By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: રોકાણકારો ખુશ-ખુશાલ…!! શેરબજાર ઐતિહાસિક સપાટીએ…!!!
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Business > રોકાણકારો ખુશ-ખુશાલ…!! શેરબજાર ઐતિહાસિક સપાટીએ…!!!
BusinessFeaturedNationalStock Market

રોકાણકારો ખુશ-ખુશાલ…!! શેરબજાર ઐતિહાસિક સપાટીએ…!!!

HM News
Last updated: 08/01/2021 12:45 PM
HM News
5 years ago
Share
SHARE

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૮.૦૧.૨૦૨૧ ના રોજ…..

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૪૮૦૯૩.૩૨ સામે ૪૮૪૬૪.૯૧ પોઈન્ટના મથાળેથી ખુલીને ૪૮૩૬૫.૫૮ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૪૮૮.૭૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૬૮૯.૧૯ પોઈન્ટના ઉછાળા સાથે ૪૮૭૮૨.૫૧ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૪૧૯૧.૧૦ સામે ૧૪૨૮૧.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૪૨૪૯.૦૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૩૦.૩૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૮૩.૮૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૪૩૭૪.૯૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

વૈશ્વિક સ્તર પર અમેરિકામાં પ્રમુખપદની અનિશ્ચિતતાના અંતે સત્તાવાર રીતે જાહેરાત થઈ જતા આગામી દિવસોમાં વધુ સ્ટીમ્યુલસ પેકેજની આશાએ વૈશ્વિક બજારોમાં આગેકૂચ અને સ્થાનિક સ્તરે ભારતમાં સેરમની કોવિશિલ્ડ અને ભારત બાયોટેકની કોરોશિલ્ડ કોરોના વેક્સિનના ઉપયોગ માટેની સરકારે મંજૂરી આપી દેતાં આગામી દિવસોમાં વેક્સિનેશનનો પ્રોગ્રામ ઝડપી બનવાના સંકેત સાથે આજે ભારતીય શેરબજારમાં ઈન્ડેક્સ બેઝડ અફડાતફડીના અંતે વિક્રમી તેજી આગળ વધી હતી. કોર્પોરેટ પરિણામોની ડિસેમ્બર અંતના ત્રિમાસિકની સીઝન શરૂ થઈ રહી હોઈ અને આજરોજ ટાટા કન્સલ્ટન્સી સર્વિસિઝના જાહેર થનારા પરિણામ પૂર્વે આ વખતે આઈટી કંપનીઓના રિઝલ્ટ સારા જાહેર થવાની અપેક્ષાએ આજે ફંડોએ આઈટી-સોફટવેર સર્વિસિઝ શેરોમાં આક્રમક લેવાલી કરતાં બીએસઇ સેન્સેકસ ૪૮૮૫૪ પોઈન્ટની વધુ એક નવી ઐતિહાસિક સપાટી નોંધાવી હતી.

વૈશ્વિક સ્તર પર કોરોના વાઈરસના સંક્રમણમાં ફરી ચિંતાજનક વધારા સામે કોરોનાની વેક્સિનની સફળતાના દાવા વચ્ચે વૈશ્વિક બજારોમાં બે તરફી અફડાતફડીની પરિસ્થિતિ સામે ભારતીય શેરબજારમાં ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈના સતત થઈ રહેલા રોકાણ પ્રવાહથી સેન્સેક્સ – નિફટી ફ્યુચર સતત નવી ઐતિહાસિક ઊંચાઈ નોંધાવી રહ્યા છે. વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો દ્વારા ડિસેમ્બર માસમાં સતત ત્રીજા મહિને ભારતીય શેરબજારના ઇક્વિટી સેગમેન્ટમાં જંગી રોકાણ થતાં અને ચાલુ મહિને પણ આગામી કેન્દ્રિય બજેટની તડામાર તૈયારી વચ્ચે આ વખતે ઉદ્યોગ જગતને પ્રોત્સાહનોની અપેક્ષા વચ્ચે ફોરેન ફંડોની સતત ખરીદી ચાલુ રહેતા માર્કેટ સેન્ટિમેન્ટ પોઝિટિવ બન્યું હતું.

બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૦૧% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૭૨% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર સેક્ટરલ ઈન્ડાયસીસમાં માત્ર ટેલિકોમ અને મેટલ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસમાં લેવાલી જોવા મળી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૨૬૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૩૫૦ અને વધનારની સંખ્યા ૧૭૬૩ રહી હતી, ૧૫૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૦૮ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૫૦૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, ભારતીય શેરબજારમાં સતત આગેકૂચ ચાલુ રહી છે. એફઆઈઆઈની જંગી ખરીદીને પગલે સેન્સેકસ અને નિફ્ટી ફ્યુચરે ઐતિહાસિક ટોચ બનાવી છે. મારા મતે ડોલર ઈન્ડેક્સની આ જંગી લિક્વિડિટી છે કારણ કે રોકાણકારો ડોલર ઈન્ડેક્સમાંથી નાણાં લઈ રહ્યા છે અને ભારત જેવા ઈમર્જિંગ માર્કેટ્સમાં આ નાણાં ઠાલવી રહ્યા છે અને તેનો તગડો ફાયદો મેળવી રહ્યા છે. બજારમાં એફઆઈઆઈની આગેવાનીમાં લિક્વિડિટી રહેશે ત્યાં સુધી બજારમાં આગેકૂચ ચાલુ રહેવાની શકયતા જોવાઈ રહી છે. આગામી દિવસોમાં બજાર ઘટાડો દર્શાવી શકે છે, પરંતુ એ સિવાય બજારનું માળખું તેજીનું બનેલું છે. વેક્સિનની સફળતા અને એફઆઇઆઇની સતત લેવાલીને કારણે બજાર સતત વધી રહ્યું છે, પરંતુ અગાઉ પણ તેજીના તબક્કામાં કરેક્શન જોવા મળ્યાં છે. એમ આ વખતે પણ પોઝિટીવ પરિબળોની સાથે સાથે શેરોમાં ઉછાળે તેજીનો વેપાર પણ હળવો થવાની પૂરી શકયતાએ ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે.

કોરોનાની મહામારીની અસર વચ્ચે આવતા મહિને કેન્દ્ર દ્વારા રજુ થનારા નાણાંકિય વર્ષ ૨૦૨૧-૨૨ના બજેટમાં દેશનો ઉદ્યોગજગત અનેક અપેક્ષા રાખી રહ્યો છે. આગામી નાણાંકિય વર્ષનું બજેટ નાણાં પ્રધાન નિર્મલા સીતારામન ૧લી ફેબ્રુઆરીના રોજ રજુ કરનાર છે. કોરોનાને કારણે વર્તમાન નાણાં વર્ષમાં ઉદ્યોગોમાં ઈન્વેસ્ટમેન્ટ સાયકલ એકદમ ખોરવાઈ ગઈ છે. ફુગાવાનો ઊંચો દર એક મોટું જોખમ છે એટલું જ નહીં દેશના અર્થતંત્રને રિવાઈવ કરવા રસીકરણ મહત્વનું પાસું બની રહેશે દેશના આર્થિક વિકાસને ગતિ આપવામાં ગ્રામ્ય ભારતની મોટી ભૂમિકા જોવા મળી રહી છે. દેશમાં રસીકરણનો કાર્યક્રમ સફળ રહેશે તો આગામી નાણાંકિય વર્ષમાં અર્થતંત્રમાં ગતિ આવવાની દેશના ઉદ્યોગો અપેક્ષા રાખી રહ્યા છે. કોરોનાને કારણે ઉદ્યોગજગત પર પડેલી અસરને કારણે તેઓ સરકાર પાસે વધુ અપેક્ષા રાખી રહ્યા છે જેને ધ્યાનમાં રાખતા આગામી નાણાકીય વર્ષનું બજેટ મહત્વનું બની રહેશે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ
બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article સુરતના યુવકે વિકૃત આનંદ લેવા માટે રસોઈમાં વપરાતી કડછી (ચમચો) ગુપ્ત ભાગમાં નાંખી દીધો, અડધી રાત્રે વાસનાનો ખેલ પડ્યો ભારે
Next Article રાજ્યમાં બર્ડ ફ્લૂના સંક્રમણની દહેશતના પગલે પ્રદ્યુમન પાર્ક પ્રાણી સંગ્રહાલય આજથી મુલાકાતીઓ માટે બંધ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

બરેલી હિંસા પર મૌલાના તૌકીર રઝા ખાનને CM યોગીની ચેતવણી

6 months ago

“આઈ લવ મુહમ્મદ” બાદ હવે “આઈ લવ મહાદેવ”ના પોસ્ટરોને લઇ મુંબઈના રસ્તાઓ પર ધમાલ

6 months ago

ઉત્તરપ્રદેશમાં જુમ્માની નમાઝ બાદ મુસ્લિમોના ટોળાં અને પોલીસ વચ્ચે હોબાળો

6 months ago

લો બોલો ! ફ્લાઇટની રાહ જોઈ રહેલા મુસાફરના પેન્ટમાં ઉંદર ઘૂસી ગયો અને …

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up