By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: નિફ્ટી ફ્યૂચર રેન્જ ૧૩૬૦૬ થી ૧૩૮૮૮ પોઇન્ટ ધ્યાને લેવી…!!!
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Business > નિફ્ટી ફ્યૂચર રેન્જ ૧૩૬૦૬ થી ૧૩૮૮૮ પોઇન્ટ ધ્યાને લેવી…!!!
BusinessFeaturedNationalStock Market

નિફ્ટી ફ્યૂચર રેન્જ ૧૩૬૦૬ થી ૧૩૮૮૮ પોઇન્ટ ધ્યાને લેવી…!!!

HM News
Last updated: 25/12/2020 1:52 PM
HM News
5 years ago
Share
SHARE

રોકાણકાર મિત્રો, આનંદ ને…!!!

ગત સપ્તાહે પણ ભારતીય શેરબજારમાં તેજી તરફી આગેકૂચ ચાલુ રહી હતી. સેન્સેક્સે સૌપ્રથમવાર ૪૭,૦૦૦ની સપાટી કૂદાવી, તો નિફ્ટી ફ્યુચરે ૧૩,૭૦૦નું લેવલ કૂદાવ્યું હતું. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો દ્વારા ભારતીય શેરબજારોમાં ગત સપ્તાહે સતત ખરીદી ચાલુ રાખીને રોજબરોજ શેરોમાં જંગી ખરીદી કરી સેન્સેક્સ-નિફટીને નવા શિખરે નવી વિક્રમી ઊંચાઈએ લાવી દીધા હતા. પરંતુ સાવ અકલ્પિય ઘટના તરીકે બ્રિટનમાં કોરોના વાયરસનો નવા પ્રકારનો સ્ટ્રેન સામે આવતા અનેક દેશોમાં લોકડાઉનની જાહેરાત બાદ વૈશ્વિક શેરબજારોમાં ભારે ઘટાડા સાથે સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં અંતિમ સેસન દરમિયાન સેન્સેક્ષમાં વધ્યાં મથાળેથી અંદાજીત ૨૧૩૨ પોઈન્ટ અને નિફ્ટી ફ્યુચરમાં વધ્યા મથાળેથી અંદાજીત ૬૩૦ પોઈન્ટનો અપેક્ષિત કડાકો નોંધાવ્યો હતો.

Contents
રોકાણકાર મિત્રો, આનંદ ને…!!!સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….કોમોડીટી સેક્ટર સંદર્ભે…બજારની ભાવી દિશા….હવે જોઇએ અંગત અભિપ્રાયરૂપી સાપ્તાહિક સ્ટોક……ટ્રેડીંગ સંદર્ભે ફ્યુચર સ્ટોક ધ્યાને લઈએ તો ……રોકાણ સંદર્ભે સ્મોલ સેવિંગ્ઝ સ્ટોક ધ્યાને લઈએ તો……

અપેક્ષિત ઘટાડા બાદ વૈશ્વિક બજારોમાં પોઝિટિવ મોમેન્ટમ વચ્ચે ફોરેન ફંડોની સતત લેવાલીને પગલે ભારતીય શેરબજારમાં ગત સપ્તાહે પણ સતત આગેકૂચ ચાલુ રહી હતી અને તેજીવાળાઓએ ફરી બજાર પર પકડ બનાવી રાખી હતી. સપ્તાહની શરૂઆતમાં યુ.કે.માં કોરોના વાઈરસ નવા સ્વરૂપે ઝડપી ફેલાઈ રહ્યાના અહેવાલ અને એમાં ખાસ યુ.કે.માં નવા સ્વરૂપે કોરોના ઝડપી ફેલાઈ રહ્યાના અહેવાલો વચ્ચે યુ.કે. સાથેનો વિમાની વ્યવહાર અનેક દેશોએ બંધ કરી દેતાં અને વધુ દેશોમાં કોરોના ફેલાવાના ફફડાટ સાથે વૈશ્વિક અર્થતંત્ર ફરી વધુ ડામાડોળ થવાના એંધાણ સામે સાવચેતી સાથે ભારતીય શેરબજારમાં તેજી જોવાઈ હતી. અલબત આગામી સપ્તાહમાં ગુરૂવારે ડિસેમ્બર વલણનો અંત આવી રહ્યો હોઈ અને બીજી તરફ અમેરિકામાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હાઉસ ઓફ રેપ્રઝેન્ટિટિવ દ્વારા મંજૂર કરાયેલા અંદાજીત ૯૦૦ અબજ ડોલરના પેકેજ પર સહી કરવાની ના પાડી દેતા ફંડોએ ઈન્ડેક્સ બેઝડ શોર્ટ કવરિંગ સાથે ઉછાળે નફારૂપી વેચવાલી પણ કરી હતી. જોકે ભારતીય શેરબજારે હાલ તો બ્રેક્ઝિટ સહિતના તમામ નેગેટિવ ફેક્ટરને પણ અવગણીને આગેકૂચ જાળવી રાખી હતી અને સપ્તાહના દરમિયાન બે તરફી અફડાતફડી બાદ મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો.

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….

ગત સપ્તાહે ૨.૫ વર્ષનું તળિયું બનાવીને બાઉન્સ થયેલો ડોલર ઇન્ડેક્સ આઈટી અને ફાર્મા જેવા નિકાસકર્તા ક્ષેત્રોને લાભ મળતો જોવાઈ રહ્યો છે. ગત અગ્રણી તમામ લાર્જ અને મિડ-કેપ્સ આઈટી કંપનીઓએ તેમની સર્વોચ્ચ ટોચ દર્શાવી હતી. બ્રોડ માર્કેટમાં વધ-ઘટ વચ્ચે આઈટી કાઉન્ટર્સમાં સુધારો જળવાયો હતો અને નિફ્ટી આઈટી ઇન્ડેક્સ વધુ તેની ઐતિહાસિક ટોચ પર રહ્યો હતો. ડોલર ઇન્ડેક્સમાં નરમાઈને કારણે છેલ્લા એક મહિનાથી એફ્આઈઆઈ દૈનિક ધોરણે રૂ.૩૦૦૦ કરોડથી વધુનું રોકાણ ઠાલવતી રહી હતી. અગાઉ ૨૦૦૪થી ૨૦૦૭ દરમિયાન ડોલરમાં નરમાઈ વચ્ચે FIIએ ઇર્મિંજગ બજારોમાં જંગી રોકાણ ઠાલવ્યું હતું. જોકે ડોલર ઇન્ડેક્સમાં સુધારો થતાં તેમણે વેચવાલી દર્શાવી હતી. યુએસ ખાતે સ્ટિમ્યુલસ તથા ફેડે બોન્ડ બાઇંગ જાળવી રાખવાનું જણાવ્યા બાદ ડોલર ટૂંકાગાળા માટે બોટમ આઉટ થયો હતો. મારા મતે જો ડોલર ઇન્ડેક્સ સુધારો જાળવી રાખશે તો આગામી દિવસોમાં આઈટી અને ફાર્મા જેવા નિકાસકર્તા ક્ષેત્રોને લાભ મળતો જોવા મળશે.

સ્થાનિક સ્તરે નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ નું બજેટ ૧ ફેબ્રુઆરી, ૨૦૨૧ ના ​​રોજ સંસદમાં રજૂ થવાનું છે, ત્યારે નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે આગામી બજેટને લઇને મહત્વપૂર્ણ જાહેરાત અંગે જણાવ્યુ હતું કે સરકાર કોરોના રોગચાળાથી પ્રભાવિત અર્થવ્યવસ્થાને નિયંત્રિત કરવા અને વિકાસને પ્રોત્સાહન આપવા અગ્રેસર છે. સાથે કોરોનાના કારણે જેની સીધી અસર થઇ છે તે તામમ ક્ષેત્રોને બેઠા કરવાની પ્રાયોરીટી રહેશે. આ બજેટ કોરોના રોગચાળા પછી બનાવવામાં આવે છે તેથી સ્વાભાવિક છે કે લોકોને આ બજેટથી વધારે અપેક્ષા હશે.

કોમોડીટી સેક્ટર સંદર્ભે…

ભારત ગોલ્ડનો મોટો આયાતકાર દેશ છે. જ્વેલરી ઉદ્યોગ તરફથી ગોલ્ડની માગ વધુ રહે છે. સામાન્ય રીતે દેશની ગોલ્ડની વાર્ષિક આયાત ૮૫૦થી ૯૦૦ ટન આસપાસ રહે છે. કોરોનાની અસરને કારણે વર્તમાન વર્ષમાં જેમ્સ એન્ડ જ્વેલરીની નિકાસ ૪૪% ઘટી ૧૪.૩૦ અબજ ડોલર રહી હોવાનું આંકડા જણાવે છે. વર્તમાન નાણાં વર્ષમાં દેશની સોનાચાંદીની આયાત નીચી રહેતા વેપાર ખાધ નિયંત્રણમાં રાખવામાં સરકારને મદદ મળી છે. વર્તમાન નાણાં વર્ષના એપ્રિલથી નવેમ્બરના ગાળામાં દેશની વેપાર ખાધ ઘટીને ૪૨ અબજ ડોલર રહી છે જે ગયા નાણાં વર્ષના આ ગાળામાં ૧૧૩.૪૨ અબજ ડોલર રહી હતી. ગોલ્ડની આયાત એપ્રિલથી નવેમ્બરના ગાળામાં ૪૦% ઘટી ૧૨.૩૦ અબજ ડોલર રહી છે. જે ગયા નાણાં વર્ષના આ ગાળામાં ૨૦.૬૦ અબજ ડોલર રહી હતી. ચાંદીની આયાત પણ ૬૫.૭૦% ઘટી ૭૫.૨૦ કરોડ ડોલર રહી હતી. વિશ્વભરમાં બેન્કની ઉદાર નીતિ તેમજ અર્થવ્યવસ્થામાં પણ સુધારા થઇ રહ્યા હોવાથી બુલિયન માર્કેટમાં પણ રોકાણકારોની નજર છવાયેલી છે. મારા મતે સોનાની માંગ ત્રીજા ત્રિમાસિક ગાળા દરમ્યાન ઓછી થયા બાદ આગામી ચોથા ત્રિમાસિક સમયમાં વધવાની શક્યતાએ આગામી નવા વર્ષમાં સોનાના ભાવમાં તેજી જોવા તેવી શક્યતા જોવાઈ રહી છે.

બજારની ભાવી દિશા….

કેલેન્ડર વર્ષ ૨૦૨૦ની વસમી વિદાય થઈ રહી છે. કોઈએ આ વર્ષની આવી કલ્પના કરી ન હતી. કોરોનાએ સમગ્ર વિશ્વમાં અનેક પરિવર્તન લાવી દીધા છે. તેવી જ રીતે દલાલ સ્ટ્રીટમાં પણ અનેક આશ્ચર્ય સર્જ્યા છે. માર્ચ અગાઉ કોઈને ભયાનક કડાકાની અને નિફ્ટી ૭૫૦૦ની નજીક જશે તેવી કલ્પના પણ ન હતી. એ જ રીતે માર્ચ પછી વી-શેઈપ રિકવરીની પણ કોઈને કલ્પના ન હતી અને વર્ષના અંત સુધીમાં સેન્સેક્સ ૪૭૦૦૦ અને નિફ્ટી ૧૪૦૦૦ની નજીક પહોંચશે તેની કોઈને કલ્પના ન હતી. હવે ૨૦૨૧માં શું થશે તેના પર સાવચેતીપૂર્વકના વર્તારા થઈ રહ્યા છે.

ફ્રાન્સના બ્રોકરેજ બીએનપી પારિબાએ કહ્યું છે કે હાલમાં તે ભારતીય માર્કેટ અંગે ઓવરવેઈટ છે અને છતાં તેના મતે ડિસેમ્બર ૨૦૨૧ સુધીમાં સેન્સેક્સ ૫૦૦૦૦નું સ્તર બતાવશે. બીએનપી પારિબાના જણાવ્યુ હતું કે વૈશ્વિક લિક્વિડિટીને કારણે ભારતીય શેરબજાર પ્રત્યાઘાતી તેજી નોંધાવી રહ્યું છે ત્યારે બીજી તરફ ઘણાં રોકાણકારો એવા છે જે અર્થતંત્રનું ઉજ્જવળ ભવિષ્ય હોવાનું કહીને લાંબા ગાળાનું રોકાણ કરી રહ્યા છે. આગામી કેલેન્ડર વર્ષમાં બજારનો મોટો આધાર કોરોનાની કારગત રસી પર રહેશે. કોર્પોરેટ્સની અર્નિંગ્સમાં કેટલો સુધારો આવે છે તે પણ મહત્વનું બની રહેશે.

નવા સપ્તાહમાં આંતરરાષ્ટ્રીય સ્તર પર બ્રેક્ઝિટ ડીલની મંત્રણા અને અમેરિકન સ્ટીમ્યુલસ અંગેની અનિશ્ચિતતા જેવા પરિબળો પર વૈશ્વિક બજારો સાથે ભારતીય શેરબજારનો આધાર રહેશે. આ ઉપરાંત બજાર ઓવરબોટ ઝોનમાં ખાસ્સા સમયથી છે, પરંતુ કોરોનાના કેસ ઘટી રહ્યા છે અને બીજી તરફ કોરોના રસી અંગેના એક પછી એક પોઝિટિવ સમાચાર આવી રહ્યા છે, એફઆઈઆઈની સતત ખરીદી નવેમ્બર પછી ડિસેમ્બરમાં પણ આગળ વધી રહી છે. ત્યારે તેમની ખરીદી ચાલુ રહે છે કે વર્ષના અંતિમ દિવસોમાં તેઓ નફો બુક કરશે તે જોવાનું રહેશે. બજારનો ખાસ્સો આધાર એફઆઈઆઈની ખરીદી પર રહેશે. મારા મતે સમગ્ર રીતે જોતા ટ્રેન્ડ પોઝિટિવ જળવાઈ રહેશે, કારણ કે બજારમાં લિક્વિડિટી ખાસ્સી છે, યુ.કે.માં નવા સ્વરૂપે કોરોના ઝડપી ફેલાઈ રહ્યાના અહેવાલો સામે રસી અંગેના પોઝિટિવ સમાચાર આવી રહ્યા છે અને આર્થિક રિકવરી પણ સારી જોવાઈ રહી છે. જોકે અમેરિકન સ્ટીમ્યુલસ અંગે અનિશ્ચિતતા અને બ્રેક્ઝિટની અનિશ્ચિતાને કારણે વૈશ્વિક નરમાઈની અસર સ્થાનિક શેરબજાર પર પડી શકે છે.

મારી અંગત સલાહ મુજબ તબક્કાવાર નફો બુક કરે એ શાણો રોકાણકાર…કેમ ખરું ને..!!!

નિફ્ટી ફ્યુચર બંધ :- ( ૧૩૭૬૩ ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૩૬૭૬ પોઇન્ટના પ્રથમ અને ૧૩૬૦૬ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે ૧૩૮૦૮ પોઇન્ટથી ૧૩૮૩૮ પોઇન્ટ, ૧૩૮૮૮ પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૧૩૮૮૮ પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!

બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( ૩૦૪૩૭ ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૦૦૮૮ પોઇન્ટના પ્રથમ અને ૨૯૮૮૮ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે ૩૦૬૭૬ પોઇન્ટથી ૩૦૮૦૮ પોઇન્ટ, ૩૦૯૩૯ પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૦૯૩૯ પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!

હવે જોઇએ અંગત અભિપ્રાયરૂપી સાપ્તાહિક સ્ટોક……

૧) સીસીએલ પ્રોડક્ટ ( ૨૬૫ ) :- ટી & કોફી ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૪૭ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૩૩ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૭૭ થી રૂ.૨૮૪ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે….!! રૂ.૨૯૨ ઉપર તેજી તરફી ધ્યાન…!!!

૨) એજીસ લોજીસ્ટિક્સ ( ૨૪૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૨૩૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.૨૧૮ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૨૬૩ થી રૂ.૨૭૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!

૩) સેન્ચુરી પ્લાયબોર્ડ ( ૨૩૬ ) :- રૂ.૨૨૭ નો પ્રથમ તેમજ રૂ.૨૧૩ ના બીજા સપોર્ટથી સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી આ સ્ટોક રૂ.૨૫૩ થી રૂ.૨૬૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે ….!!!

૪) મંગલમ સિમેન્ટ ( ૨૨૨ ) :- સિમેન્ટ & સિમેન્ટ પ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૨૩૭ થી રૂ.૨૫૦ ના ભાવની સંભાવના ધરાવે છે.!! રૂ.૧૯૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો……..!!

૫) વીઆરએલ લોજિસ્ટિક્સ ( ૧૯૮ ) :- રૂ.૧૮૬ નો પ્રથમ તેમજ રૂ.૧૭૭ ના સ્ટોગ સપોર્ટથી ટ્રાન્સપોર્ટેશન લોજીસ્ટિક્સ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૨૧૨ થી રૂ.૨૨૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા….!!!

૬) એનઆઈઆઈટી લિ. ( ૧૯૫ ) :- સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૂ.૧૮૩ આસપાસના સપોર્ટથી ડિલેવરીબેઇઝ રોકાણ રૂ.૨૦૮ થી રૂ.૨૧૨ ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!

૭) મધરસન સુમી ( ૧૫૩ ) :- આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂ.૧૩૬ ના સ્ટ્રોંગ સ્ટોપલોસે સાપ્તાહિક અંદાજીત રૂ.૧૬૩ થી રૂ.૧૭૦ ના સંભવિત ભાવની શક્યતા છે…!!

૮) એનસીએલ ઈન્ડસ્ટ્રીઝ ( ૧૪૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ સિમેન્ટ & સિમેન્ટ પ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૨૭ આસપાસ રોકાણકારે રૂ.૧૫૩ થી રૂ.૧૬૦ ના ટાર્ગેટ ભાવની શક્યતાએ તબક્કાવાર રોકાણ કરવું. ટૂંકાગાળે રૂ.૧૧૯ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!

ટ્રેડીંગ સંદર્ભે ફ્યુચર સ્ટોક ધ્યાને લઈએ તો ……

૧) રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ( ૧૯૯૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ આ ફ્યુચર સ્ટોક રૂ.૧૯૬૦ ના સપોર્ટથી ખરીદવાલાયક..!! ઇન્ટિગ્રેટેડ ઓઇલ અને ગેસ સેક્ટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૨૦૧૭ થી રૂ.૨૦૩૩ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે….!!

૨) ઈન્ફોસિસ લિ. ( ૧૨૩૬ ) :- આ સ્ટોક રૂ.૧૨૧૨ નો પ્રથમ તેમજ રૂ.૧૧૯૬ ના બીજો અતિ મહત્વનો સપોર્ટ ધરાવે છે. ફયુચર ટ્રેડીંગ સંદર્ભે ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૧૨૫૩ થી રૂ.૧૨૬૦ સુધી ની તેજી તરફ રુખ  નોંધાવશે..!!

૩) સન ફાર્મા ( ૫૯૪ ) :- ૧૪૦૦ શેર નું ફયુચર ધરાવતો આ સ્ટોક રૂ.૫૭૭ નો પ્રથમ તેમજ રૂ.૫૬૦ ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! ફાર્મા સેક્ટરનો આ સ્ટોક સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી રૂ.૬૦૬ થી રૂ.૬૧૬ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા છે….!!

૪) કોટક બેન્ક ( ૧૯૫૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૯૮૦ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.૧૯૯૪ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૧૯૩૩ થી રૂ.૧૯૧૯ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૨૦૦૮ ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!

૫) બાટા ઈન્ડિયા ( ૧૫૭૧ ) :- રૂ.૧૬૦૬ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૬૧૬ ના સ્ટોપલોસે વેચવાલાયક….!! ટૂંકાગાળે રૂ.૧૫૫૭ થી રૂ.૧૫૪૪ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૧૬૩૦ ઉપર તેજી તરફી ધ્યાન… !!

૬) ICICI બેન્ક ( ૫૧૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૫૩૩ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.૫૪૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૪૯૮ થી રૂ.૪૮૮ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૫૫૩ ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!

રોકાણ સંદર્ભે સ્મોલ સેવિંગ્ઝ સ્ટોક ધ્યાને લઈએ તો……

૧) જય કોર્પ ( ૯૨ ) :- પ્લાસ્ટિક પ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક ડિલેવરીબેઇઝ રૂ.૯૭ થી રૂ.૧૦૩ ના ભાવની સંભાવના ધરાવે છે…!! રૂ.૮૬ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!

૨) ઈન્ફિબીમ એવેન્યુઝ ( ૮૬ ) :- ડિલેવરીબેઇઝ રોકાણકારે ટેકનોલોજી સેક્ટરનાં આ સ્ટોકને રૂ.૮૦ ના અતિ મહત્વના સપોર્ટથી ખરીદવાલાયક…!! સાપ્તાહિક ટ્રેડિંગ સંદર્ભે રૂ.૯૩ થી રૂ.૧૦૨ સુધીની તેજી તરફી રૂખ નોંધાવશે…!!!

૩) બોદાલ કેમિકલ્સ ( ૭૮ ) :- ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૭૦ નો પ્રથમ તેમજ રૂ.૬૩ ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!!  સ્પેશિયાલ્ટી કેમિકલ્સ સેકટરનો આ સ્ટોક ટુંકાગાળે રૂ.૮૪ થી રૂ.૯૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!

૪) ડેન નેટવર્ક્સ ( ૬૪ ) :- રૂ.૫૭ આસપાસ રોકાણલક્ષી આ સ્ટોક મધ્યગાળે રૂ.૬૮ થી રૂ.૭૩ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૭૩ ઉપર તેજી તરફી ધ્યાન…..!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

પુરૂષો પણ બને છે ‘ઘરેલુ હિંસા’નો ભોગ, 10 ટકા મહિલાઓએ પતિદેવોને કારણ વગર આપ્યો છે મેથીપાક
સંજય રાઉત ભડક્યા : મારી સામે પંગો ના લેતા, હું ડરવાનો નથી તેમનો ય બાપ છું,મારી પાસે ભાજપની ફાઇલ છે,જો તેને નીકાળી તો દેશ છોડીને ભાગવું પડશે
હાઈકોર્ટ પરિસરમાં 2 કલાક સુધી છવાયો અંધારપટ, ન્યાયાધીશે મોબાઈલની ટોર્ચના પ્રકાશમાં કરી સુનાવણી
રસીનું “રાજકારણ” વિશ્વને 1 લાખ કરોડથી વધુમાં પડશે, કોરોના હોયકે ના હોય.. દર બે વર્ષે રસીના ડોઝ લેવાના !!
INDIAને ‘ભારત’ કરવાનો 19 વર્ષ પહેલા મુલાયમ સિંહ યાદવે રજૂ કર્યો હતો પ્રસ્તાવ
Share This Article
Facebook Email Print
Previous Article ખેત તલાવડી કૌભાંડ : ધરમપુર GLDCના નિવૃત્ત સુપરવાઇઝર પાસે 3.41 કરોડની મિલ્કત મળી
Next Article સુરતમાં આપઘાત કરનાર મહિલા PSI અમિતાના સાડા ચાર વર્ષના દીકરા સહિતનો આખો પરિવાર જેલમાં, પુત્રે પિતા સાથે જ રહેવાની જીદ કરી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up