By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ભારતીય શેરબજારમાં ઉછાળેથી અપેક્ષિત ૧૩૭૦ પોઈન્ટનો કડાકો..!!!
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Business > ભારતીય શેરબજારમાં ઉછાળેથી અપેક્ષિત ૧૩૭૦ પોઈન્ટનો કડાકો..!!!
BusinessFeaturedNationalStock Market

ભારતીય શેરબજારમાં ઉછાળેથી અપેક્ષિત ૧૩૭૦ પોઈન્ટનો કડાકો..!!!

HM News
Last updated: 22/02/2021 11:52 AM
HM News
4 years ago
Share
SHARE

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૨.૦૨.૨૦૨૧ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૦૮૮૯.૭૬ સામે ૫૦૯૧૦.૫૧ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૪૯૬૧૭.૩૭ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૧૩૬૮.૬૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૧૪૫.૪૪ પોઈન્ટના ઘટાડા સાથે ૪૯૭૪૪.૩૨ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૪૯૮૭.૦૦ સામે ૧૪૯૮૨.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૪૬૩૯.૭૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૬૩.૧૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૪૪.૩૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૪૬૪૨.૭૦ પોઈન્ટ બંધ થયેલ..!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં ફંડોએ મોટાપાયે સાર્વત્રિક વેચવાલી કરી હતી. દેશમાં કોરોના સંક્રમણમાં ફરી ચિંતાજનક વધારાના આવી રહેલા આંકડાએ ફરી દેશના અનેક રાજયોમાં લોકડાઉનની પરિસ્થિતિ ઊભી થઈ રહી હોઈ સંકટના એંધાણ વચ્ચે આજે ફંડોએ ઓલ રાઉન્ડ ઓફલોડિંગ કર્યું હતું. મહારાષ્ટ્ર, કેરળમાં કોરોના નવા સ્વરૂપમાં ફેલાતા મહારાષ્ટ્ર સરકારે કેટલાક શહેરોમાં લોકડાઉન સાથે કડક અંકુશના પગલાં લેવાની ફરજ પડતા અને પેટ્રોલ, ડિઝલના સતત વધી રહેલા ભાવોને લઈ ઓટોમોબાઈલ ઉદ્યોગને આગામી સમયમાં મોટો ફટકો પડવાનું સ્પષ્ટ હોઈ ફંડોએ આજે ભારતીય શેરબજારમાં ભારે વેચવાલી કરી હતી.

કોરોના સંક્રમણ ફરી દેશના વિવિધ રાજયોમાં વધવા લાગતાં સરકારે ફરી લોકડાઉનના સંકેત આપતાં અને એના પરિણામે આર્થિક ગતિવિધિ પર અસર પડવાના અને આર્થિક વિકાસને ફરી ફટકો પડવાની ભીતિએ ફંડોએ આજે સાવચેતીમાં શેરોમાં ઈન્ડેક્સ બેઝડ આજે ફંડોની સતત નફારૂપી વેચવાલીએ આજે બીએસઇ સેન્સેકસ ૫૦ હજાર પોઈન્ટની નીચી સપાટીએ બંધ રહ્યો હતો. શેરબજારમાં સતત પાંચમા ટ્રેડિંગ સત્રમાં ઘટાડો મળ્યો છે. લોકડાઉનની ભીતિ તેમજ બ્લુચીપ શેરોમાં વેચવાલીનું દબાણ રહેતા ભારતીય શેરબજાર નોંધપાત્ર ઘટાડા સાથે બંધ રહ્યું હતું અને માર્કેટ બ્રેડ્થ નેગેટિવ રહી હતી.

બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૩૪% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૦૧% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર બેઝિક મટિરિયલ્સ અને મેટલ શેરોમાં લેવાલી જોવા મળી હતી,જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૧૭૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૯૮૭ અને વધનારની સંખ્યા ૧૦૪૦ રહી હતી, ૧૫૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૯૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૯૬ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, આગામી નાણાકીય વર્ષમાં ભારતનાં આર્થિક વૃધ્ધી દરમાં ઉછાળાનું અનુમાન સાથે બજેટ બાદ ભારતીય શેરબજારમાં સતત તેજી બાદ નફારૂપી જોવા મળી રહી છે. FPIએ ફેબ્રુઆરી માસમાં ભારતીય બજારોમાં અંદાજીત રૂ.૨૪,૯૬૫ કરોડ રૂપિયાનું મુડીરોકાણ કર્યું છે. શેરબજારનાં FPIએ ઇક્વિટીમાં અંદાજીત રૂ.૨૪,૨૦૪ કરોડ અને ડેબ્ટમાં અંદાજીત રૂ.૭૬૦ કરોડનું રોકાણ કર્યું છે. FPIએ ગત જાન્યુઆરીમાં પણ અંદાજીત રૂ.૧૪,૬૪૯ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું.

આગામી દિવસોમાં ફેબ્રુઆરી માસની ફ્યૂચર્સ એન્ડ ઓપ્શન્સ સિરીઝનો અંત નજીક હોવાથી બજારમાં ભારે અફડાતફડીનો માહોલ સાથે બજારમાં ઘટાડો આગળ ધપ્યો હતો. લાંબા સમયથી ભારતીય શેરબજારમાં FPIની ઐતિહાસિક અવિરત ખરીદી બાદ હવે તેજીનો અતિરેક થઈ રહ્યો છે, ત્યારે કોરોના  મહામારી નવા સ્વરૂપમાં વિશ્વમાં ઝડપી ફેલાઈ રહ્યાના અને ખાસ ભારતના રાજયો મહારાષ્ટ્ર, કેરળમાં નવા સ્વરૂપે ફરી લોકડાઉનની પરિસ્થિતિએ આગામી દિવસોમાં વિકટ બનવાના સંજોગોમાં ભારતીય શેરબજારોમાં ઘટાડાની શકયતાને નકારી નહીં શકાય.

અમને ન્યાય નથી મળ્યો, હિજાબ વિના અમે કોલેજ નહીં જઈએ : વિદ્યાર્થિનીઓ
સુરતમાં ‘આપ’ હવે સાફ ભણી : વધુ એક નગરસેવિકાના કેસરિયા
શાહરુખ ખાન ડિરેક્ટર રાજકુમાર હિરાનીની ફિલ્મમાં કામ કરશે
વિદેશી સંસ્થાકીય રોકાણકારોની અવિરત ખરીદી દ્વારા ભારતીય શેરબજાર ઐતિહાસિક સપાટીએ…!!!
પ્રવાસી મજૂરો પર કોંગ્રેસ-ભાજપાનું રાજકારણ : યુપી-રાજસ્થાન બોર્ડર પર કોંગ્રેસે મોકલી પ૦૦ બસો
Share This Article
Facebook Email Print
Previous Article હદ થઇ, મંત્રીએ કહ્યું, ભાજપને મત નહીં આપો તો મા ખોડિયાર માફ નહીં કરે!
Next Article સુરત મ્યુનિસિપલ ચૂંટણી પરિણામ : કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી શરૂ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up