By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ભારતીય શેરબજારમાં ડેરિવેટિવ્ઝ વલણ પૂર્વે શોર્ટ કવરિંગ થકી ૫૬૦ પોઈન્ટનો પ્રત્યાઘાતી ઉછાળો…!!!
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Business > ભારતીય શેરબજારમાં ડેરિવેટિવ્ઝ વલણ પૂર્વે શોર્ટ કવરિંગ થકી ૫૬૦ પોઈન્ટનો પ્રત્યાઘાતી ઉછાળો…!!!
BusinessFeaturedNationalStock Market

ભારતીય શેરબજારમાં ડેરિવેટિવ્ઝ વલણ પૂર્વે શોર્ટ કવરિંગ થકી ૫૬૦ પોઈન્ટનો પ્રત્યાઘાતી ઉછાળો…!!!

HM News
Last updated: 27/04/2021 10:45 AM
HM News
4 years ago
Share
SHARE

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૭.૦૪.૨૦૨૧ ના રોજ…..

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૪૮૩૮૬.૫૧ સામે ૪૮૪૨૪.૦૮ પોઈન્ટના મથાળેથી ખુલીને ૪૮૩૯૯.૫૩ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૬૦૯.૭૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૫૭.૬૩ પોઈન્ટના ઉછાળા સાથે ૪૮૯૪૪.૧૪ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૪૪૮૬.૨૦ સામે ૧૪૫૦૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૪૪૭૬.૦૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૮૨.૭૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૫૮.૮૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૪૬૪૫.૦૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

દેશ અસાધારણ ઐતિહાસિક કોરોના મહામારીની કટોકટીમાં ફસડાઈ પડયો છે, ત્યારે આ કટોકટીમાંથી બહાર આવતાં કેટલો સમય લાગશે એની અનિશ્ચિતતા અને આ કટોકટીના પરિણામે ભારતનું અર્થતંત્ર ઘેરા સંકટમાં આવી જવાની ભીતિ છતાં આ પરિસ્થિતિને અવગણીને આજે ભારતીય શેરબજારમાં સતત બીજા દિવસે તેજી તરફી ચાલ જોવા મળી હતી. દેશને આ સંકટમાંથી ઊગારવા હવે અમેરિકા, યુ.કે., રશીયા, જર્મની સહિતના દેશો મદદે દોડી આવતાં અને જોઈતી પૂરતી મદદ ટૂંક સમયમાં જ ભારત પહોંચતી કરવામાં આવી રહી હોઈ આ સંકટમાંથી ધારણાથી વહેલા બહાર આવી શકાશે એવા પોઝિટિવ અહેવાલે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું.

ભારતીય અર્થતંત્રને ફરી આર્થિક વિકાસની પટરી પર લાવવા મોદી સરકાર દ્વારા થઈ રહેલા પ્રયાસોથી ભારતમાં વૃદ્ધિની મોટી તકો જોઈ રહેલા ફોરેન ફંડો – ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો શેરોમાં અવિરત મોટાપાયે ખરીદદાર બન્યા બાદ કોરોના સંક્રમણના નવા વેવમાં પરિસ્થિતિ કથળવાના સંજોગોમાં આર્થિક મોરચે હજુ અનેક પડકારો હોવાથી ઉછાળે સતત પ્રોફિટ બુકિંગ જોવાઈ રહ્યું છે ત્યારે આગામી દિવસોમાં એફપીઆઈ અભિગમ અને કોરાના વાયરસના વધતાં કેસોની સ્થિતિ નજર રહેશે.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૦૪% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૪૯% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર બેઝિક મટિરિયલ્સ, એનર્જી, ઈન્ડસ્ટ્રિયલ્સ, કેપિટલ ગુડ્સ અને મેટલ શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૧૧૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૦૦૪ અને વધનારની સંખ્યા ૧૯૫૧ રહી હતી, ૧૬૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૯૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૬૩ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, દેશના વિવિધ રાજ્યોમાં કોરોનાના ફરીથી વધેલા કેસોને કારણે લાગુ થઈ રહેલા નિયમનોથી આર્થિક વૃદ્ધિ સામે અનિશ્ચિતતા ઊભી થઈ છે. દેશમાં કોરોનાના કેસમાં ઝડપી વધારો અર્થતંત્રની હાલની રિકવરી સામે મોટો પડકાર બની રહ્યો છે. આગામી દિવસોમાં બજારમાં અનિશ્ચિતતા સાથે અફડાતફડીનો ટ્રેન્ડ ચાલુ રહેવાની પૂરી સંભાવના છે. પાછલા દિવસોમાં વિપરીત ચાલે તેજીનો ટ્રેન્ડ અકબંધ રાખવાની પ્રયાસો બાદ ગત સપ્તાહમાં તેજીની પકડ ફંડો પણ ઢીલી મૂકતાં જોવાયા છે.

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝની શેરોમાં અવિરત વેચવાલી વધતી જોવાઈ રહી છે. આગામી દિવસોમાં ડેરિવેટીવ્ઝમાં ફયુચર્સ એન્ડ ઓપ્શન્સમાં એપ્રિલ વલણનું અંત હોવાથી સાવચેતી જરૂરી બની રહેશે. આંતરરાષ્ટ્રીય મોરચે યુ.એસ.ફેડરલ રિઝર્વ દ્વારા યોજાયેલ બે દિવસીય મીટિંગ બાદ ૨૮,એપ્રિલ ૨૦૨૧ના વ્યાજ દરના જાહેર થનારા નિર્ણય પર વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારની નજર રહેશે.

મુકેશ અંબાણી કરવા જઈ રહ્યા છે વધુ એક ખરીદી, ડાયલ કરશે 8888888888
વિરાટ કોહલીના ટેસ્ટ કેપ્ટન પદ છોડવા અંગે BCCI પ્રમુખ ગાંગુલીએ કરી ટિપ્પણી
હવે ‘સ્વિગી’ પણ 1100 કર્મચારીઓની કરશે છટણી…
ભારતીય શેરબજારમાં ઉછાળે અપેક્ષિત નફારૂપી વેચવાલી યથાવત્.…!!
ઈમેલ ID માટે હવે અંગ્રેજીનો ઈજારો નહીં રહે, પ્રાદેશિક ભાષાઓ પણ ઈમેલ આઈડી બનશે
Share This Article
Facebook Email Print
Previous Article ગુજરાતી સાહિત્ય જગતના ‘કાળજાના કટકા’ એવા કવિ દાદુદાન ગઢવીનું નિધન
Next Article મહારાષ્ટ્રમાં માત્ર 26 દિવસોમાં સામે આવ્યા 15 લાખથી વધુ કોરોનાનાં નવા કેસ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up