કીવ, તા.28 માર્ચ 2022,સોમવાર : ચેર્નોબિલ ખાતેના નિષ્ક્રિય પરમાણુ પ્લાન્ટના કામદારોનું ઘર ગણાતા Slavutychના યુક્રેનિયન ગામમાંથી રશિયન સેના નીકળી ગઈ છે.મેયરના કહેવા પ્રમાણે તેઓ પોતાનું સર્વેનું કામ પતાવીને નીકળી ગયા છે.
કીવના રીજનલ ગવર્નરે જણાવ્યું કે,શનિવારે રશિયન સેનાએ ચેર્નોબિલના સેફ્ટી એક્સક્લુઝન ઝોન બહાર આવેલા ગામને નિયંત્રણમાં લીધું હતું.
ઉત્તરી ગામના મેયર યુરી ફોમિચેવે જણાવ્યું કે,તેમણે પોતાને સોંપવામાં આવેલું કામ સમાપ્ત કર્યું છે.તેમણે ગામનો સર્વે કર્યો,આજે એ કામ પૂર્ણ થયું અને તેઓ ગામમાંથી નીકળી ગયા.હવે ગામમાં કોઈ રશિયન સૈનિક નથી.


