કીવ, તા. 25 ફેબ્રુઆરી, 2022, શુક્રવાર : વ્હાઈટ હાઉસની બહાર પ્રદર્શન અનેક જગ્યાએ યુક્રેન પરના રશિયાના હુમલાનો વિરોધ પણ થઈ રહ્યો છે.અમેરિકાના વોશિંગ્ટન ખાતે સેંકડો લોકોએ પ્રદર્શન કરીને વિરોધ દર્શાવ્યો.જાણવા મળ્યા મુજબ અનેક કલાક સુધી લોકો વ્હાઈટ હાઉસની બહાર એકઠા થયા. અમેરિકી સુરક્ષા અધિકારીઓએ આગામી 96 કલાકમાં કીવ પર કબજો કરવામાં આવશે તેવી ચિંતા દર્શાવી
કીવ પર ફરી હુમલા રશિયાએ યુક્રેનની રાજધાની કીવ પર ફરી હુમલા શરૂ કરી દીધા છે.કીવમાં સવાર-સવારમાં જ અનેક સ્થળે તેજ વિસ્ફોટો સાંભળવા મળ્યા.તે સિવાય યુક્રેનના કોનોટોપને રશિયાની સેનાએ ચારે બાજુથી ઘેરી લીધું છે.
જેલેંસ્કીએ કહ્યું,કોઈ અમારો સાથ આપવા ન રહ્યું
યુક્રેનના રાષ્ટ્રપતિએ જણાવ્યું કે,યુક્રેન પર રશિયા દ્વારા કરવામાં આવેલા હુમલામાં પ્રથમ દિવસે જ યુક્રેનના 137 લોકોના મોત થયા છે.તેમાં 10થી વધારે સૈન્ય અધિકારીઓનો પણ સમાવેશ થાય છે. જ્યારે 316 લોકોને ઈજાઓ પહોંચી છે.વલોડિમિર જેલેંસ્કીએ જણાવ્યું કે,રશિયા સામે લડવા માટે તેમના દેશને એકલો પાડી દેવામાં આવ્યો છે.સૌ કોઈ ડરી રહ્યા છે.અમારા સાથે લડવા માટે કોઈ જ નથી ઉભું.
રશિયાએ ક્રૂજ મિસાઈલ વડે યુક્રેનનું Su27 જેટ ઉડાવ્યું,કીવના દરવાજે પહોંચી સેના
રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાં અમેરિકા હવે પાછીપાની કરી રહેલું જણાય છે.અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને સ્પષ્ટ કહી દીધું છે કે,તેઓ પોતાની સેનાને યુક્રેનમાં નહીં મોકલે.જોકે બાઈડને એમ પણ કહ્યું છે કે,નાટો દેશોની એક-એક ઈંચ જમીનની પણ સુરક્ષા કરવામાં આવશે.બાઈડને જણાવ્યું કે,રશિયા-યુક્રેન યુદ્ધની અસર અમેરિકા પર પડી શકે છે.અમેરિકી નાગરિકોની સુરક્ષા અમારી પ્રાથમિકતા છે.