કીવ, તા. 25 ફેબ્રુઆરી 2022 શુક્રવાર : યુક્રેન આજે રશિયાના હુમલાનો સામનો કરી રહ્યું છે,પરંતુ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી રશિયા સામે ઝૂકવા તૈયાર નથી.વોલોદિમીર ઝેલેન્સ્કી રાષ્ટ્રપતિ બનતા પહેલા એક સ્ટેન્ડ અપ કોમેડિયન હતા.વોલોદિમીર ઝેલેન્સકીએ 3 વર્ષ પહેલા રાષ્ટ્રપતિની ચૂંટણી જંગી મતોથી જીતી હતી,પરંતુ હવે તેમની સામે યુક્રેનને બચાવવાનો પડકાર છે.
યુક્રેનના રાષ્ટ્રપતિ એકદમ સામાન્ય પરિવારમાંથી છે અને તેઓ પહેલાં એક કોમેડિયન હતા અને એક દિવસ સ્કૂલમાં રાષ્ટ્રપતિની ભૂમિકા ભજવી હતી.સમય જતાં સાચે જ યુક્રેનના રાષ્ટ્રપતિ બની ગયાં.
યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી ભૂતપૂર્વ અભિનેતા અને સ્ટેન્ડ-અપ કોમેડિયન હતા.તે યુક્રેનના સૌથી લોકપ્રિય કલાકારોમાંના એક છે.તેમણે અન્ય કલાકારો સાથે 1997માં કોમેડી ગ્રુપ ‘ક્વાર્ટલ 95’ની રચના કરી હતી.આ જૂથ ટેલિવિઝન કાર્યક્રમોનું નિર્માણ કરે છે.તેણે તેના એક શોમાં એક સ્કૂલ ટીચરની ભૂમિકા ભજવી હતી,જેને એક દિવસ યુક્રેનના રાષ્ટ્રપતિ બનવું પડે છે.
વોલોદિમીર ઝેલેન્સ્કીનું જીવન અને કારકિર્દી અન્ય આંતરરાષ્ટ્રીય નેતાઓની સરખામણીમાં સામાન્ય રહ્યું છે.તેમણે પદ સંભાળ્યા બાદ અનેક સંકટનો સામનો કર્યો છે.જો કે, તેમણે આ સંકટનો હિંમતપૂર્વક સામનો કર્યો.યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી પરિણીત છે અને તેમની પત્નીનું નામ ઓલેના ઝેલેન્સ્કી છે.બનેને બાળકો પણ છે.તેમણે 2000ની સાલમાં કિવ નેશનલ ઈકોનોમિક યુનિવર્સિટીમાંથી કાયદાની ડિગ્રી સાથે સ્નાતક થયા,પરંતુ અલગ કારકિર્દી બનાવવાનું નક્કી કર્યું.
2018માં,વોલોદિમીર ઝેલેન્સ્કીએ અચાનક રાજકારણમાં પ્રવેશ કર્યો અને સર્વન્ટ ઑફ ધ પીપલ પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદ માટે તેમની ઉમેદવારીની જાહેરાત કરી.આ દરમિયાન,તેમણે તેના જૂથ સાથે દેશનો પ્રવાસ કર્યો અને સ્ટેન્ડ-અપ કોમેડી સાથે વિરોધી ઉમેદવારોની મજાક ઉડાવી.વર્ષ 2019માં,વોલોદિમીર ઝેલેન્સ્કીએ 73 ટકાથી વધુ મતો સાથે રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી હતી.

