By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: શેરબજારમાં તેજી તરફી માહોલ વચ્ચે ઉછાળે નફારૂપી વેચવાલી નોંધાશે…!!
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Business > શેરબજારમાં તેજી તરફી માહોલ વચ્ચે ઉછાળે નફારૂપી વેચવાલી નોંધાશે…!!
BusinessFeaturedNationalStock Market

શેરબજારમાં તેજી તરફી માહોલ વચ્ચે ઉછાળે નફારૂપી વેચવાલી નોંધાશે…!!

HM News
Last updated: 06/01/2021 10:45 AM
HM News
5 years ago
Share
SHARE

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૬.૦૧.૨૦૨૧ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૪૮૪૩૭.૭૮ સામે ૪૮૬૧૬.૬૬ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૪૭૮૬૪.૧૪ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૭૫૨.૫૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૬૩.૭૨ પોઈન્ટના ઘટાડા સાથે ૪૮૧૭૪.૦૬ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૪૨૧૭.૯૫ સામે ૧૪૨૪૯.૯૫ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૪૦૭૮.૧૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૭૪.૪૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૪૩.૦૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૪૧૭૪.૪૫ પોઈન્ટ બંધ થયેલ..!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….

વૈશ્વિક સ્તરે અમેરિકામાં નવા પ્રમુખની સત્તાવાર જાહેરાત અને સ્થાનિક સ્તરે આગામી દિવસોમાં ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામોની સિઝન શરૂ થતાં ફાઈનાન્સિયલ્સ અને આઈટી સ્ટોક્સમાં ખરીદીને પગલે ભારતીય શેરબજારમાં બુધવારે સતત ૧૧માં દિવસે બીએસઇ સેન્સેક્સ ખૂલતાંની સાથે ૪૮૬૧૬ પોઈન્ટની વધુ એક નવી ઐતિહાસિક સપાટી નોંધાવી હતી, જોકે વૈશ્વિક સ્તર પર યુરોપમાં કોરોનાના કેસ વધતા અને બ્રિટને નવા સ્ટ્રેઈનને પગલે વધુ એક લોકડાઉન જાહેર કરતા સેન્ટિમેન્ટ ખરાબ થતાં ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો દ્વારા ભારતીય શેરબજારમાં રોજબરોજ સતત જંગી ખરીદી કરી સેન્સેક્સ – નિફટી ફ્યુચરને નવી વિક્રમી ઊંચાઈએ લાવી દીધા બાદ આજે સપ્તાહના ત્રીજા ટ્રેડિંગ દિવસે ઉછાળે નફારૂપી વેચવાલી નોંધાવી રેકોર્ડ તેજીને વિરામ આપ્યો હતો.

દેશમાં કોરોનાની બે રસી ભારત બાયોટેકની સ્વદેશી કોવૈક્સીન અને સીરમ ઇન્સ્ટીટ્યૂટની કોવીશીલ્ડને ઇમર્જન્સિ ઉપયોગને મળેલી મંજુરીથી રોકાણકારોમાં ઉત્સાહે અને ફોરેન ફંડોની સતત લેવાલીએ ગત સપ્તાહે બીએસઇ સેન્સેક્સમાં અંદાજીત ૧.૯૦% મજબુતી જોવા મળી હતી, ઉપરાંત ડિસેમ્બર ત્રિમાસિકનાં પરિણામો પણ અપેક્ષા કરતા સારા રહે તેવું અનુમાને સતત ૧૦દિવસથી વનસાઈડ તેજી બાદ પોઝિશન ઓવરબોટ સર્જાતા આજે ફંડો, ઈન્વેસ્ટરોએ સાવચેતીમાં તેજીનો વેપાર હળવો કર્યો હતો.

બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૩૯% વધીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૧૪% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર સેક્ટરલ ઈન્ડાયસીસમાં બેસિક મટિરીયલ્સ, ફાઈનાન્સ, ઈન્ડસ્ટ્રિયલ્સ, ટેલિકોમ, યુટિલિટીઝ, બેન્કેક્સ, કેપિટલ ગુડ્સ, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, મેટલ, ઓઈલ એન્ડ ગેસ, પાવર અને રિયલ્ટી શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે સીડીજીએસ, એનર્જી, એફએમસીજી, હેલ્થકેર, આઇટી, ઓટો અને ટેક શેરોમાં વેચવાલી જોવા મળી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૨૩૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૫૬૦ અને વધનારની સંખ્યા ૧૫૪૫ રહી હતી, ૧૨૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૮૦ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૫૧૯ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….. મિત્રો, ભારતીય શેરબજારમાં વિદેશી રોકાણકારોની અવિરત લેવાલી દ્વારા દરેક સેક્ટરમાં તેજીનો માહોલ અકબંધ રીતે જળવાઇ રહ્યો છે. સ્ટોક સ્પેસિફિક એપ્રોચ રાખી ટ્રેડરોએ ઇન્ટ્રાડે ટ્રેડિંગ દ્વારા નફો બુક કરતાં જોવા મળે છે. ભારતીય શેરબજારમાં એક તરફી તેજીના મહોલે રોકાણકારો તેમજ ટ્રેડરોમાં ઉત્સાહ સાથે સાવચેતીનું વલણ પણ જોવાઈ રહ્યું છે. દરેક ઉછાળેથી ઇન્ટ્રાડે એકાદ નાનું કરેક્શન નોંધાવી નિફ્ટી અને સેન્સેકસ પ્રત્યાઘાતી ઘટાડેથી ફરી તેજીનો માહોલ જાળવી રાખવામાં સફળ થયા છે.

કોરોનાના સંક્રમણમાં ફરી વિશ્વના મોટા દેશોમાં વધારા સાથે ભારતમાં પણ કોરોનાની ચિંતા યથાવત રહી હોવા છતાં કોરોના વેક્સિન ડેવલપમેન્ટને પોઝિટીવ અહેવાલો અને હવે પરિસ્થિતિ ચાલુ કેલેન્ડર વર્ષ ૨૦૨૧માં ઝડપી સ્થિર થવાના આશાવાદે આર્થિક ગતિવિધિ વધવાના અંદાજોએ ફોરેન ફંડો ભારતમાં આર્થિક વિકાસની મોટી તકો જોઈ રહ્યા હોઈ ભારતીય શેરબજારમાં અવિરત મોટાપાયે ખરીદદાર રહ્યા છે, પરંતુ ભારતીય શેરબજારમાં અત્યારે ઓવરબોટ પોઝિશનની સ્થિતિ જોવાઈ રહી છે ત્યારે હજુ આ વિક્રમી તેજીની દોટમાં શેરોમાં ઉછાળે ખરીદીમાં સાવચેતી ખૂબ જ જરૂરી બની રહેશે.

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોના રોકાણ પ્રવાહ પર નજર સાથે વૈશ્વિક મોરચે કોરોનાના નવા સ્વરૂપ અને તેની અસર પર નજર સાથે કોરોના વેક્સિનના ડેવલપમેન્ટ પર નજર રહેશે, ઉપરાંત આંતરરાષ્ટ્રીય મોરચે બ્રેક્ઝિટ ડિલની આસપાસ થઈ રહેલા ડેવલપમેન્ટસ સાથે સ્થાનિક સ્તરે રૂપિયા સામે અમેરિકી ડોલરના મૂલ્યમાં વધઘટ પર વિશ્વની સાથે ભારતીય શેરબજારની નજર રહેશે. આગામી દિવસોમાં રિલાયન્સ, બીપીસીએલ, લાર્સન, લુપિન, ઇન્ડીગો તેમજ કોટક બેન્કમાં તબક્કાવાર ખરીદીનું પ્રમાણ જોવા મળે તેવી શક્યતા છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ
બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ડોનાલ્ડ ટ્રમ્પ સહીત અમેરિકાના બીજા 47 અધિકારીઓ વિરૃદ્ધ ઈન્ટરપોલે રેડ કોર્નર નોટિસ ઈશ્યુ કરતા મચ્યો તહલકો
Next Article રોબર્ટ વાડ્રાના કાર્યાલયમાંથી EDએ 23000 દસ્તાવેજો જપ્ત કર્યા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

બરેલી હિંસા પર મૌલાના તૌકીર રઝા ખાનને CM યોગીની ચેતવણી

6 months ago

“આઈ લવ મુહમ્મદ” બાદ હવે “આઈ લવ મહાદેવ”ના પોસ્ટરોને લઇ મુંબઈના રસ્તાઓ પર ધમાલ

6 months ago

ઉત્તરપ્રદેશમાં જુમ્માની નમાઝ બાદ મુસ્લિમોના ટોળાં અને પોલીસ વચ્ચે હોબાળો

6 months ago

લો બોલો ! ફ્લાઇટની રાહ જોઈ રહેલા મુસાફરના પેન્ટમાં ઉંદર ઘૂસી ગયો અને …

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up