By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: કોર્પોરેટ ઈન્ડિયાના ત્રિમાસિક પરિણામો, ડોલરના મૂલ્યમાં વધઘટ અને કોરોના વાઇરસની રસીનું વિતરણ વચ્ચે ફોરેન લિકવિડતી આધારિત બજારની ચાલ …!!!
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Business > કોર્પોરેટ ઈન્ડિયાના ત્રિમાસિક પરિણામો, ડોલરના મૂલ્યમાં વધઘટ અને કોરોના વાઇરસની રસીનું વિતરણ વચ્ચે ફોરેન લિકવિડતી આધારિત બજારની ચાલ …!!!
BusinessFeaturedNationalStock Market

કોર્પોરેટ ઈન્ડિયાના ત્રિમાસિક પરિણામો, ડોલરના મૂલ્યમાં વધઘટ અને કોરોના વાઇરસની રસીનું વિતરણ વચ્ચે ફોરેન લિકવિડતી આધારિત બજારની ચાલ …!!!

HM News
Last updated: 02/01/2021 2:49 PM
HM News
5 years ago
Share
SHARE

રોકાણકાર મિત્રો, આનંદ ને…!!!

મિત્રો, ગત સપ્તાહે ફોરેન ફંડોની ભારતીય શેરબજારમાં સતત ખરીદીએ સેન્સેક્સે ફરી ૪૭૯૮૦ પોઈન્ટની સપાટી અને નિફટી ફ્યુચરે ૧૪૦૭૩ પોઈન્ટની સપાટી બનાવી નવો રેકોર્ડ સર્જયો હતો. કોરોના સંક્રમણમાં ફરી વિશ્વભરમાં વધારો થઈ રહ્યાના અને યુ.કે. સહિતના દેશો સાથે વિમાન વ્યવહાર અનેક દેશોએ અટકાવ્યા સામે કોરોના વેક્સિનેશન પ્રોગ્રામ પણ વેગ પકડી રહ્યો હોઈ ફંડો આગામી દિવસોમાં ભારતમાં નાણા પ્રધાન નિર્મલા સીતારામન દ્વારા આ વખતે ભારતમાં અકલ્પનિય કેન્દ્રિય બજેટ રજૂ કરવાનો સંકેત આપી દેતાં પોઝિટીવ જોગવાઈઓની અપેક્ષા વચ્ચે ભારતીય શેરબજાર ઉછાળા સાથે આગળ વધી રહ્યું હતું.

કેલેન્ડર વર્ષ ૨૦૨૦ કોરોના મહામારીના પરિણામ વિશ્વ માટે ખરાબ રહ્યા છતાં ભારતીય શેરબજારોમાં રોકાણકારો માટે આરંભિક ઘટાડા બાદ એૈતિહાસિક તેજીનું રહ્યું હતું. કેન્દ્ર સરકાર દ્વારા ભારતીય અર્થતંત્રમાં ઝડપી રિકવરી લાવવા માટે લેવાઈ રહેલા પગલાં અને હવે કેન્દ્રિય બજેટમાં મોટા પ્રોત્સાહનોની અપેક્ષાએ ફંડોએ ઓલ રાઉન્ડ તેજી જાળવી રાખી નવી ઊંચાઈના વિક્રમો સર્જયા હતા. ભારત આર્થિક મોરચે ઘણા બધા સુધારા સાથે અન્ય ઉભરતા બજારોની સરખામણીમાં અમેરિકામાં ચૂંટણી પછી એફપીઆઈના પ્રવાહમાં રોકાણનો મોટો હિસ્સો આકર્ષિત કરવામાં સફળ રહ્યું છે.

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….

ભારતીય શેરબજાર માટે ૨૦૨૦નું વર્ષ ભારે અફડાતફડી ભર્યું પુરવાર થયું છે. કોરના મહામારી છતાં પણ ભારતીય શેરબજારો વિક્રમી સપાટીએ પહોંચી ગયા હતા. ગત માર્ચ માસમાં બજાર તળિયે પટકાયા બાદ વિદેશી રોકાણકારોએ ભારતીય શેરબજારમાં અંદાજીત રૂ.૧.૬૬ લાખ કરોડ ઠાલવતા વર્ષ દરમિયાન ૮૦%થી વધુનો ઉછાળો નોંધાયો છે. જ્યારે વાર્ષિક ધોરણે જોઈએ તો સેન્સેક્સમાં અંદાજીત ૧૬% જ્યારે નિફ્ટી ફ્યુચરમાં અંદાજીત ૧૫%નો વધારો જોવા મળ્યો છે.

જૂન માસથી અનલોકિંગની શરૂઆત થઈ હતી. જો કે તે અગાઉના બે માસ ભારત સહિત વૈશ્વિક અર્થતંત્ર માટે ઐતિહાસિક રહ્યાં હતાં. નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧નો પ્રથમ ક્વાર્ટરનો જીડીપી -૨૩.૯૨% જોવા મળ્યો હતો. પરંતુ કૃષિ ક્ષેત્ર અને ગ્રામીણ ક્ષેત્ર સક્રિય રહેતા ભારતીય અર્થતંત્રને ઘણે અંશે ટેકો પૂરો પડ્યો હતો. એ વાત ઉલ્લેખનીય છે કે નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ના પ્રથમ ક્વાર્ટરમાં ૭.૧૦%ના જીડીપી વૃદ્ધિ દર બાદ આર્થિક વૃદ્ધિ દરમાં સતત ઘટાડો જોવા  મળ્યો હતો અને જૂન ૨૦૨૦ ક્વાર્ટરમાં તે બોટમ આઉટ થયો હતો. અનલોકિંગના કારણે સપ્ટેમ્બર ક્વાર્ટરનો જીડીપી -૭.૫૪%ના ઘટાડે અગાઉની અપેક્ષા કરતાં સારો જોવા મળ્યો હતો અને પ્રથમ ક્વાર્ટરની સરખામણીમાં તેણે નોંધપાત્ર સુધારો દર્શાવ્યો હતો. જ્યારે આગામી ત્રીજા ક્વાર્ટરમાં સાધારણ પોઝિટિવ ગ્રોથની અપેક્ષા છે. જ્યારે ચોથા ક્વાર્ટરમાં જીડીપી ૫%ની પોઝિટિવ વૃદ્ધિ દર્શાવે તેવી શક્યતા જોવાઈ રહી છે.

કોમોડીટી સેક્ટર સંદર્ભે… કેલેન્ડર વર્ષ ૨૦૨૦ ભારતીય શેરબજાર માટે યાદગાર બની રહ્યું. વર્ષના અંતે બીએસઇ સેન્સેક્સે ૪૭૮૯૭ પોઈન્ટ અને નિફ્ટી ફ્યુચરે દિવસ દરમિયાન ૧૪,૦૦૦ પોઈન્ટના સ્તરને પાર કરી ૧૪,૦૨૬નું સર્વોચ્ચ સ્તર દર્શાવ્યું હતું. જ્યારે એમસીએક્સ સોનું રૂ.૫૦,૧૦૦ની આસપાસ જ્યારે ચાંદી રૂ.૬૮,૬૦૦ આસપાસ ટ્રેડ થઈ હતી. ભારતીય રોકાણકારોમાં પ્રિય આ ત્રણેય એસેટ ક્લાસિસે ૨૦૨૦માં દર્શાવેલાં રિટર્નની સરખામણી કરીએ તો ચાંદી ટોચ પર જોવા મળે છે. રૂપેરી ધાતુ વર્ષના અંતે ૪૭% રિટર્ન દર્શાવતી હતી. જ્યારે સોનું ૨૮% અને બેન્ચમાર્ક્સ સેન્સેક્સ ૧૫.૭૫% અને નિફ્ટી ફ્યુચર ૧૪.૯%નું રિટર્ન સૂચવી રહ્યાં હતાં. જોકે વર્ષના મધ્યભાગની આસપાસ દર્શાવેલી સર્વોચ્ચ ટોચ પર કિંમતી ધાતુઓ આના કરતાં પણ વધુ ઊંચું રિટર્ન દર્શાવતી હતી.

દુનિયાભરમાં વેક્સિનનાં મોરચે મળેલી સફળતાનાં કારણે ગ્લોબલ ઇકોનોમિક રિકવરીની આશા વધી ગઇ છે, આથી છેલ્લા કિટલાક મહિનાઓથી રોકાણકારો સોનાથી ઇક્વિટી જેવી જોખમી એસેટ્સ તરફ પોતાનું રોકાણ વધારી રહ્યા છે, છેલ્લા ૪ મહિના સુધી સોનામાં ઘટાડાનું વલણ જોવા મળ્યું, પણ હવે તે ભુતકાળ બની ગયું છે. મારા મતે વર્ષ ૨૦૨૧નાં પહેલા ત્રણ મહિનામાં સોનામાં તેજી આવે તેવી શક્યતા છે, સોનાએ ગત માસે તેની નીચલી સપાટીને સ્પર્શી લીધી છે, વર્ષ ૨૦૨૧માં જ્યારે પણ સમગ્ર દુનિયામાં વેક્સિનેશન શરૂ થશે ત્યારે સોનામાં પણ વધ-ઘટ જોવા મળી શકે છે.

બજારની ભાવી દિશા…. મિત્રો, કેલેન્ડર ૨૦૨૦ કોવિડ-૧૯ રોગચાળાની અસરને કારણે ઇતિહાસના વધુ એક યાદગાર વર્ષ તરીકે અંકિત થશે. આ કોવિડ-૧૯ એ દુનિયાભરમાં વસતા લોકો અને એમની આજીવિકાને માઠી અસર કરી છે જેના પરિણામે મહામંદી પછી અત્યાર સુધીની સૌથી ખરાબ આર્થિક કટોકટી ઊભી થઈ છે. જ્યારે રોગચાળાનો પ્રારંભ થયો હતો ત્યારથી ભારત સહિત દુનિયાના મોટા ભાગના અર્થતંત્રો આર્થિક ક્ષેત્રે મંદીનો સામનો કરી રહ્યાં છે. વૈશ્વિક સ્તરે હાલમાં કોરોનાની રસીના સફળ પરિણામે થોડી રાહત સાથે આશાવાદ પણ જન્મ્યો છે છતાં રસીનું ઉત્પાદન અને એનું વિતરણ / એનું રસીકરણ કેટલી ઝડપથી થઈ શકશે એના નજર રહેશે. ભારતીય અર્થતંત્ર પર આ કટોકટીની અસર થોડી વધારે તીવ્ર છે જો કે સરકાર દ્વારા સ્ટીમ્યુલસ પેકેજ સાથે છેલ્લા નવ મહિનામાં અનેક પ્રોત્સાહક પગલાં લેવામાં આવ્યાં છે જે બેન્કો, રોગચાળાની માઠી અસર અનુભવતા ક્ષેત્રોને અને આર્થિક તંગીનો સામનો કરતા લોકોને રાહત આપી છે.

કોરોના મહામારીએ વિશ્વને ઐતિહાસિક કટોકટીમાં ધકેલી દેતાં વિશ્વભરમાં મેગા લોકડાઉન લાદવાની ઊભી થયેલી પરિસ્થિતિએ વૈશ્વિક અર્થતંત્ર માટે આવી પડેલા મહાસંકટના કારણે ભારતીય શેરબજારો વર્ષ ૨૦૨૦માં ૨૩,માર્ચના રોજ ઐતિહાસિક કડાકો બોલાઈ ગયો હતો. ઐતિહાસિક કડાકાનું આ ૨૦૨૦ વર્ષ ઐતિહાસિક તેજીનું પણ નીવડી તળીયેથી માત્ર આઠ મહિના ટૂંકાગાળામાં અંદાજીત ૮૪%ના વિક્રમી ઉછાળો નોંધાવી નવો ઈતિહાસ રચી પસાર થઈ ગયું છે.

ભારતીય અર્થતંત્ર માટેનું મહત્વનું વર્ષ હવે શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે જાન્યુઆરી ૨૦૨૧ દરમિયાન હવે કોર્પોરેટ ઈન્ડિયાના ત્રીજા ત્રિમાસિક ગાળાના પરિણામો, રૂપિયા સામે અમેરિકી ડોલરના મૂલ્યમાં વધઘટ, વૈશ્વિક મોરચે બ્રેક્ઝિટ ડિલની થઈ રહેળી ડેવલપમેન્ટસ અને કોરોનાના નવા સ્વરૂપ અને તેની અસર પર નજર સાથે કોરોના વાઇરસની રસીનું વિતરણ વચ્ચે એફઆઇઆઇની નોંધપાત્ર ખરીદી કે વેચવાલી ઉપર નવા કેલેન્ડર વર્ષ ૨૦૨૧માં બજારની આગામી તેજીનો ખાસ્સો આધાર રહેશે. ભારતીય શેરબજારમાં અત્યારે ઓવરબોટ પોઝિશનની સ્થિતિ જરૂર જોવાઈ રહી છે પરંતુ વિદેશી સંસ્થાઓની અવિરત લેવાલી થકી ભારતીય શેરબજાર તેજીના માહોલમાં ટ્રેડ નોંધાવી રહ્યું છે આગામી સપ્તાહમાં ભારતીય શેરબજાર ઐતિહાસિક ટોચ પર હોવાથી પ્રોફિટ બુકિંગની સંભાવના પણ જોવાઈ રહી છે ત્યારે એફપીઆઈ કેવો અભિગમ અપનાવે છે તે પણ જોવાનું રસપ્રદ બની રહેશે. ત્યારે વિક્રમી તેજી તરફી ના માહોલમાં શેરોમાં ઉછાળે ખરીદીમાં સાવચેતી ખૂબ જ જરૂરી બની રહેશે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ
બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article નિફ્ટી ફ્યુચર ૧૪૧૦૪ પોઈન્ટ મહત્વની સપાટી….!!!
Next Article રૂપાણી સરકારે રાજ્યના દસ IAS અધિકારીને સિલેક્શન ગ્રેડ આપીને પગારમાં કર્યો જંગી વધારો, જાણો કોણ છે આ અધિકારીઓ ?
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

બરેલી હિંસા પર મૌલાના તૌકીર રઝા ખાનને CM યોગીની ચેતવણી

6 months ago

“આઈ લવ મુહમ્મદ” બાદ હવે “આઈ લવ મહાદેવ”ના પોસ્ટરોને લઇ મુંબઈના રસ્તાઓ પર ધમાલ

6 months ago

ઉત્તરપ્રદેશમાં જુમ્માની નમાઝ બાદ મુસ્લિમોના ટોળાં અને પોલીસ વચ્ચે હોબાળો

6 months ago

લો બોલો ! ફ્લાઇટની રાહ જોઈ રહેલા મુસાફરના પેન્ટમાં ઉંદર ઘૂસી ગયો અને …

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up