[weather_data]
Breaking News
TRENDING NEWS

બેંકિંગ – ફાઈનાન્સ શેરોની આગેવાની હેઠળ ભારતીય શેરબજારમાં ૯૭૫ પોઈન્ટનો પ્રત્યાઘાતી ઉછાળો…!!

[updated_date] [post_views]

Table of Content

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૧.૦૫.૨૦૨૧ ના રોજ…..

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૪૯૫૬૦.૮૬ સામે ૪૯૮૩૩.૯૮ પોઈન્ટના મથાળેથી ખુલીને ૪૯૮૩૨.૭૨ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૭૫૮.૪૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૯૭૫.૬૨ પોઈન્ટના ઉછાળા સાથે ૫૦૫૪૦.૪૮ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૪૯૩૩.૨૫ સામે ૧૫૦૧૧.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૪૯૯૨.૦૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૩૨.૭૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૮૮.૭૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૫૨૨૨.૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત અપેક્ષિત મજબૂતીએ થઈ હતી. કોરોના સાથે સાથે દેશ પર વિનાશક વાવાઝોડાની આવી પડેલી આફત છતાં ભારતીય શેરબજારમાં વિપરીત ચાલે આજે ફોરેન ફંડો, મહારથીઓએ શેરોમાં સાર્વત્રિક તેજીનું તોફાન ચાલુ રાખીને સેન્સેક્સને ૫૦,૫૦૦ અને નિફટીને ૧૫૨૦૦ની સપાટી પાર કરાવી હતી. કેન્દ્ર સરકાર દ્વારા આ કુદરતી આફતના પરિણામે આવી પડનારી આર્થિક આફતને ધ્યાનમાં લઈને ટૂંક સમયમાં મેગા સ્ટીમ્યુલસ-આર્થિક પેકેજ જાહેર થવાની અપેક્ષાએ બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં અસાધારણ તોફાની તેજી આગળ વધી હતી. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો દ્વારા દેશના માથે આવી પડેલા આ મહાસંકટની સાથે હવે કેન્દ્ર સરકાર દ્વારા ફરી મેગા સ્ટીમ્યુલસ પેકેજ જાહેર કરવામાં આવે એવી પૂરી શકયતાએ આજે ફંડોએ આજે બેંકિંગ શેરોની આગેવાનીમાં તોફાની તેજી કરી હતી.

દેશમાં કોરોના સંક્રમણની બીજી અત્યંત ઘાતક લહેર નીવડી રહી હોવા સાથે સાથે હવે આ સંક્રમણ ધીમું પડી રહ્યાના કેટલાક અહેવાલ – આંકડા વચ્ચે આજે ભારતીય શેરબજારમાં ફંડોએ શેરોમાં અવિરત તેજી કરી હતી. કોરોના સંક્રમણથી દેશભરમાં લોકડાઉનની પરિસ્થતિમાં આર્થિક વ્યવહારો મોટાપાયે થંભી ગયા હોઈ એક તરફ આર્થિક સંકટ ઘેરાઈ રહ્યા સામે કેન્દ્ર સરકાર અને ઉદ્યોજકો દ્વારા રાહતના લેવાઈ રહેલાં સરાહનીય પગલાંની પોઝિટીવ અસર બજાર પર જળવાઈ હતી.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૮૨% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૬૫% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર બેન્કેક્સ, ફાઈનાન્સ, ટેલિકોમ, પાવર, યુટિલિટીઝ અને રિયલ્ટી શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૨૮૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૧૬૭ અને વધનારની સંખ્યા ૧૯૫૨ રહી હતી, ૧૬૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૭૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૪૩૯ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, કોરોનાની બીજી લહેરને ધ્યાનમાં રાખી વિવિધ રાજ્યો દ્વારા લેવાયેલા નિયમનકારી પગલાંને પરિણામે બેકારીના દરમાં વધારો થયો છે. સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમીએ આ માહિતી આપી હતી કે દેશમાં આ વર્ષે ૧૬ મેના રોજ પૂરા થતાં સપ્તાહમાં બેકારીનો દર વધીને ૧૪.૫% થયો છે, જે એપ્રિલ માસમાં ૮% હતો. ગત ગયા વર્ષે માર્ચમાં સરકારે કોરોના વાયરસનાં ફેલાવાને રોકવા માટે લોકડાઉન લગાવી દીધું હતું. આનાથી આર્થિક પ્રવૃત્તિઓ અટકી જતાં ગત વર્ષે એપ્રિલ અને મે મહિનામાં બેકારીનો દર ૨૩%થી ઉપર હતો. ફરી આ વર્ષે એપ્રિલ માસમાં પણ બેરોજગારીમાં વધારો થયો છે અને કન્ઝ્યુમર સેન્ટિમેન્ટમાં પણ ઘટાડો આવ્યો છે.

નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં સરેરાશ બેરોજગારી દર ૮.૮% હતો. મે મહિનામાં બેરોજગારીનો દર ૧૦%થી વધુ રહે તેવું અનુમાન છે. CMIEનાં આંકડા મુજબ કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ ઇન્ડેક્સ સતત પાંચમા અઠવાડિયામાં ૧.૫%નો ઘટાડો નોંધાવ્યો છે. મારા મતે જેમ જેમ વેક્સિનેશન પ્રોગ્રામ વ્યાપક બનશે તેમ તેમ સ્થિતિમાં સુધારો જોવા મળશે. કોરોનાના રસીકરણ અભિયાન હેઠળ મોટાભાગની વસ્તીને આવરી લેવાયા બાદ વર્તમાન નિયંત્રણો હળવા બનશે અને તેને પરિણામે આર્થિક ગતિવિધિઓને નોંધપાત્ર વેગ મળશે, જેનાથી ભારતીય અર્થતંત્રમાં વૃદ્ધિ જોવાશે.

Leave a Reply

Your email address will not be published.

Recent Posts

Related Articles