By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: વિક્રમ સંવત ૨૦૭૮ના પ્રથમ ટ્રેડીંગ દિવસે ભારતીય શેરબજારમાં તેજી તરફી માહોલ યથાવત્…!!
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Business > વિક્રમ સંવત ૨૦૭૮ના પ્રથમ ટ્રેડીંગ દિવસે ભારતીય શેરબજારમાં તેજી તરફી માહોલ યથાવત્…!!
BusinessFeaturedNationalStock Market

વિક્રમ સંવત ૨૦૭૮ના પ્રથમ ટ્રેડીંગ દિવસે ભારતીય શેરબજારમાં તેજી તરફી માહોલ યથાવત્…!!

HM News
Last updated: 08/11/2021 11:29 AM
HM News
4 years ago
Share
SHARE

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૮.૧૧.૨૦૨૧ ના રોજ…..

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૬૦૦૬૭.૬૨ સામે ૬૦૩૮૫.૭૬ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૯૭૭૯.૧૯ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૮૨૯.૯૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૧૮.૦૪ પોઈન્ટના ઉછાળા સાથે ૬૦૫૮૫.૬૬ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૯૧૬.૭૦ સામે ૧૭૯૪૭.૮૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૭૮૫૨.૦૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૦૧.૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૨૧.૩૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૮૧૩૮.૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

વિક્રમ સંવત ૨૦૭૭ ઐતિહાસિક તેજીનું યાદગાર નીવડી વિદાય લીધા બાદ સપ્તાહના અને વિક્રમ સંવત ૨૦૭૮ના પ્રથમ ટ્રેડીંગ દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગ શરૂઆત આજે મજબૂતીએ થઈ હતી. સંવત ૨૦૭૭નું સમાપન બાદ આજે ભારતીય શેરબજારોમાં ફંડો, મહારથીઓ, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોએ ફરી તેજીમાં આવી જઈને શેરોમાં સાર્વત્રિક લેવાલી કરી હતી. કોર્પોરેટ ઈન્ડિયાના બીજા ત્રિમાસિકના પરિણામોની સીઝનમાં અનેક કંપનીઓના પ્રોત્સાહક પરિણામોની પોઝિટીવ અસરે ફંડોએ આક્રમક તેજી કરી હતી. ફંડો, એનાલિસ્ટોએ ઐતિહાસિક નીવડેલા સંવત ૨૦૭૭ બાદ નવું  સંવત ૨૦૭૮ પણ તેજીનું રહેવાનો આશાવાદ વ્યકત કરતાં આજે ફંડોએ ઓઇલ એન્ડ ગેસ સાથે કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં ધૂમ ખરીદી કરતાં સેન્સેક્સે ફરી ૬૦૫૦૦ પોઈન્ટની સપાટી કુદાવી હતી અને નિફટી ફ્યુચરે પણ ૧૮૧૫૦ પોઈન્ટની સપાટી કુદાવી હતી. ઓટોમોબાઈલ કંપનીઓના ઓકટોબર મહિનાના વાહનોના વેચાણના આંકડા એકંદર વૃદ્વિના રહેતા ઓટો શેરોમાં પસંદગીની લેવાલી જોવા મળી હતી.

ભારતીય શેરબજારમાં કોરોના મહામારીના કાળમાં અન્ય ઉદ્યોગ – બિઝનેસોમાં મંદ વૃદ્વિની અસર છતાં શેરોમાં સતત તેજીનું ઓલ રાઉન્ડ ઐતિહાસિક તોફાન મચાવનારા ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો સાથે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો અને મહારથીઓ, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોએ કોર્પોરેટ પરિણામોની સપ્ટેમ્બર ૨૦૨૧ની સીઝનમાં એકંદર સારા પરિણામ સાથે દેશ કોરોના કાળમાંથી બહાર આવીને ઝડપી આર્થિક – ઔદ્યોગિક વિકાસના પંથે સવાર થઈ રહ્યોના પોઝિટીવ પરિબળે નવી લેવાલી હાથ ધરતા આજે ભારતીય શેરબજાર નોંધપાત્ર ઉછાળા સાથે બંધ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૨૦% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૭૮% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર હેલ્થકેર અને બેન્કેક્સ શેરોમાં જ વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૫૫૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૫૫૧ અને વધનારની સંખ્યા ૧૮૦૮ રહી હતી, ૧૯૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૦૧ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૯૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, અર્થતંત્રને સ્પર્શતા વિવિધ પરિબળોને જોતાં વિક્રમ સંવત ૨૦૭૮માં પણ વધઘટ શેરબજારમાં આગેકૂચ જોવા મળે તેવી શક્યતા જોવાઈ રહી છે. જો કે, નવા સંવત વર્ષમાં બજારમાં સતત તેજી જોવા મળવાની સંભાવના ઓછી છે. નવા વિક્રમ સંવતમાં અર્થતંત્ર સામે પડકારો તો ઉભા જ રહેશે. આગામી સમયમાં રિઝર્વ બેંક દ્વારા વ્યાજદરમાં વધારો કરાશે તો બીજી તરફ નાણાંકીય તરલતાની સ્થિતિમાં પણ બદલાવ જોવા મળે તેવી સંભાવના છે. આ ઉપરાંત ફેડરલના ટેપરીંગના નિર્ણય બાદ આગામી સમયમાં તેની પણ ભારતીય શેરબજાર ઉપર અસર જોવા મળશે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની મુવમેન્ટની પણ આડકતરી રીતે શેરબજાર પર અસર થતી જોવાશે. આ ઉપરાંત અન્ય દેશોની મધ્યસ્થ બેંકો દ્વારા ભરાનારા પગલાની પણ ઇક્વિટી બજાર પર અસર જોવા મળશે. આમ, સાનુકૂળ/ પ્રતિકૂળ પરિબળો વચ્ચે નવું સંવત ૨૦૭૮ ભારતીય શેરબજાર માટે મહત્ત્વનું પુરવાર થશે.

વિક્રમ સંવત ૨૦૭૭માં અંદાજીત ૪૯ કંપનીઓએ આઇપીઓ થકી અંદાજીત રૂ.૮૧૬૧૫ કરોડ ઉભા કર્યા બાદ નવા વિક્રમ સંવત વર્ષમાં પ્રાઇમરી માર્કેટમાં જાણીતી કંપનીઓના આઇપીઓની ધડબડાટી સાથે પ્રાઇમરી માર્કેટમાં પણ તેજીનો માહોલ જળવાઈ રહેવાની સંભાવના છે. નવા વિક્રમ સંવત વર્ષના પ્રારંભે જ પેટીએમ કંપનીનો આઇપીઓ ખુલશે જ રૂ.૧૮,૩૦૦ કરોડ ઉભા કરશે. ત્યારબાદ માર્ચ ૨૦૨૨ સુધીમાં એલઆઇસીનો આઇપીઓ બજારમાં પ્રવેશ કરશે. એલઆઇસીનો આઇપીઓ રૂ.૧ લાખ કરોડ આસપાસનો રહે તેવી સંભાવના છે. આ સિવાય અન્ય કંપનીઓ પણ મૂડી બજારમાં પ્રવેશ કરશે.

અભિનેતા અરમાન કોહલી ડ્રગ કેસમાં વિદેશી 2 નાગરિક પકડાયા : 5 સ્થળે છાપો
ભારતીય શેરબજારમાં અફડાતફડી બાદ ૪૫૪ પોઇન્ટનો પ્રત્યાઘાતી ઉછાળો…!!
કોરોનથી મૃત્યુ પામેલા લોકોના પરિવારને વળતર ચૂકવો : કેન્દ્રને સુપ્રીમ કોર્ટનો આદેશ
સંપૂર્ણ રાજકીય સન્માન સાથે થશે ગ્રુપ કેપ્ટન વરૂણ સિંહના અંતિમ સંસ્કાર,શિવરાજે જાહેર કરી રૂ. 1 કરોડની સન્માન નિધિ
NUDITY ક્વીન પૂનમ પાંડે અને પતિ સેમ બોમ્બેને મળ્યા જામીન, જાણો શા માટે ગોવા પોલીસે કરી હતી ધરપકડ
Share This Article
Facebook Email Print
Previous Article સુરતમાં ખુદ પેટ્રોકેમિકલમંત્રી મુકેશ પટેલને જ પેટ્રોલ પંપે ડીઝલ ઓછું આપ્યું, પેટ્રોલ પંપ સીલ કરાવ્યો
Next Article દેવેન્દ્ર ફડણવીસનો મોટો ખુલાસો, નવાબ મલિક અને દાઉદ ઈબ્રાહિમ વચ્ચે કનેક્શનના પુરાવા આપ્યા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up