By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ડેરિવેટીવ્ઝમાં જુલાઇ વલણના અંત પૂર્વે ભારતીય શેરબજારમાં અફડાતફડીના અંતે ફંડોની ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્…!!
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Business > ડેરિવેટીવ્ઝમાં જુલાઇ વલણના અંત પૂર્વે ભારતીય શેરબજારમાં અફડાતફડીના અંતે ફંડોની ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્…!!
BusinessFeaturedNationalStock Market

ડેરિવેટીવ્ઝમાં જુલાઇ વલણના અંત પૂર્વે ભારતીય શેરબજારમાં અફડાતફડીના અંતે ફંડોની ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્…!!

HM News
Last updated: 28/07/2021 11:24 AM
HM News
4 years ago
Share
SHARE

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૮.૦૭.૨૦૨૧ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૨૫૭૮.૭૬ સામે ૫૨૬૭૩.૬૯ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૧૮૦૨.૭૩ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૮૭૦.૯૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૩૫.૦૫ પોઈન્ટના ઘટાડા સાથે ૫૨૪૪૩.૭૧ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૫૭૩૪.૬૫ સામે ૧૫૭૭૪.૯૫ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૫૫૧૦.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૬૪.૯૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૭.૧૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૫૭૦૭.૫૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

વૈશ્વિક સ્તરે ચાઈનીઝ સરકાર દ્વારા એક તરફ આઈટી કંપનીઓ સામે કાર્યવાહી, પ્રતિબંધોના પગલાંએ ફોરેન ઈન્વેસ્ટરો ખાસ અમેરિકી ફંડોએ ચાઈના અને હોંગકોંગમાં પોતાના રોકાણને અંકુશિત કરીને મોટાપાયે વેચવાલી કર્યાના અહેવાલે વૈશ્વિક બજારોમાં સાવચેતીની અસર આજે સ્થાનિક બજાર પર પણ જોવા મળી હતી. યુ.કે. અને ઓસ્ટ્રેલિયા સહિતના દેશોમાં કોરોનાની ત્રીજી લહેરમાં કેસો ફરી વધવા લાગતાં સ્થાનિક સ્તરે પણ કોરોનાના કેસો વધી રહ્યાના અહેવાલની નેગેટીવ અસરે ફંડોએ આજે સાવચેતીમાં સતત બીજા દિવસે ઉછાળે નફારૂપી વેચવાલી કરી હતી.

ભારતમાં ચોમાસાની સારી પ્રગતિએ આજે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત મજબૂતીએ થઈ હતી, જો કે ક્રુડ ઓઈલના ભાવોમાં અવિરત તેજીના નેગેટીવ પરિબળ સાથે કોર્પોરેટ ઈન્ડિયાના જૂન ૨૦૨૧ના અંતના ત્રિમાસિક પરિણામો પ્રમુખ કંપનીઓના અપેક્ષાથી નબળા આવતાં નેગેટીવ અસર અને ડેરિવેટીવ્ઝમાં જુલાઇ વલણના અંત પૂર્વે ફોરેન ફંડો – એફપીઆઈઝની શેરોમાં સતત વેચવાલીના પરિણામે ઈન્ડેક્સ બેઝડ બે તરફી અફડાતફડીના અંતે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૬૯ પોઈન્ટ વધીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧૧૯.૧૬ પોઈન્ટ ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ટેલિકોમ, મેટલ, ટેક, બેઝિક મટિરિયલ્સ અને કેપિટલ ગુડ્સ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૩૩૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૭૮૨ અને વધનારની સંખ્યા ૧૪૧૯ રહી હતી, ૧૩૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૪૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૪૩૩ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, કોરોનાની બીજી લહેરએ ભારતના અર્થતંત્રને જબરદસ્ત અસર કરી છે. આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) દ્વારા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, માર્ચ – મે માસ દરમિયાન કોરોનાની બીજી લહેરને કારણે ભારતની વૃદ્ધિની સંભાવના ઓછી થઈ ગઇ છે, અને બહાર આવતા પણ સમય લાગી શકે છે. રિપોર્ટમાં ભારત જેવી ઉભરતી અને વિકાસશીલ અર્થવ્યવસ્થાઓને ડાઉનગ્રેડ કરવામાં આવી છે. જ્યારે તે દેશોની અર્થવ્યવસ્થાને આશા સાથે જોવામાં આવી છે, જેમાં કોરોનાની રસીનું મોટા પ્રમાણમાં રસીકરણ થયું છે.

અત્રે ઉલ્લેખનિય છે કે કોરોનાની બીજી લહેર પહેલા IMF ભારતની અર્થવ્યવસ્થાને આશા સાથે જોઈ રહ્યું હતું. નાણાકીય વર્ષ ૨૦૨૧ – ૨૨માં, IMFએ ભારતનો આર્થિક વિકાસ દર ૧૨.૫% સુધી પહોંચવાની આશા વ્યક્ત કરી હતી. જોકે, મે મહિનામાં કોરોનાની બીજી લહેર પછી, IMFએ તેમાં ૩%નો ઘટાડો કરીને વિકાસ દર ૯.૫% આશા વ્યક્ત કરી છે. આ સાથે જ નાણાકીય વર્ષ ૨૦૨૨ – ૨૩ માટેના વિકાસ દરનાં અનુમાનમાં ૧.૩૬નો વધારો કરાયો છે.

કેન્દ્રિય MSME પ્રધાન નારાયણ રાણેનો બફાટ : ગુજરાતમાં કાથી ઉદ્યોગનું વાર્ષિક ટર્ન ઓવર ૪,૦૦૦ કરોડ
ઉદ્યોગપતિ રતન ટાટાએ હિન્દી નહીં આવડવા બદલ લોકોની માફી માંગી
મુંબઇના પૂર્વ પોલીસ કમિશ્નર પરમવિરસિંહ સટ્ટાબાજ પાસેથી રૂા.10 કરોડ માંગ્યા હતા
હિમાચલમાં રોપ-વેમાં ફસાયેલા 11 જણાંને સુરક્ષિત બચાવી લેવાયા
મોદી સરકારે લીધો મોટો ફેંસલો,મહિલાઓની લગ્નની ઉંમર 18 થી વધીને 21 વર્ષ થશે,જાણો વિગત
Share This Article
Facebook Email Print
Previous Article કામરેજ તાલુકા પંચાયતની ગ્રાન્ટ ફાળવણીમાં અન્યાય થયાના આક્ષેપ સાથે આપના સભ્યોના ત્રીજા દિવસે ઉપવાસ યથાવત
Next Article 175 કરોડના ડ્રગ્સ કેસનો મુખ્ય આરોપી શાહીદ સુમરા આખરે સંકજામાં આવ્યો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up