[weather_data]
Breaking News
TRENDING NEWS

ભારતીય શેરબજારમાં ઈન્ડેક્સ બેઝડ અફડાતફડીના અંતે તેજી તરફી માહોલ યથાવત્…!!

[updated_date] [post_views]

Table of Content

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૪.૦૧.૨૦૨૨ ના રોજ…..

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૯૧૮૩.૨૨ સામે ૫૯૩૪૩.૭૯ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૯૦૮૪.૪૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૮૫૨.૯૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૬૭૨.૭૧ પોઈન્ટના ઉછાળા સાથે ૫૯૮૫૫.૯૩ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૬૭૭.૯૫ સામે ૧૭૭૩૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૭૬૩૨.૪૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૩૮.૪૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૭૭.૨૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૭૮૫૫.૧૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

કેલેન્ડર વર્ષ ૨૦૨૨ના સતત બીજા ટ્રેડિંગ દિવસે ભારતીય શેરબજારમાં આજે અપેક્ષિત તેજી જોવા મળી હતી. કોરોના – ઓમિક્રોનના વિશ્વભરમાં હાહાકાર બાદ હવે ભારતમાં ચિંતાજનક પરિસ્થિતિ ઊભી થતાં લોકડાઉન જેવા આકરાં પગલાં લેવાઈ રહ્યા હોઈ આગામી દિવસોમાં આર્થિક મોરચે મોટા પડકારની પરિસ્થિતિ સર્જાવાની ભીતિ છતાં ફંડોએ આજે સતત બીજા દિવસે તેજી કરી હતી. વિશ્વભરને અત્યારે હચમચાવી રહેલા કોરોના-ઓમિક્રોનના સંક્રમણ છતાં આ વખતે આ સંક્રમણ વધુ પડતું જાનલેવા નહીં બની રહે એવા અનુમાનો છતાં ભારતમાં પણ અસાધારણ ઝડપે પોઝિટીવ કેસોનો આંક વધી રહ્યો હોઈ લોકડાઉનના વધુ આકરાં પગલાં તોળાઈ રહ્યા હોવા સામે આર્થિક રાહતો – પ્રોત્સાહનો ચાલુ રહેવાની અને બજારમાં મોટાપાયે પ્રવાહિતા ઊભી થવાની અપેક્ષાએ ફંડો, મહારથીઓ, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોએ આજે શેરોમાં ઓલ રાઉન્ડ તેજી કરીને સેન્સેક્સમાં ઈન્ટ્રા-ડે ૬૭૨ પોઈન્ટથી વધુ ઉછાળો આપ્યો હતો. પાવર, યુટિલિટીઝ, એનર્જી, બેંકિંગ-ફાઈનાન્સ શેરો સાથે ઓઈલ – ગેસ શેરોમાં તેજીએ આજે ભારતીય શેરબજાર નોંધપાત્ર ઉછાળા સાથે બંધ રહ્યું છે.

વિશ્વભરમાં કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટ સહિતના અસાધારણ વધતાં જતાં કેસોની  સાથે અમેરિકા, યુરોપના દેશોમાં ચિંતાજનક પરિસ્થિતિ અને ભારતમાં પણ મોટી સંખ્યામાં કેસો વધી રહ્યા હોઈ ફરી કડક લોકડાઉનના પગલાં મહાનગરોમાં તોળાઈ રહ્યા હોઈ ફંડો, મહારથીઓ ઈન્ડેક્સ બેઝડ ઉછાળે સાવચેતી પણ બતાવી હતી. લોકલ ફંડોની સાથે ખાસ ઓપરેટરો, ખેલંદાઓ, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોએ પોતાના પસંદગીના સ્મોલ, મિડ કેપ શેરોમાં તેજી કરતાં માર્કેટ બ્રેડથ પોઝિટિવ રહી હતી.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૦૫% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૩૯% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર હેલ્થકેર, રિયલ્ટી અને મેટલ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૮૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૪૮૯ અને વધનારની સંખ્યા ૧૮૯૨ રહી હતી, ૧૦૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૨૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૫૭૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, ગત કેલેન્ડર વર્ષમાં કંપનીઓ દ્વારા આઇપીઓ થકી વિક્રમી એવું રૂા. ૧.૨ લાખ કરોડનું ભંડોળ એકત્ર કર્યા બાદ ચાલુ જાન્યુઆરીથી માર્ચ સુધીના ત્રિમાસિક ગાળા દરમિયાન આઇપીઓ થકી કંપનીઓ દ્વારા અંદાજીત રૂા.૪૪૦૦૦ કરોડનું ભંડોળ ઉભું કરવામાં આવે તેવી સંભાવના છે. ગત કેલેન્ડર વર્ષમાં અનેક કંપનીઓના આઇપીઓને પ્રોત્સાહક પ્રતિસાદ સાંપડયા હતા. જો કે, કેટલાકમાં રોકાણકારોને નુકસાન પણ થયું હતું. તાજેતરમાં શરૂ થયેલા નવા વર્ષમાં પણ આઇપીઓનો ધમધમાટ જારી રહેશે. ચાલુ જાન્યુઆરી માસથી માર્ચ સુધીના ત્રિમાસિક ગાળા દરમિયાન ઓયો, ડેલ્હીવરી, અદાણી વિલ્મર, એમક્યોર ફાર્મા, વેદાંત પેશન, પારાદીપ ફોસ્ફેટ, મેદાંતા અને ઇક્સિગો કંપની આઇપીઓ સાથે મુડીબજારમાં પ્રવેશ કરશે.

ભારત સહિત વિશ્વભરમાં ઓમિક્રોન ઝડપથી પ્રસર્યો હોવા છતાં ભારતીય શેરબજારમાં નવા વર્ષના કામકાજમાં બજારમાં પ્રોત્સાહક વલણ જોવા મળ્યું હતું. જેનાથી રીટેલ રોકાણકારોમાં આત્મવિશ્વાસ વધશે અને આઇપીઓ ક્ષેત્રે ખાસ કોઈ પ્રતિકૂળ હવામાન ઉદ્ભવે તેવી શક્યતા જણાતી નથી. પ્રાઇમરી માર્કેટમાં ગત વર્ષે ભંડોળ ઉભું કરવાનો નવો વિક્રમ રચાયો હતો. ઉપલબ્ધ ડેટા મુજબ ગત વર્ષે ૬૩ કંપનીઓએ આઇપીઓ થકી રૂા. ૧.૨ લાખ કરોડ ઉભા કર્યા હતા. નવા ૨૦૨૨ના કેલેન્ડર વર્ષમાં શેરબજારમાં અંદાજીત ૧૨થી ૧૫% રિટર્ન મળે તેવી શક્યતા છે. કોરોના, ક્રૂડની ઉછળકૂદ અને વિદેશી રોકાણકારોના વલણને જોતાં આ વખતે બજારમાં એકધારી તોફાની તેજીની શક્યતા ઓછી છે. આમ છતાં વધઘટે બજારમાં સુધારા તરફી વલણ જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published.

Recent Posts

Related Articles