– પાકિસ્તાનથી 200 ટકા જયારે UAEથી આયાતી ખજૂર ઉપર 30 ટકા ડયુટી હોવાથી
– દિલ્હીની ડમી પેઢીના નામે 1600 ટન ખજૂરનો જથ્થો મોકલાયો હોવાનું બહાર આવ્યું
જામનગર, : પાકિસ્તાનની કરતૂતનો પર્દાફાશ થયો છે.પીપાવાવ પોર્ટ પરથી UAEના નામે કરવામાં આવતી કસ્ટમ ડયૂટીની ચોરી કસ્ટમ વિભાગ દ્વારા પકડી પાડવામાં આવી છે અમરેલી જિલ્લાના પીપાવાવ પોર્ટ પર પાકિસ્તાન ઓછું કસ્ટમ ડયૂટી ભરવા માટે ેંછઈના નામથી ખજૂરના ૮૦ કન્ટેનર ડિટેઇન ભારત મોકલ્યા હતા.આ માટે તેણે દિલ્હીની ડમી પેઢીના નામનો સહારો પણ લીધો હતો.પરતું કસ્ટમ વિભાગને શંકા જતા વધુ તપાસ હાથ ધરી હતી જેમાં કરોડોના કૌભાંડનો પર્દાફાશ થયો હતો.
કસ્ટમ વિભાગની તપાસમાં દિલ્હીની આયતકાર પેઢી ડમી હોવાનું સામે આવતા કસ્ટમ વિભાગે ૮૦ કન્ટેનરમાંથી ૧૬૦૦ ટન ખજૂરનો જથ્થો અટકાવ્યો છે અને પાકિસ્તાની ખજૂરના તમામ ૮૦ કન્ટેનર ડિટેઇન કર્યા છે.છઈના નામે કસ્ટમ ડયૂટીની ચોરીનો પર્દાફાશ થયો છે.છઈના નામથી આવેલા પાકિસ્તાની ખજૂરના ૮૦ કન્ટેનર પીપાવાવ પોર્ટ પર ડિટેઇન કરાયા છે.છઈ માટે ૩૦ ટકા ડયૂટી અને પાકિસ્તાન માટે ૨૦૦ ટકા કસ્ટમ ડયૂટી છે.૧૭૦ ટકા ડયુટી ચોરીનું કૌભાંડ કસ્ટમ વિભાગે ઝડપી પાડયું છે.દિલ્હીની ડમી પેઢીના નામે કરોડોનું ખજૂર મોકલાઇ રહ્યું હતું ત્યારે કસ્ટમ વિભાગે ૮૦ કન્ટેનરમાંથી ૧ હજાર ૬૦૦ ખજૂરનો જથ્થો અટકાવ્યો છે.હાલ તો સમગ્ર મામલે કસ્ટમ વિભાગ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ૫૦૦ કન્ટેઇનર તપાસ કર્યા વગર ઓસી આપનાર કસ્ટમના અધિકારીઓ સામે કાર્યવાહી કરવા તાકીદ કરાઈ છે ટેરર ફન્ડિંગની પણ આશંકાઓ સેવવામાં આવી રહી છે તેવામાં આ કૌભાંડ સામે આવતા પીપાવાવના ગૃહ ઉદ્યોગોમાં ફફડાટ નો માહોલ ફેલાયો છે તેમજ પાકિસ્તાનને પણ મોટો ઝટકો આ ઘટનામાં લાગ્યો છે.
પીપાવાવ પોર્ટ શંકાસ્પદ ચીજોની હેરાફેરીમાં કુખ્યાત : ખજૂરના કન્ટેનરના નામે 100 કરોડની ડયુટી ચોરીની સંભાવના : અગાઉ અનેક બિનઅધિકૃત ચીજાના કન્ટેનરને ક્લીઅરન્સ અપાયા હોવાની ચર્ચા : અધિકારીઓ શંકાના દાયરામાં
રાજુલા, : UAEના નામે પાકિસ્તાનથી મોકલાવેલો ખજૂરનો ૧૬૦૦ ટન જથ્થો પીપાવાવ પોર્ટ ઉપર જે સીઝ કરવામાં આવ્યો છે તેમાં ૧૦૦ કરોડની ડયુટી ચોરીની સંભાવના સુત્રો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.રાજુલા નજીક પીપાવાવ પોર્ટ દ્વારા કસ્ટમ વિભાગ દ્વારા ખજૂર ભરેલા જે ૮૦ કન્ટેનર સીઝ કરવામાં આવ્યા છે તે પ્રકારના કન્ટેનર અગાઉ અનેક વખત ક્લીયરન્સ આપી દેવામાં આવી હોવાની ચર્ચા કસ્ટમ ખાતામાં આજે ચાલતી રહી હતી.સુત્રોએ જણાવ્યું હતું કે, પીપાવાવ પોર્ટ બિનઅધિકૃત ચીજવસ્તુઓની આયાત માટે અનેક વખત ચર્ચાસ્પદ રહ્યું છે.અહીં અનઅધિકૃત રીતે અનેક વખત ચંદન અને અન્ય સંબંધિત ચીજવસ્તુઓ આવે છે.પરંતુ આ વખતે ખજૂરના કન્ટેનરમાં શંકા જતાં કન્ટેનર સીઝ કરવામાં આવ્યા હતા.આ બાબતે સંબંધિત કસ્ટમ વિભાગના કેટલાક અધિકારીઓ પણ શંકાના દાયરામાં હોવાનું જાણવા મળે છે.


