By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: SSR Death Case: બોલિવૂડ ડ્રગ કનેક્શનને લઈને NCBની મોટી કાર્યવાહી, મુંબઈ અને ગોવામાં દરોડાં
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > SSR Death Case: બોલિવૂડ ડ્રગ કનેક્શનને લઈને NCBની મોટી કાર્યવાહી, મુંબઈ અને ગોવામાં દરોડાં
GeneralNational

SSR Death Case: બોલિવૂડ ડ્રગ કનેક્શનને લઈને NCBની મોટી કાર્યવાહી, મુંબઈ અને ગોવામાં દરોડાં

HM News
Last updated: 12/09/2020 5:24 AM
HM News
5 years ago
Share
SHARE

મુંબઈ: સુશાંતસિંહ રાજપુત મોત કેસની તપાસમાં ડ્રગ એંગલ સામે આવ્યા બાદ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ આજે સવારે મોટી કાર્યવાહી કરી છે.કહેવામાં આવી રહ્યું છે કે એનસીબીની ટીમોએ મુંબઈ અને ગોવામાં મોટા પ્રમાણમાં દરોડાં કાર્યવાહી કરી છે.એવા સમાચાર સામે આવ્યા છે કે ડ્રગ બોલિવૂડ કનેક્શન બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ અત્યાર સુધી ડ્રગ મામલે જે જે લોકોની પૂછપરછ કરી છે,તેમની પાસેથી આખા નેટવર્કની જાણકારી મેળવી છે. એનસીબીના સૂત્રોએ પહેલા જ એવી માહિતી આપી દીધી હતી કે આ મામલે મોટા માથાંઓનાં નામ સામે આવી શકે છે અને વધુ ધરપકડ થઈ શકે છે.

એનસીબીની આ મામલે ડ્રગ પેડલર ઝૈદ વિલાત્રા અને અબ્દેલ બાસિત પરિહારે NCBના અધિકારીઓને ડ્રગ આખા નેટવર્ક વિશે જાણકારી આપી હતી,જે બાદમાં આ કાર્યવાહી કરવામાં આવી છે.મુંબઈમાં જે દરોડાંની કાર્યવાહી કરવામાં આવી રહી છે તે ધરપકડ કરવામાં આવેલા ડ્રગ ડીલર અનુજ કેશવાનીની બાતમી બાદ કરવામાં આવી છે.જે છ જગ્યા પર દરોડાની કાર્યવાહી ચાલી રહી છે તેમાંથી મોટાભાગના ડ્રગ પેડલર છે.આ મામલે અત્યાર સુધી બે લોકોની ધરપકડ કરી દેવામાં આવી છે.અનુજ કેશવાનીની ધરપકડ રિયાનું ડગ કનેક્શન બહાર આવ્યું ત્યારે કરી લેવામાં આવી હતી.અનુજે પૂછપરછ દરમિયાન અનેક નામ આપ્યા છે.અનુજની ધરપકડ કૈઝાન ઇબ્રાહિમે આપેલી બાતમી બાત કરવામાં આવી હતી.

ઝૈદ અને બાસિતની પૂછપરછ બાદ શોવિકની ધરપકડ

નોંધનીય છે કે 23 વર્ષના અબ્દેલ બાસિત પરિહાર અને 21 વર્ષના આરોપી ઝૈદ વિલાત્રાની નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોની ટીમે પૂછપરછ કરી હતી.જે બાદમાં રિયા ચક્રવર્તીના ભાઈ શોવિક અને સુશાંતના હાઉસ મેનેજર સૈમ્યુઅલ મિરાનડાની કલાકો સુધી પૂછપરછ ચાલી હતી.પૂછપરછ દરમિયાન પુરાવા મળતા બંનેની ધરપકડ કરી લેવામાં આવી હતી.શોવિક બાદ રિયાની પણ પૂછપરછ બાદ ધરપકડ કરી લેવામાં આવી છે.આ તમામ લોકો પર ડ્રગની ડેરાફેરી અને ખરીદી કરવાનો આક્ષેપ છે.

જો બોલા વો કિયા…અનબિટેબલ મોદી
મીયાપુર નજીક અજાણ્યા વાહનની અડફેટે બાઇક સવાર યુવાનનું મોત
KGF Chapter 2નું Trailer રિલીઝ, ‘યશના જલવા સામે સંજય દત્તનો ખૂંખાર અંદાજ’
સરકાર બિન આવશ્યક વસ્તુઓ પર GST દર વધારશે નહીં
મુંબઈમાં ટ્રાવેલ એજન્સીના માલિકે પગાર ન ચુકવતા ,ગુસ્સે ભરાયેલા ડ્રાઈવરે સળગાવી દીધી ત્રણ કરોડની 5 બસો
Share This Article
Facebook Email Print
Previous Article રેવન્યુ વિભાના કયા નવ ક્લાસ વન અધિકારીની બદલીના ગુજરાત સરકારે આદેશ કર્યાં? જાણો કયા અધિકારીને ક્યાં કરાઈ બદલી
Next Article રાજ્યના 90 ટકા મોટા ગરબા આયોજકોએ ગરબા યોજવાની ના પાડી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up