રેટિંગમાં કથિતપણે હેરાફેરી કરવાના મામલામાં પોલીસે રિપબ્લિક ટીવીના ડિસ્ટ્રીબ્યૂશન હેડની ધરપકડ કરી છે.આ હેરાફેરી દ્વારા દેખાડવામાં આવતું કે આ ન્યૂઝ ચેનલ અને તેના પ્રોગ્રામ સૌથી વધારે જોવાય છે.મુંબઈ પોલીસે ચેનલના ડિસ્ટ્રીબ્યૂશન હેડ ઘનશ્યામ સિંહને અરેસ્ટ કરી લીધો છે.અર્નબ ગોસ્વામી દ્વારા સંચાલિત ટીવી ચેનલથી જોડાયેલા ટીઆરપી કૌભાંડમાં ઘનશ્યામ ધરપકડ કરવામાં આવેલ 12મો આરોપી છે.અર્નબની ધરપકડ ગયા અઠવાડિયે જ એક અન્ય કેસમાં થઇ છે.
પોલીસ અનુસાર,અર્નબ ગોસ્વામી,ફિરોઝ શેખ તથા નીતિશ સારદાને અલીબાગ પોલીસે 4 નવેમ્બરના રોજ ઈન્ટીરિયર ડિઝાઈનર અન્વય નાઇક અને તેની માતાના 2018માં આત્મહત્યા કેસમાં પકડ્યા હતા. અન્વયનો આરોપ હતો કે અર્નબ અને અન્ય ત્રણ આરોપીઓની કંપનીઓએ પૈસા ન આપવાના કારણે તેને આત્મહત્યા માટે મજબૂર કર્યો.ઘનશ્યામ સિંહને આજે જ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે.
પોલીસ સૂત્રો અનુસાર,રેટિંગ હેરફરમાં અમુક દર્શકોએ સ્વીકાર કર્યું હતું કે તેમને રિપબ્લિક ટીવી ચાલુ રાખવા માટે પૈસા ચૂકવવામાં આવતા હતા પછી ભલે તેઓ ન જોઇ રહ્યા હોય.બે સ્થાનિક ચેનલો ફક્ત મરાઠી અને બોક્સ સિનેમાના ટીઆરપી સ્કેમની શરૂઆતી તપાસમાં નામ સામે આવ્યા હતા.સાથે જ તેમણે મુંબઈના પોલીસ કમિશ્નર પરમબીર સિંહને સાર્વજનિક રીતે માફી માગવાનું કહ્યું છે.
કોર્ટે રિપબ્લિક ટીવી અને રિપબ્લિક ભારતની માલિકી હક ધરાવતી કંપની એઆરજી આઉટલિયર મીડિયા પ્રાઈવેટ લિમિટેડની એ અરજી પર પણ નોટિસ બહાર પાડી છે,જેમાં ગોસ્વામી અને કંપનીએ માગ કરી છે કે કાંદિવલી પોલિસ સ્ટેશનમાં તેમની સામે છેતરપિંડી અને TRP કૌભાંડના મામલામાં ગુનાહિત કાવતરાંને લઇ જે FIR દાખલ થઇ છે તેને ફગાવી દેવાનો આદેશ આપવામાં આવે.જણાવી દઇએ કે આ મામલે બોમ્બે હાઈકોર્ટમાં કેસ ચાલી રહ્યો છે.પાછલી સુનાવણીમાં હાઈકોર્ટે મુંબઈ પોલીસને કહ્યું હતું કે જો ગોસ્વામી આરોપી છે તો પોલીસ તેમને નોટિસ ફટકારે.

