By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: વિદેશી સંસ્થાકીય રોકાણકારોની અવિરત ખરીદી દ્વારા ભારતીય શેરબજાર ઐતિહાસિક સપાટીએ…!!!
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Business > વિદેશી સંસ્થાકીય રોકાણકારોની અવિરત ખરીદી દ્વારા ભારતીય શેરબજાર ઐતિહાસિક સપાટીએ…!!!
BusinessFeaturedNationalStock Market

વિદેશી સંસ્થાકીય રોકાણકારોની અવિરત ખરીદી દ્વારા ભારતીય શેરબજાર ઐતિહાસિક સપાટીએ…!!!

HM News
Last updated: 05/01/2021 11:22 AM
HM News
5 years ago
Share
SHARE

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૫.૦૧.૨૦૨૧ ના રોજ…..

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૪૮૧૭૬.૮૦ સામે ૪૮૦૩૭.૬૩ પોઈન્ટના મથાળેથી ખુલીને ૪૭૯૦૩.૩૮ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૫૮૨.૮૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૬૦.૯૮ પોઈન્ટના ઉછાળા સાથે ૪૮૪૩૭.૭૮ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૪૧૬૫.૩૦ સામે ૧૪૧૧૦.૨૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૪૦૭૭.૦૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૫૦.૭૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૫૦.૭૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૪૨૧૬.૦૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

ભારતીય શેરબજારમાં ફુલગુલાબી તેજીને પગલે સેન્સેક્સ મંગળવારે સતત દસમા દિવસે વધીને બંધ રહ્યો હતો. એટલું જ નહીં, સૌપ્રથમવાર બીએસઇ સેન્સેક્સે ૪૮૪૮૬ પોઈન્ટની સપાટી નોંધાવીને વધુ એક વિક્રમ સર્જ્યો હતો. દેશમાં કોરોનાની સારવાર માટેની બે રસીને મંજૂરી મળી જતા બજારને જોરદાર બુસ્ટર ડોઝ મળી રહ્યો છે આ ઉપરાંત ચાલુ સપ્તાહથી ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામની સિઝન શરૂ થઈ રહી છે અને શુક્રવારે ટીસીએસના પરિણામ આવવાના છે તેને પગલે આઈટી શેરોમાં પણ ધૂમ ખરીદી શરૂ થઈ ગઈ હતી જેને પગલે ટીસીએસનો શેર રૂ.૩૧૦૦ને પાર ટ્રેડ થયો હતો.

આજે બેંકિંગ – ફાઈનાન્સ, આઇટી અને ટેક શેરોનો પણ બજારને સારો એવો સપોર્ટ મળ્યો હતો. પોઝિટિવ અહેવાલમાં આઈએચએસ મર્કિટના મેન્યુફેક્ચરિંગ પીએમઆઈના ડેટા પણ સારા આવ્યા હતા. ભારતીય ડ્રગ રેગ્યૂલેટરે ઓક્સફર્ડ-એસ્ટ્રાઝિનેકાની કોવિશિલ્ડને મંજૂરી આપ્યા બાદ સ્થાનિક કંપની ભારત બાયોટેકની કોવેક્સિનને પણ ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી દેતા સેન્ટિમેન્ટ ખાસ્સું સુધર્યું હતું. બીજી તરફ ઝાયડસને પણ ત્રીજા તબક્કાના ટ્રાયલ માટે મંજૂરી મળી જતા વધુ પોઝિટિવ ન્યૂઝ આવવાની સંભાવનાએ માર્કેટ બ્રેડ્થ પોઝિટિવ રહી હતી.

બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૩૮% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૭૧% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર સેક્ટરલ ઈન્ડાયસીસમાં માત્ર બેઝિક મટિરિયલ્સ, એનર્જી, ઓટો, મેટલ, ઓઇલ એન્ડ ગેસ અને રિયલ્ટી શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસમાં લેવાલી જોવા મળી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૨૩૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૨૮૮ અને વધનારની સંખ્યા ૧૭૮૧ રહી હતી, ૧૬૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૫૮ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૫૨૯ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

ભારતીય શેરબજારમાં વિદેશી સંસ્થાકીય સર્વાધિક રોકાણ…  વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો વૈશ્વિક ઉભરતા બજારોમાં રોકાણ વધારી રહ્યા સાથે ભારતીય બજારોમાં સતત ત્રીજા મહિને પણ લેવાલ રહ્યા અને ડિસેમ્બર માસમાં અંદાજીત રૂ.૬૮,૫૫૮ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. છે અને મોટો હિસ્સો મેળવવામાં સફળ રહ્યા હતા. ડિપોઝીટરી આંકડા અનુસાર રસીની સફળતા, આર્થિક પ્રવૃતીઓ અંગે વધી રહેલો ભરોસો જેવા કારણોને લઇને વિદેશી રોકાણકારોએ ડિસેમ્બર માસમાં ઇક્વિટી માર્કેટમાં રેકોર્ડ અંદાજીત રૂ.૬૨,૦૧૬ કરોડ રૂપિયાનું અને બોન્ડમાં રૂ.૬૫૪૨કરોડ નું રોકાણ કર્યું હતું, ઉપરાંત ઓક્ટોબરમાં અંદાજીત રૂ.૨૨,૦૩૩ કરોડ તથા નવેમ્બર માસમાં અંદાજીત રૂ.૬૨,૯૫૧ કરોડનું રોકાણ કર્યું હતું. મારા મત મુજબ આ ટ્રેન્ડ કેલેન્ડર વર્ષ ૨૦૨૧માં પણ જોવા મળી શકે છે.

બજારની ભાવિ દિશા…. મિત્રો, ભારતીય અર્થતંત્ર હવે કોરોનાના કમ્મરતોડ ફટકામાંથી બેઠું થયું હોવાના સંકેતો જોવા મળી રહ્યા છે. સતત ત્રીજા મહિને ગુડ્ઝ એન્ડ સર્વિસ કલેક્શન એક લાખ કરોડને પાર ગયું છે. ગત સપ્તાહના અંતે નાણાં મંત્રાલયે જાહેર કરેલા ડેટા મુજબ ડિસેમ્બર ૨૦૨૦માં જીએસટી કલેક્શન રૂ.૧,૧૫,૧૭૪ કરોડ રહ્યું છે. ફેબ્રુઆરી બાદ સૌપ્રથમ વખતે જીએસટી કલેક્શન ઓક્ટોબર માસમાં એક લાખ કરોડને પાર ગયું હતું. ત્યારબાદ નવેમ્બર અને ડિસેમ્બરમાં પણ એક લાખ કરોડથી વધુની જીએસટી આવક થઈ હોવાથી અર્થતંત્ર પાટા પર આવી ગયું હોવાનું જણાય છે. જો કે ચાલું નાણાકિય વર્ષમાં કોરોના વાયરસ રોગચાળાનાં કારણે લગાવવામાં આવેલા લોકડાઉનથી GST કલેક્સન પર અસર થઇ છે. કેલેન્ડર વર્ષ ૨૦૨૧ કોવિડ-19 રસીના વહેલા આગમન, પ્રવૃત્તિઓ સામાન્ય થવી અને વૃદ્ધિમાં પુનઃસુધારાની અપેક્ષાઓ તરીકે જોવાઇ રહ્યું છે.

મારા મત મૂજબ કેલેન્ડર વર્ષ ૨૦૨૧ નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં આર્થિક અને આવકો એમ બંન્ને મોરચે મજબૂત સુધારો આવશે. કેલેન્ડર વર્ષ ૨૦૨૧માં બજારમાં કેટલીક રસીઓના આગમન સાથે સુધારાની સંભાવનાઓ વધુ છે. ઉપરાંત આગામી દિવસોમાં વધુ સ્ટીમ્યુલસ પગલાંની અપેક્ષા અને સ્થાનિક સ્તરે કેન્દ્રિય બજેટમાં મોટી રાહતોની અપેક્ષા તથા નવા વર્ષમાં ફેડ તરફથી પણ રાહતોની સંભાવનાને જોતાં કેલેન્ડર વર્ષ ૨૦૨૧ના પ્રારંભિક મહિનાઓમાં FPIનો પ્રવાહ મજબૂત રહી શકે છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ
બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article GST વળતર ઘટ : કેન્દ્રે રાજ્યોને રૂ.6000 કરોડનો 10મો હપ્તો જારી કર્યો
Next Article બધાઈ હો. 2021ના પહેલા દિવસે દુનિયામાં સૌથી વધુ ભારતમાં ૬૦ હજાર બાળકો જન્મ્યા !
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

બરેલી હિંસા પર મૌલાના તૌકીર રઝા ખાનને CM યોગીની ચેતવણી

6 months ago

“આઈ લવ મુહમ્મદ” બાદ હવે “આઈ લવ મહાદેવ”ના પોસ્ટરોને લઇ મુંબઈના રસ્તાઓ પર ધમાલ

6 months ago

ઉત્તરપ્રદેશમાં જુમ્માની નમાઝ બાદ મુસ્લિમોના ટોળાં અને પોલીસ વચ્ચે હોબાળો

6 months ago

લો બોલો ! ફ્લાઇટની રાહ જોઈ રહેલા મુસાફરના પેન્ટમાં ઉંદર ઘૂસી ગયો અને …

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up