જુનાગઢના સલીમ રવાણી અને ભાવનગરના આનંદ જયંતિ પરમારને પકડી પાડી બંનેની પૂછપરછ હાથ ધરી હતી.પોલીસે ૧૪ આરોપીઓની ઘરપકડ કરી બેન્ક એકાઉન્ટ સિઝડ કરવાની સાથે 16 લેપટોપ, 25 મોબાઈલ, 2,12,400 રૂપિયા, 3 CPU, 2 હાર્ડ ડિસ્ક, 3 ચેકબુક, 18 ચેક, ડેબિટ અને ક્રેડિટ કાર્ડ 9, 6 પાનકાર્ડ, 69 સ્ટેમ્પ કબ્જે કરાયા છે.અને તમામ ના ૪ દિવસના રિમાન્ડ મેળવ્યા છે.જો કે આ આખો કૌભાંડ ના મુખ્ય સૂત્રધાર ને પકડી પાડવા પોલીસે કવાયત હાથ ધરી હતી.
જીએસટી લાઇસન્સ મેળવવા ટોરેન્ટ પાવર લિમિટેડ કંપની તથા ડીજીવીસીએલના લાઈટ બિલ રજૂ કરાયા હતા
કેટલીક વ્યક્તિઓ બનાવટી દસ્તાવેજો થી પેઢીઓ અને કંપનીઓના નામે જીએસટી લાયસન્સ મેળવીને બેંકમાં એકાઉન્ટ ખોલાવતા હતા અને ગેરકાયદેસર ધંધો કરી કાયદા મુજબ ટેક્સ ક્રેડિટ મેળવવાના ખોટા બીલ રજૂ કરી બેન્ક એકાઉન્ટ થકી મોટા નાણાકીય ટ્રાન્જેક્શન કરીને આર્થિક ઉચાપત કરી રહ્યા છે. જેથી પોલીસે ઓપરેશન GST હાથ ઘરી ડમી પેઢીઓ ડમી વ્યક્તિઓના નામે ખોલાવનાર ઇસમો તથા કાવતરામાં સામેલ વ્યક્તિઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.પોલીસે આ કંપનીઓની તપાસ કરી જીએસટી લાઇસન્સ મેળવવા રજૂ કરેલા પુરાવામાં ટોરેન્ટ પાવર લિમિટેડ કંપની તથા ડીજીવીસીએલના લાઈટ બિલ હોવાને કારણે ત્યાં તપાસ કરતાં આ પ્રકારના કસ્ટમર આઈડી કંપની દ્વારા ઈસુ કરાયા જ નથી તેવું સામે આવ્યું હતું.પોલીસે આ મામલે રજીસ્ટર આઇડી આધાર કાર્ડ વગેરે વ્યક્તિઓને શોધીને મળતા ખબર પડી હતી કે તેમના નામના બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરી આ સમગ્ર કૌભાંડ આચરવામાં આવ્યું છે.

