મોસ્કો, તા. 09 માર્ચ, 2022, બુધવાર : રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો આજે 14મો દિવસ છે.રશિયા પોતાના યુક્રેન પરના હુમલાને સતત તેજ કરી રહ્યું છે જેથી સમગ્ર વિશ્વના દેશો નાખુશ છે.અત્યાર સુધીમાં અનેક દેશોએ રશિયા પર વિવિધ પ્રકારના પ્રતિબંધો લાગુ કર્યા છે.દિગ્ગજમાં દિગ્ગજ કંપનીઓ પણ રશિયા વિરૂદ્ધ અને યુક્રેનના સમર્થનમાં પગલા ભરતી જોવા મળી રહી છે.
1. મંગળવારે મોડી રાતે ફેરારી અને લેમ્બોર્ગિની સહિત અન્ય કેટલીય કંપનીઓએ રશિયામાં પોતાના કારોબારને બંધ કરવાની જાહેરાત કરી દીધી.
2. લોરિયલ દ્વારા પણ રશિયામાં પોતાના ઓફલાઈન અને ઓનલાઈન સ્ટોરને કામચલાઉ રીતે બંધ કરવાની જાહેરાત કરવામાં આવી.
3. તે સિવાય યુનિલિવરે પણ રશિયાના ઉત્પાદનોની નિકાસ અને આયાત સસ્પેન્ડ કરવાની જાહેરાત કરી છે.
4. બ્લૂમબર્ગના અહેવાલ પ્રમાણે મૈકડોનાલ્ડ્સ રશિયામાં કામચલાઉ રીતે તમામ 850 રેસ્ટોરા બંધ કરી રહ્યું છે.જોકે કંપની રશિયામાં પોતાના 62,000 કર્મચારીઓને વેતન આપવાનું ચાલુ રાખશે.
5. રોયટર્સના અહેવાલ પ્રમાણે સ્ટારબક્સ રશિયામાં શિપમેન્ટ અને કેફે સંચાલન સહિત તમામ વ્યવસાયિક ગતિવિધિઓને રોકી દેશે.
6. કોકાકોલા, યુનિવર્સલ મ્યુઝિક ગ્રુપ,પેપ્સીકો,નેટફ્લિક્સએ પણ રશિયામાં પોતાનો કારોબાર બંધ કરી દીધો છે.
7. અગાઉ માસ્ટરકાર્ડ અને વીઝાએ રશિયામાં પોતાના ઓપરેશન્સ સસ્પેન્ડ કરવાની જાહેરાત કરી હતી.બ્રુઅર કાર્લ્સબર્ગ અને Japan Tobaccoએ પોતાની ફેક્ટરીઝ બંધ કરી દીધી છે.
8. બીજી બાજુ UPS અને FedEx Corpએ દેશમાં અને દેશની બહાર પોતાની સર્વિસીઝ સસ્પેન્ડ કરી દીધી છે.
9. કેએફસી અને પિઝ્ઝા હટ દ્વારા પોતાના રોકાણ અને ડેવલપમેન્ટ પર રોક લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો અને સાથે જ યુક્રેનને મદદ આપવાનું વચન આપવામાં આવ્યું.
10. Appleએ રશિયામાં પોતાની પ્રોડક્ટ્સનું વેચાણ બંધ કરી દીધું છે.એપ્પલએ પોતાના સ્ટોરમાંથી રશિયન એપ્સ હટાવી દીધી છે.
11. ફેસબુકની પેરેન્ટ કંપનીએ સોમવારે રશિયાના ન્યૂઝ આઉટલેટ RT અને Sputnikની એક્સેસ બ્લોક કરવાની જાહેરાત કરી હતી.
12. ગૂગલના સ્વામિત્વવાળી યુટ્યુબએ જણાવ્યું કે,તેણે વીકએન્ડમાં યુક્રેનમાં RT સહિતના રશિયન સરકારી મીડિયાને બ્લોક કરી દીધા છે.
13. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને એવી જાહેરાત કરી કે,અમેરિકા હવે રશિયા પાસેથી તેલ અને ગેસની આયાત નહીં કરે.આ સાથે જ તેમણે સ્વીકાર્યું હતું કે,અમેરિકાએ પણ આની કિંમત ચુકવવી પડશે.