કોરોના વાયરસનું સંક્રમણ ભારતમાં પ્રસરી ચૂક્યું છે.આવામાં સામાન્ય વ્યક્તિથી લઇ સેલિબ્રિટીઓ પણ સંક્રમણના શિકાર થઇ રહ્યા છે.તાજેતરમાં જ ટી સીરીઝ (T-Series)ની ઓફિસને સીલ કરી દેવામાં આવી છે.જ્યારથી કોરોના વાયરસ ફેલાઇ રહ્યો હતો ત્યારથી જ ટી સિરીઝની ઓફીસને બંધ કરી દેવામાં આવી હીત.ઓફિસની અંદર જ રહેનારા 1-8 કર્મચારીઓને લોકડાઉનના કારણે પોતાના ઘરે જવા મળ્યુ ન હતું.જેમાથી એક કર્મચારી પોઝિટિવ આવ્યો છે જેના પછી સંપૂર્ણ ઓફિસને સીલ કરી દેવામાં આવી છે.ટી સિરીઝની ઓફિસ રેસિડેન્સીયલ વિસ્તારની પાસે છે આજ કારણ છે કે,તેને સાત્કાલિક ધોરણે સીલ કરી દેવામાં આવી છે.
T-Series વતી જાણકારી મળી છે કે, તેઓ ખુબ જ જલ્દી ઓફિશિયલ જાણકારી આપશે.તેમણે જણાવ્યું કે જ્યારથી લોકડાઉન થયુ છે,તે પેહલાથી ટી-સિરીઝની ઓફિસ બંધ છે.જોકે વચ્ચે એક વાર તમામ લોકોને જરૂરી સામાન જે ઓફિસમાં હતો તેને લઇ જવાનું કહેવામાં આવ્યુ હતું જેના પછીથી તમામ કર્મચારીઓ વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા છે.પરંતુ ટી-સિરીઝ સાથે 7-8 કર્મચારી જેમા સિક્યોરિટી ગાર્ડસ,કેટરટેકર કંઇક આવા પ્રકારના કેટલાક લોક હતા,તેઓ હંમેશા ઓફિસમાં જ રહેતા હતા અને લોકડાઉનનાં કારણે પોતાના ઘરે જઇ શક્યા નહી તેઓ ઓફિસમાં જ હતા પરંતુ કેટલાક દિવસો પહેલા એક કેયરટેકર કોરોના વાયરસ પોઝિટિવ થઇ ગયો.
જેના પછી અંધેરીમાં જ સારવાર બાદ તેને ક્વોરન્ટાઇન કરી દેવામાં આવ્યો છે.જોકે વધુ ત્રણ-ચાર કર્મચારીઓનો રિપોર્ટ કરવામા આવ્યો છે જેના રિપોર્ટ અત્યારે આવ્યા નથી.સુરક્ષાના કારણે બિલ્ડીંગને સીલ કરી દેવામાં આવી છે.તમને જણાવી દઇએ કે,ટી-સિરીઝની ઓફિસ મુંબઇના અંધેરી વેસ્ટ વિસ્તારમાં છે.