મોસ્કો. તા. 25. ફેબ્રુઆરી 2022 શુક્રવાર : રશિયા અને યુક્રેન વચ્ચે ઘમાસાણ ચાલી રહ્યુ છે.અત્યાર સુધીમાં સેંકડો લોકો પોતાનો જીવ ગુમાવી ચુકયા છે.
યુક્રેનના રક્ષા મંત્રાલયનુ કહેવુ છે કે, અમારી સેનાએ રશિયાના 800 સૈનિકોને મારી નાંખ્યા છે.સેનાના કમાન્ડર ઈન ચીફ વાલેરી જાલુજાનીએ કહ્યુ છે કે,ર5 રશિયન સૈનિકોએ અમારી સમક્ષ સરેન્ડર કર્યુ છે.
રશિયાની 30 ટેન્ક, 7 લડાકુ વિમાન તેમજ 6 લડાકુ હેલિકોપ્ટર પણ તબાહ કરવાનો દાવો યુક્રેને કર્યો છે.બીજી તરફ યુક્રેનનુ કહેવુ છે કે,અમારા 137 લોકો રશિયાના હુમલામાં મોતને ભેટયા છે.316 લોકો ઘાયલ થયા છે.રશિયન આર્મી સામે લડવા માટે યુક્રેન સેના એકઠી કરી રહ્યુ છે.
નાગરિકોને 10000 એસોલ્ટ રાયફલો યુક્રેનની સેનાએ આપી છે.જેથી તે રશિયન સૈનિકોનો મુકાબલો કરી શકે.


