[weather_data]
Breaking News
TRENDING NEWS

ભારતીય શેરબજારમાં ઈન્ડેક્સ બેઝડ અફડાતફડીના અંતે તેજી તરફી માહોલ યથાવત્…!!

[updated_date] [post_views]

Table of Content

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૮.૧૨.૨૦૨૧ ના રોજ…..

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૭૪૨૦.૨૪ સામે ૫૭૭૫૧.૨૧ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૭૬૫૦.૨૯ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૦૨.૧૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૭૭.૨૪ પોઈન્ટના ઉછાળા સાથે ૫૭૮૯૭.૪૮ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૧૦૩.૪૦ સામે ૧૭૧૭૫.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૭૧૬૦.૫૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૯૮.૩૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૫૩.૬૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૭૨૫૭.૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત ઉછાળા સાથે થઈ હતી. વૈશ્વિક મોરચે  ફુગાવા – મોંઘવારીનું પરિબળ સતત જોખમી બની રહ્યું હોઈ આગામી દિવસોમાં વૈશ્વિક અર્થતંત્ર પર મોટી નેગેટીવ અસરની શકયતા વચ્ચે એક તરફ વિદેશી ફંડો, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો શેરોમાં સતત વેચવાલ બની રહ્યા છે, ત્યારે બીજી તરફ સ્થાનિક ફંડો, સંસ્થાકીય રોકાણકારોએ શેરોમાં ખરીદી ચાલુ રાખતા ભારતીય શેરબજારમાં બે તરફી અફડાતફડી બાદ તેજી તરફી રૂખ જોવા મળી હતી. કોર્પોરેટ પરિણામોની ડિસેમ્બર ૨૦૨૧ની સીઝનમાં સારા પરિણામોની અપેક્ષા અને ફંડો દ્વારા ઈન્ડેક્સ બેઝડ આજે કેપિટલ ગુડ્સ, બેઝિક મટિરિયલ્સ અને ઈન્ડસ્ટ્રિયલ્સ શેરોની આગેવાનીએ તેજી કરતા ભારતીય શેરબજાર નોંધપાત્ર ઉછાળા સાથે બંધ રહ્યું હતું.

કોરોના સંક્રમણ યુરોપના ઘણાં દેશોમાં ફરી વધવા લાગતાં અને દક્ષિણ આફ્રિકામાં કોરોના વાઇરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોન જોવા મળતા ઉપરાંત વિશ્વભરને ફુગાવો – મોંઘવારીનો દાનવ દઝાડવા લાગ્યો હોઈ વૈશ્વિક અર્થતંત્ર માટે મોટી ચિંતા ઊભી થઈ હોઈ વૈશ્વિક બજારોની સાથે ફંડો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરો, ખેલંદાઓએ સાવચેતીમાં ભારતીય શેરબજારમાં દરેક ઉછાળે નફારૂપી વેચવાલી કરવાનું ચાલુ રાખ્યું હતું. વિશ્વના કેટલાક દેશોમાં કોરોનાના નવા વેરીએન્ટના કારણે પુન:લોકટાઉનનો અમલ વિવિધ દેશોમાં ઉંચો ફુગાવો, ક્રૂડના ભાવમાં અફડાતફડી, હળવી નાણાંનીતિ પર બ્રેક વાગવાની સંભાવના સહિત ઘરઆંગણે વિદેશી રોકાણકારોની સતત વેચવાલી સહિતના અન્ય પ્રતિકૂળ અહેવાલોની બજાર પર અસર જોવા મળી હતી.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૯૫% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૪૩% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર કેપિટલ ગુડ્સ, બેઝિક મટિરિયલ્સ, ઈન્ડસ્ટ્રિયલ્સ, સીડીજીએસ, ઓટો, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, એનર્જી, યુટિલિટીઝ અને આઇટી શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૭૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૭૭૨ અને વધનારની સંખ્યા ૨૬૧૨ રહી હતી, ૯૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૯૧ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૭૫૧ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, કેલેન્ડર વર્ષ ૨૦૨૧ ભારતીય શેરબજારમાં વિક્રમી તેજીનું નીવડયું છે. શેરોમાં દરેક વર્ગ હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરો, ફોરેન ફંડો, લોકલ ફંડોની સાથે રીટેલ રોકાણકારોએ કમાણી થઈ ઐતિહાસિક પૂરવાર થયું છે. ઉપરાંત કેલેન્ડર વર્ષ ૨૦૨૧માં ભારતના પ્રાઈમરી માર્કેટમાં આઈપીઓની વણઝાર આવી રોકાણકારોને અઢળક વળતર અપાવી જવા સાથે અંદાજીત ૬૫ આઈપીઓ થકી રૂ.૧.૩૫ લાખ કરોડથી વધુ ફંડ કંપનીઓએ એકત્ર  કર્યું છે. વર્ષ ૨૦૨૧માં ૬૪ આઈપીઓમાં મેગા આઈપીઓ પેટીએમ-વન ૯૭  કોમ્યુનિકેશન્સ લિમિટેડે લાવીને રૂ.૧૮,૫૦૦ કરોડ એકત્ર કર્યા છે, અલબત આ આઈપીઓએ રોકાણકારોને નિરાશ કરી ડિસ્કાઉન્ટમાં લિસ્ટિંગ થતાં રોકાણકારોના નાણા ડૂબાડયા છે.

વર્ષ ૨૦૨૦માં ૧૮ આઈપીઓ, વર્ષ ૨૦૧૯માં ૧૬ અને  વર્ષ ૨૦૧૮માં ૨૫ આઈપીઓ થયા હતા, જેની તુલનાએ વર્ષ ૨૦૨૧ પ્રાઈમરી માર્કેટમાં હિટ પૂરવાર થઈ ૬૫ આઈપીઓ આવ્યા છે. જેમાં ઝોમાટોએ રૂ.૯૩૭૫ કરોડ, નાયકાએ રૂ.૫૩૫૨ કરોડ, પોલીસી બઝારે રૂ.૫૬૨૫ કરોડ ઊભા કર્યા હતા. આ સાથે વર્ષ ૨૦૨૧માં સૌથી સફળ આઈપીઓ એમટાર ટેકનો-લોજીસ, મેક્રોટેક ડેવલપર્સ, સોના બીએલડબલ્યુ  પ્રીસિઝન ફોર્જિંગ્સ, ઝોમાટો, પારસ ડિફેન્સ એન્ડ સ્પેસ ટેકનોલોજી, ક્લિન સાયન્સ ટેકનોલોજી રહ્યા છે. હવે કેલેન્ડર વર્ષ ૨૦૨૨માં અંદાજીત રૂ.૨ લાખ કરોડના આઈપીઓ લાઈનમાં હોવાનું જાણવા મળે છે.

Leave a Reply

Your email address will not be published.

Recent Posts

Related Articles