કીવ, તા. 25. ફેબ્રુઆરી. 2022 શુક્રવાર : રશિયા સામેના જંગ માટે યુક્રેન પોતાની તમામ તાકાત કામે લગાડી રહ્યુ છે.
યુક્રેન સામા્ન્ય લોકોને પણ જંગના મેદાનમાં ઉતારવાનુ નક્કી કર્યુ છે.રાષ્ટ્રપતિ જેલેન્સ્કીએ આ નિર્ણય લીધો છે.18 થી 60 વર્ષની વયના નાગરિકોને યુક્રેન છોડવા પર રોક લગાવી દેવાઈ છે.
રશિયાએ ભલે યુક્રેન પર ચારે તરફથી હુમલો કર્યો હોય પણ યુક્રેન હિંમત હાર્યુ નથી.યુક્રેને તો રશિયાની હથિયારો મુકી દેવાની ધમકી ફરી ફગાવી દીધી છે.સામાન્ય લોકોને યુધ્ધના મેદાનમાં ઉતરવાનો આદેશ આપીને યુક્રેને સ્પષ્ટ કરી દીધુ છે કે,અમે રશિયા સામે હાર માનવાના નથી.
યુક્રેને પોતાના આદેશમાં કહ્યુ છે કે,રશિયન સૈન્ય સામે લડવા અને દેશની રક્ષા કરવા માટે આમ નાગરિકને પણ ડયુટી સોંપવાનો હુકમ કરવામાં આવ્યો છે.જેનાથી યુ્ક્રેનની આર્મીને મદદ મળશે.
આ માટે 18 થી 60 વર્ષના લોકોને દેશ નહીં છોડવા માટે બોર્ડર સિક્યુરિટી સર્વિસ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે.