By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ભારતીય શેરબજારમાં અફડાતફડીના અંતે શોર્ટ કવરિંગ થકી પ્રત્યાઘાતી ઉછાળો…!!!
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Business > ભારતીય શેરબજારમાં અફડાતફડીના અંતે શોર્ટ કવરિંગ થકી પ્રત્યાઘાતી ઉછાળો…!!!
BusinessFeaturedNationalStock Market

ભારતીય શેરબજારમાં અફડાતફડીના અંતે શોર્ટ કવરિંગ થકી પ્રત્યાઘાતી ઉછાળો…!!!

HM News
Last updated: 21/06/2021 10:52 AM
HM News
4 years ago
Share
SHARE

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૧.૦૬.૨૦૨૧ ના રોજ…..

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૧૮૮૭.૫૫ સામે ૫૨૩૪૪.૪૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૧૭૪૦.૧૯ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૮૮૮.૯૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૩૦.૦૧ પોઈન્ટના ઉછાળા સાથે ૫૨૫૭૪.૪૫ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૫૬૯૬.૭૦ સામે ૧૫૫૪૮.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૫૫૦૯.૫૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૫૦.૭૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૫૨.૧૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૫૭૪૮.૮૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત આજે અપેક્ષિત ઘટાડા સાથે થઈ હતી. અમેરિકી ડોલર સામે સતત નબળો પડતો રૂપિયો, પેટ્રોલ, ડિઝલના સતત વધતાં ભાવ સાથે મોંઘવારીમાં સતત વધારો અને આર્થિક મોરચે બેરોજગારીમાં થઈ રહેલા વધારાને લઈ આજે શેરબજારોમાં મોટાપાયે ઓવરબોટ પોઝિશન હળવી થતી જોવા મળી હતી. ભારતીય શેરબજારોમાં તેજીનું વર્તમાન તોફાન અતિરેક હોવાનો તાજેતરમાં સંકેત આપીને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ભારતીય બજારોમાં આગામી દિવસોમાં મોટી અફડાતફડી જોવાશે એવું નિવેદન કર્યું હતું એ મુજબ આજે મોટી અફડાતફડી જોવા મળી હતી.

ભારતીય શેરબજારમાં લાંબા સમયથી ચાલી રહેલાં તેજીના અતિરેક બાદ આજે જાણે કે ફંડો, ઓપરેટરો પોતાનો તેજીનો વેપાર સંકેલી રહ્યા હોય એમ શેરોમાં સ્મોલ, મિડ કેપ શેરોમાં વ્યાપક કડાકો બોલાવી દેવાયો હતો, પરંતુ આરંભમાં અંદાજીત ૪૫૦ પોઈન્ટનો કડાકો બોલાવી દેવાયા બાદ છેલ્લા કલાકોમાં બજારમાં શોર્ટ કવરિંગ સાથે ફંડોએ રિકવરી લાવતાં સંપૂર્ણ ગાબડું પુરાઈ જઈ અંતે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૮૨% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૮૩% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર આઇટી, ઓટો અને ટેક શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૬૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૨૫૫ અને વધનારની સંખ્યા ૨૦૫૦ રહી હતી, ૧૫૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૫૮ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૫૭૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, એક તરફ દેશના મૂડી બજારમાં વધુ પડતા પ્રવાહ અને બીજી બાજુ અર્થતંત્ર પરના  દબાણ વચ્ચે વધી રહેલા વિરોધાભાસને જોતા તાણ હેઠળના બેન્કિંગ ક્ષેત્રમાં નાણાંકીય અસ્થિરતાનું જોખમ તોળાઈ રહ્યું છે. રિઝર્વ બેન્ક દ્વારા ઉદાર નીતિ છતાં અર્થતંત્રમાં ધિરાણ ઉપાડ મંદ રહ્યો છે જ્યારે મૂડી બજારો ઊંચે જઈ રહ્યા છે. આમ ધિરાણ ઉપાડ અને મૂડી બજારની ચાલનું ચિત્ર એકદમ જ વિપરીત છે. આને કારણે ધિરાણદારો તથા બોરોઅરો બન્ને જેઓ હાલમાં તાણનો અનુભવ કરી રહ્યા છે તેમાં વધારો થઈ શકે છે, જે નાણાંકીય અસ્થિરતા સર્જી શકે છે.

મોટા અર્થતંત્રોમાં ભારત જંગી બેડ લોન્સની સમશ્યાનો સામનો કરી રહ્યું છે. કોરોનાના કાળમાં મંદીને કારણે ઉદ્યોગોની લોન્સ ભરપાઈ કરવાની ક્ષમતા ધીમી પડતા સરકાર દ્વારા મોરેટોરિઅમ સહિતના પગલાં લેવાની ફરજ પડી હતી. કોરોનાની બીજી લહેરની દેશના અર્થતંત્ર પર રૂપિયા બે લાખ કરોડનો ફટકો પડયો છે તેના જોતાં બેન્કિંગ ક્ષેત્ર પર અસર પડ્યા વગર નહીં રહે જેથી સાવચેતી જરૂરી રહેશે.

કુંભ મેળામાં ટેન્ટ સિટીના નામે 109 કરોડનો ‘ખેલ’, લલ્લુજી એન્ડ સન્સનો ગુજરાતમાં પણ કરોડોનો કોન્ટ્રાક્ટ
શિવસેના સાંસદ કહે છે ખુદ શરદ પવારે ના પાડી દીધી છે
કૃષિ બિલનો વિરોધ : હરિયાણા ભાજપના સાંસદ કાર છોડીને ભાગવા થયા મજબૂર
કર્ણાટકના મંડ્યા પહોંચ્યા સોનિયા ગાંધી, રાહુલ ગાંધીની સાથે ભારત જોડો યાત્રામાં સામેલ થયા
રાજ્ય સરકારોનું આડેધડ લોકડાઉન : ઇકોનોમિને ઝાટકો
Share This Article
Facebook Email Print
Previous Article વલસાડ : ફિલ્મી સીન સર્જાયો : ગૌરક્ષક હાર્દિક કંસારાને કચડી ભાગેલો અકરમ ખાડીમાં કૂદી જતા મોત
Next Article બલેશ્વરમાં કતલ કરવા લવાયેલ 10 ગૌવંશ સાથે બે ઝડપાયા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up